Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

રાજ્યમાં આગામી પાંચ દિવસમાં ચોમાસુ ફરીવાર જમાવટ

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૫
ગુજરાતમાં ચોમાસાની સારી શરૂઆત થાય બાદ હાલ વરસાદે વિરામ લીધો છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ફરી ચોમાસુ જામવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. સાથે સમગ્ર ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની વરસી શકે છે. નોંધનીય છે કે ગુજરાતમાં અત્યાર સુધી જેટલો વરસાદ થવો જાેઈએ તેનાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે.સુરત શહેરમાં વરસાદનો બીજાે રાઉન્ડ આજથી જ શરુ થઇ ગયો છે. આજે વહેલી સવારે શહેરમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. સુરત શહેરમાં સાવર્ત્રિક વરસાદ જાેવા મળ્યો હતો. ગઈકાલે બપોર બાદથી સુરતમાં ઉકળાટ ભર્યું વાતાવરણ હતું આજે વહેલી સવારે વીજળીના ચમકારા સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. જેને કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે.હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ આગામી પાંચ દિવસ ગુજરાતમાં સાવર્ત્રિક વરસાદ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે અને તોફાની વરસાદ થવાની શક્યતાઓ છે. આ ઉપરાંત ગુજરાતભરમાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. કચ્છમાં પણ ભારેથી અતિ ભારે અને અતિથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ૭મી અને ૮મી જુલાઈના રોજ સૈથી વધુ વરસાદ વરસી શકે છે. ૭મીએ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદ થઈ શકે છે. ૮મી જુલાઈના રોજ ઉત્તર ગુજરાત તથા ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાંચ દિવસ નાતે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. માંડવી, મુંદ્રા, ન્યૂ કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા, પોરબંદર, દ્વારકા, વેરાવળ, દીવ, પીપાવાવ, વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા, દમણના માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. અમદાવાદમાં ૭મી અને ૮મી તારીખ દરમિયાન ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. બે દિવસથી અમદાવાદ સહિતના વિવિધ વિસ્તારમાં વરસાદે વિરામ લીધો છે. ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હોવાથી છતાં મંગળવારે વાતાવરણમાં બફારો અને ઉકળાટ વધતાં લોકો તોબાહ પોકારી ઊઠયાં હતા. અસહ્ય ઉકળાટના કારણે શહેરીજનો બપોર અને સાંજના સમયે પરસેવે રેબઝેબ થયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન ૩૫.૩ ડિગ્રી આસપાર અને લઘુત્તમ તાપમાન ૨૭.૪ ડિગ્રી આસપાસ નોંધાયું હતું. વરસાદી માહોલના કારણે રાજ્યનાં મોટાભાગના શહેરોનું મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રીથી નીચે અને લઘુત્તમ તાપમાન ૨૮ ડિગ્રીથી નીચે આવી ગયું હતું. અમદાવાદ શહેરમાં બે દિવસથી વરસાદે વિરામ લીધો છે પરંતુ વાતાવરણમાં હજુ ભેજનું પ્રમાણ યથાવત્‌ છે. તાપમાનનો પારો ગગડતાં કાળઝાળ ગરમી ઘટી ગઈ હતી. પરંતુ બફારો અને ઉકળાટ વધતાં લોકોના શરીર પરથી પરસેવાના રેલા ઉતરવા લાગ્યાં હતા. ધોધમાર વરસાદ પડવા છતાં ઉકળાટના કારણે લોકો પંખાનો સતત ઉપયોગ કરી રહ્યાં છે. બીજી તરફ રાજ્ય હવામાન વિભાગે શુક્રવારે શહેરમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની આગાહી કરાઈ હોવાથી જ્યાં સુધી વરસાદ પડશે નહીં ત્યાં સુધી ઉકળાટમાં સતત વધારો થશે. વરસાદના આગમન પહેલાનો બફારો લોકોે ત્રાહિમામ પોકારી ઊઠ્‌યા છે.

Related posts

શ્રી સ્વામિનારાયણ ભગવાનના પંચમ વારસદાર આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનો ૮૦ મો સદ્‌ભાવ પર્વ ઊજવાયો

saveragujarat

“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત સાયક્લોથોન રન મહારેલી – બી.એસ.એફ.ના નવ જવાનોને આશીર્વાદ આપતા શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ…

saveragujarat

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજ સ્મૃતિ વન કચ્છમાં ભવ્યતા અને દિવ્યતા સભર શાકોત્સવની પરમ ઉલ્લાસભેર ઉજવણીપ

saveragujarat

Leave a Comment