Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

આઠ વર્ષમાં ૨.૪૬ લાખ લોકોએ ભારતીય પાસપોર્ટ સરન્ડર કર્યા

નવી દિલ્હી, તા.૧૧
ભારત છોડીને વિદેશમાં કાયમ માટે જઈ રહેલા લોકોની સંખ્યા વધી રહી છે. મોટી સંખ્યામાં લોકો ભારતીય પાસપોર્ટ છોડીને વિદેશનું નાગરિકત્વ લઈ રહ્યા છે. સરકારે આપેલા આંકડા પ્રમાણે છેલ્લા ૮ વર્ષમાં ૨.૪૬ લાખ ભારતીયોએ ભારતીય પાસપોર્ટ સરન્ડર કરી દીધો છે. એટલે કે દર વર્ષે લગભગ ૩૦,૦૦૦થી વધારે લોકો ભારતીય સિટિઝનશિપનો ત્યાગ કરે છે. ભારતીય પાસપોર્ટ સરન્ડર કરીને લોકો અમેરિકા, કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયાના નાગરિકો બનતા હોય છે તેવું પણ જાણવા મળ્યું છે.રાજ્યસભામાં અપાયેલી માહિતી પ્રમાણે ૨૦૧૪થી ૨૦૨૨ સુધીમાં જે લોકોએ પાસપોર્ટ જમા કરાવી દીધા તેમાં એકલા દિલ્હીમાં ૬૦,૪૧૪ લોકો રજિસ્ટર થયા હતા. પંજાબમાંથી ૨૮,૧૧૭ લોકોએ ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરી દીધો છે. આ ઉપરાંત ગુજરાતના ૨૨,૩૦૦ લોકો, ગોવાના ૧૮,૬૧૦ લોકો અને કેરળના ૧૬,૨૪૭ નાગરિકોએ ભારતીય પાસપોર્ટનો ત્યાગ કર્યો છે.રાજ્યકક્ષાના વિદેશ મંત્રી વી. મુરલીધરને એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ૨૦૧૪થી ૨૦૨૨ દરમિયાન આઠ વર્ષના ગાળામાં કુલ ૨,૪૬,૫૮૦ લોકોએ પોતાના પાસપોર્ટ સરન્ડર કરી દીધા છે. ૨૦૧૯થી ૨૦૨૨ સુધીના સમયગાળામાં લગભગ ૨૪,૭૦૦થી વધારે ભારતીયોએ પોતાના પાસપોર્ટ સરન્ડર કરાવી દીધા હતા અને જુદા જુદા ૩૫ દેશોનું નાગરિકત્વ સ્વીકારી લીધું હતું.ઉપર જણાવ્યું તે પ્રમાણે દિલ્હી, પંજાબ, ગુજરાત, ગોવા અને કેરળ આ લિસ્ટમાં સૌથી આગળ છે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાં મહારાષ્ટ્ર (૧૭,૧૭૧), તમિલનાડુ (૧૪,૦૪૬), કર્ણાટક (૧૦,૨૪૫), આંધ્રપ્રદેશ (૯,૨૩૫), તેલંગણા (૭,૨૫૬), દમણ અને દીવ (૪,૭૨૨) તથા રાજસ્થાન (૩,૯૪૦)નો પણ સમાવેશ થાય છે. વિદેશમાં પાસપોર્ટ સરન્ડર કરી દેવાયા હોય તેવા કિસ્સા પણ વધ્યા છે. ૨૦૧૯માં આવા ૭૧ કેસ અને ૨૦૨૦માં ૫૨૨ કેસ બન્યા હતા જેમાં ભારતીયોએ વિદેશમાં પોતાના પાસપોર્ટ સરન્ડર કર્યા હતા. આ સંખ્યા ૨૦૨૧માં વધીને ૬,૫૮૦ અને ત્યાર પછી ૨૦૨૨માં ૧૭,૫૫૭ થઈ હતી.ભારતીય પાસપોર્ટ સરન્ડર કરીને મોટા ભાગના લોકો અમેરિકા, (૧૩,૦૪૪), કેનેડા (૭,૪૭૨), યુકે (૧,૭૧૧) અને ઓસ્ટ્રેલિયા (૧,૬૮૬)ના નાગરિકો બનતા હોય છે. આ ઉપરાંત યુરોપના બીજા દેશોના નાગરિકો બનતા ભારતીયોની સંખ્યા પણ વધી છે. તેમાં ઓસ્ટ્ર્રીયા, ડેન્માર્ક, ફ્રાન્સ, જર્મની, આયર્લેન્ડ, નેધરલેન્ડ, ન્યૂઝિલેન્ડ, સ્પેન અને સ્વીડનનું નાગરિકત્વ સ્વીકારતા ભારતીયો મોટી સંખ્યામાં છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે ૨૦૧૧થી ૨૦૨૨ વચ્ચે કુલ ૧૬.૬૦ લાખ લોકોએ ભારતીય સિટિઝનશિપનો ત્યાગ કર્યો છે. ૨૦૧૧માં કુલ ૧૨૨,૮૧૯ ભારતીયોએ પોતાના નાગરિકત્વને છોડી દીધું હતું. ત્યાર પછી ૨૦૧૨માં ૧૨૦,૯૨૩, ૨૦૧૩માં ૧૩૧,૪૦૫, ૨૦૧૪માં ૧૨૯,૩૨૮, ૨૦૧૫માં ૧૩૧,૪૮૯, ૨૦૧૬માં ૧૪૧,૬૦૩, ૨૦૧૭માં ૧૩૩,૦૪૯, ૨૦૧૮માં ૧૩૪,૫૬૧, ૨૦૧૯માં ૧૪૪,૦૧૭, ૨૦૨૦માં ૮૫,૨૫૬, ૨૦૨૧માં ૧૬૩,૩૭૦, અને ૨૦૨૨માં ૨૨૫,૬૨૦ લોકોએ ભારતીય નાગરિકત્વ છોડી દીધું હતું.

Related posts

આમ આદમી પાર્ટીના અમદાવાદ યુથ પ્રેસિડેન્ટ સહિત૧૦૦થી વધુ કાર્યકરો સરદાર વલ્લભભાઈ પાર્ટીમાં જાેડાયા

saveragujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભોઇ સમાજનું ગાંધીનગરમાં સ્નેહમિલન યોજાયું

saveragujarat

થલતેજ ખાતે ઑક્સિજન પાર્કનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ

saveragujarat

Leave a Comment