Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

મોટાભાગના અગ્નિવીરોને આર્મીમાં એન્ટ્રી આપવા તૈયારી

નવી દિલ્હી, તા.૯
ઈન્ડિયન આર્મી ઈચ્છે છે કે અગ્નિવીરોમાંથી ૪ વર્ષ પછી લગભગ ૫૦ ટકા અગ્નિવીરોને પરમેનન્ટ કરવા જાેઈએ. જાેકે હજુ અગ્નિપથ સ્કિમ અંતર્ગત એવો નિયમ છે કે માત્ર ૨૫ ટકા સૈનિકો જ પરમેનન્ટ આર્મીમાં જાેડાઈ શકે છે. આ વિકલ્પમાં ફેરફાર થઈ સંખ્યા વધારવા માગ પણ કરાઈ રહી છે. સેનાએ આ મુદ્દે સરકાર સામે પોતાની માગ રજૂ કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પહેલા પણ આ સંબંધે ફાઈલ આગળ વધારવામાં આવી હતી પરંતુ આર્મીએ આ માગનો અસ્વીકાર કર્યો હતો. હવે ફરીથી સેના આ મુદ્દે ટિપ્પણી કરવા માગે છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે સેના ઈચ્છે છે કે અગ્નિવીરોની દરેક બેચમાંથી લગભગ ૫૦ ટકા અગ્નિવીરોને પરમેનન્ટ કરાય. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે પહેલા જ્યારે સૈનિકોની ભરતી થતી હતી તેમાં જે સ્ટાન્ડર્ડ રાખવામાં આવ્યું હતું તે જ અગ્નિવીરો માટે રાખવામાં આવ્યું છે. અમે ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઈઝ કરવા માગતા નથી. ૫૦ ટકા અગ્નિવીરોને પરમેનન્ટ કરવા સિવાય આર્મીએ સરકાર સામે એ પણ પ્રસ્તાવ રાખ્યો છે કે અગ્નિવીરોની ભરતી ઝડપી બનાવાય. એટલે કે એક વર્ષમાં ભરતી માટે જે નંબર નક્કી કરાયો હતો તેમાં વધારો કરાય. જેના કારણે આર્મીમાં સૈનિકોની જે અછત છે વેકેન્સી છે તેને પૂરી કરી શકાય.કોવિડના કારણે ૨ વર્ષ સુધી આર્મીમાં ભરતી નહોતી કરવામાં આવી. જ્યારે આની પહેલા દર વર્ષે લગભગ ૮૦ હજાર સૈનિકોની ભરતી થતી હતી. આનાથી સેનાથી નિવૃત્ત થયેલા અને સેનામાં ભરતી થયેલા સૈનિકોની સંખ્યામાં બેલેન્સ બનેલું રહેતું હતું. ગત વર્ષે જ્યારે અગ્નિપથ સ્કીમ હેઠળ અગ્નિવીરોની ભરતી કરાઈ તો પહેલા વર્ષે ૪૦ હજાર અગ્નિવીરોની ભરતી થઈ હતી. ત્યારપછી ધીરે ધીરે આ નંબર વધતો ગયો અને વર્ષ ૨૦૨૬ સુધી કુલ ૧ લાખ ૭૫ હજાર અગ્નિવીરોની ભરતી સેનામાં થવાની છે. જ્યારે અત્યારે આર્મીમાં લગભગ દોઢ લાખ સૈનિકોની અછત છે અને દર વર્ષે સૈનિક નિવૃત્ત પણ થતા રહે છે.સેના અગ્નિવીરોની ભરતીમાં ટેકનિકલ ભરતી માટેની મહત્તમ ઉંમર ૨૧ વર્ષથી વધારીને ૨૩ વર્ષ કરવા પર પણ વિચાર કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સેના એવા યુવાનોની ભરતી કરી રહી છે. જેમણે તેમાં આઈટીઆઈ અને ટેકનિકલ કોર્સ કર્યા છે અને વય મર્યાદા ૨૧ વર્ષની હોવાથી બહુ વિકલ્પો ઉપલબ્ધ નથી. તેથી તેને વધારી શકાય છે. અગ્નિપથ યોજના પહેલા પણ જ્યારે સૈનિકોની ટેકનિકલ ભરતી કરવામાં આવતી હતી, ત્યારે મહત્તમ વય મર્યાદા ૨૩ વર્ષની હતી. અગ્નિપથ યોજનામાં આ ઘટાડો કરવામાં આવ્યો હતો.

Related posts

CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં મિશન 2022 પાર પાડવા લીધો મોટો નિર્ણય, તમામ મંત્રીઓ થઈ ગયા દોડતા…

saveragujarat

રાજ્યમાં આગામી પાંચ દિવસમાં ચોમાસુ ફરીવાર જમાવટ

saveragujarat

નાણાંમંત્રીએ 2024-25ના વર્ષના રજૂ કરેલા બજેટને આવકારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

saveragujarat

Leave a Comment