Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

દ્વારકામાં રચાશે ઈતિહાસ, ૫૧ હજાર આહીરાણીનો યોજાશે મહારાસ

સવેરા ગુજરાત,દેવભૂમિ દ્વારકા, તા.૪
ભગવાન શ્રીકૃષ્ણના દ્વારકા નગરીમાં ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. ૫૧ હજાર આહીરાણીઓનો મહારાસ યોજાશે. ૫ હજાર પૂર્વે ૧૬ હજાર ગોપીઓ સાથે કૃષ્ણ રાસ યોજાતો હતો. મહારાસ માટે ૩૭ હજારથી વધુ આહીર સમુદાય ની બહેનોનું રજિસ્ટ્રેશન સંપન્ન થઈ ગયું છે. હાલ દરેક જિલ્લા કક્ષાએ રજિસ્ટ્રેશન ચાલુ છે. આ અંગે કૃષ્ણની મોક્ષ ભૂમિ ભાલકા તીર્થ ખાતે બેઠક યોજાઈ હતી. આહીરાણી મહારાસ અંગે આહીર સમાજની બહેનોની મળેલી બેઠકમાં જુદા જુદા જિલ્લામાંથી આહીર સમાજની બહેનો ઉપસ્થિત રહી હતી. મહારાસની સાથે મહિલા સશક્તિકરણના પણ કાર્યક્રમ યોજાશે. આહીરાણી મહારાસ માટે બહેનો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. એક સાથે ૫૧ હજાર આહીરાણીઓ મહારાસ યોજી કૃષ્ણ ભક્તિમાં લીન બનશે. પારંપરિક પોશાક સાથે આહીરાણીઓના મહારાસનો વિશ્વ વિક્રમ સર્જાશે. દ્વારકામાં જગતમંદિરના શિખર પર ધ્વજારોહણ કરવાનું ખાસ મહત્ત્વ છે. ૨૦૨૪ સુધી ધ્વજારોહણ કરવા માટે લાંબું વેઇટિંગ લિસ્ટ પણ છે. દ્વારકા જગતમંદિર ઇતિહાસમાં પ્રથમ વખત બિપરજાેય વાવાઝોડા દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં લઈ ધ્વજારોહણ કરવામાં આવ્યું નહોતું. તેથીએ સમયે જે પણ ભક્તોની ધ્વજાનું આરોહણ થયું નહોતું તેવા ભક્તોનું આજથી ધ્વજારોહણ થાય એવું જગતમંદિર ધ્વજારોહણ સમિતિ દ્વારા સુંદર ર્નિણય કરવામાં આવ્યો છે. દરરોજ પાંચ ધજા દ્વારકા જગતમંદિરે ચડાવવામાં આવે છે, પરંતુ બિપરજાેય વાવાઝોડા દરમિયાન જે પણ ભક્તોની ધ્વજાનું આરોહણ થયું નહોતું તે ભક્તોનું જથી ૧૫ દિવસ દરમિયાન ધ્વજાનું આરોહણ કરવામાં આવશે. એટલે કે આજથી દરરોજને માટે ૫ને બદલે ૬ ધ્વજાનું આરોહણ કરવામાં આવશે. ભક્તોની નમ્ર માગણી છે કે આ ર્નિણયને પગલે ફક્ત પંદર દિવસ માટે જ નહીં પરંતુ કાયમી ધોરણે ૬ ધ્વજા ચડાવવામાં આવે તો વધુ ભક્તોને ધ્વજારોહણનો લાભ મળી શકે. દ્વારકા વિસ્તારમાં જ્યારે કોઈ મુશ્કેલી કે સમસ્યા ઉદભવી છે ત્યારે દ્વારકાવાસીઓએ કાળિયા ઠાકોર પર ખૂબ જ શ્રદ્ધા રાખી છે, આવેલી મુસીબત કે સમસ્યા દૂર કરવા માટે જગતમંદિરના શિખર પર બે ધજા એકસાથે ચડાવવામાં આવી છે. રહેવાસીઓનું માનવું છે કે જગતમંદિરના શિખર પર બે ધજા એકસાથે ચડાવતાં ભગવાન દ્વારકાધીશ અહીંના લોકો પર આવેલી મુસીબતને દૂર કરે છે.

Related posts

૨૪ કલાકમાં ૧,૫૯,૬૫૩ કોરોનાના નવા કેસ નોધાયા

saveragujarat

ભારતના રશિયા તરફના ઝુકાવથી અમેરિકાના પ્રમુખ બાઇડેન સખ્ત નારાજ

saveragujarat

દેશની ત્રણેય સૈન્ય પાંખના વડા સીડીએસ બિપીન રાવત અલવિદા

saveragujarat

Leave a Comment