Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં મિશન 2022 પાર પાડવા લીધો મોટો નિર્ણય, તમામ મંત્રીઓ થઈ ગયા દોડતા…

2022 ની ચૂંટણી માટે રાજ્ય સરકાર પહેલેથી જ એક્શન મોડમાં છે. રાજ્ય સરકારે તમામ મંત્રીઓને 2022 નો ટાર્ગેટ આપ્યો છે. જેમાં તમામ વિભાગોને મહત્વના પ્રોજેક્ટ્સ પર કામ કરવાની સૂચના આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ ચૂંટણી પહેલા પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તમામ વિભાગોની રજૂઆતની સમીક્ષા કરશે. પ્રોજેક્ટની સમીક્ષા બાદ તાત્કાલિક ધોરણે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.

26 સરકારી વિભાગો પાસેથી મહત્વના અને લોકોને સ્પર્શતા પ્રોજેક્ટ્સની વિગતો મંગાવવામાં આવી છે. રાજ્યના તમામ ગ્રામીણ વિસ્તારોમાં 2022 માં રમતગમતના મેદાન, ઇ-લાઇબ્રેરી, આવાસ યોજના પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. 27000 થી વધુ ગૃહ વિભાગોમાં ભરતીઓ, માળખાકીય સુવિધાઓ પર પ્રધાનોએ કામ કરવાનું શરૂ કર્યું છે. સમીક્ષા કરેલા કામો 100 દિવસમાં પૂર્ણ કરવા પણ સૂચના આપવામાં આવી છે.

મહેસૂલ, આરોગ્ય, નાણાં વિભાગ, રમતગમત, ગૃહ વિભાગ, શિક્ષણ વિભાગ, વન વિભાગ, અનુસૂચિત જન જાતિ વિભાગ, પ્રવાસન સહિતના વિવિધ વિભાગોમાં સરકારી ભરતી સહિતના વિકાસના કામો કરવામાં આવશે.

Related posts

ઉ.ભારતમાં વરસાદનું એલર્ટ, દિલ્હીમાં ફરીથી આવશે હીટવેવ

saveragujarat

બીબીસીની ઓફિસમાં આવકવેરા વિભાગનો સર્વે આખરે પૂર્ણ થયો

saveragujarat

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજ સ્મૃતિ વન કચ્છમાં ભવ્યતા અને દિવ્યતા સભર શાકોત્સવની પરમ ઉલ્લાસભેર ઉજવણીપ

saveragujarat

Leave a Comment