Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

રાજકોટમાં ભાદર-૨ ડેમના ૬ દરવાજા ૫ ફુટે ખોલાયા

સવેરા ગુજરાત,રાજકોટ, તા.૩૦
ધોરાજી તાલુકાના ભુખી પાસેનો ભાદર-૨ સિંચાઈ યોજના નંબર-૧૪૯ ભાદર-૨ ડેમ ભારે વરસાદને કારણે તેની પૂર્ણ સપાટીએ ભરાઈ ગયો છે. ભયજનક સપાટીએ ઓવરરફલો થઈ રહ્યો છે. આથી ડેમના છ દરવાજા વારે ૭. ૪૫ વાગ્યે પાંચ ફૂટે ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી ૩૮૬૭૪ કયુસેક પાણી છોડવામાં આવતા ડેમના હેઠવાસમાં ગામોને એલર્ટ કરાયા છે. ધોરાજી તાલુકાના ભોળા, ભોળગામડા, છાડવાવદર અને સુપેડી તેમજ ઉપલેટા તાલુકાના ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ઈસરા, કુંઢેચ, ભીમોરા, ગાધા, ગધેડ, હાડફોડી, લાઠ, મેલી મજેઠી, નીલાખા, તલગણા ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહિ કરવા તેમજ સાવચેત રહેવા સૂચનાઓ છે. છેલ્લા બે દિવસથી સમગ્ર રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે રાજકોટમાં પણ ગઇકાલે જિલ્લામાં સાવર્ત્રિક વરસાદ જાેવા મળ્યો હતો. આ વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ કપાસ અને મગફળીનું વાવેતર થાય છે. આ ઉપરાંત કઠોળ, તલ સહિતના પાકને પણ આ વરસાદથી ફાયદો થશે. આ વર્ષે જિલ્લામાં સોયાબીનનું પણ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. ખેડૂતોની સાથે માલધારીઓમાં પણ ખુશીનો માહોલ છે. જિલ્લા ના મોટાભાગના ડેમોમાં મોટા પ્રમાણમાં પાણીની આવકો થઈ છે. ગોંડલ ધોરાજી જેતપુર અને ઉપલેટાના ડેમોમાં નવા નિર્માણની આવકો થઈ છે. તો ગ્રામ્ય વિસ્તારના ચેક ડેમો ઓવરફલો થતા ખેડૂતોને ફાયદો થશે. સારા વરસાદને લઈને ભૂગર્ભ જળ ઊંચા આવ્યા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટાનો વેણુ-૨ ડેમ ૮૦ % ભરાઈ જતાં હેઠવાસના ગામોને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ પાસેનો સિંચાઈ યોજના નંબર ૧૫૩ વેણુ-૨ ડેમ ભારે વરસાદને કારણે ૮૦ % ભરાઈ ગયો છે. ડેમમાં હાલ ૬.૩૭ વાગ્યે ૧૬૬૬૬ કયુસેક પ્રવાહની આવક ચાલું છે. ડેમની કુલ સપાટી ૫૫ મી. તથા હાલની સપાટી ૫૩.૨૧,પાણીની આવક વધતા ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવામાં આવે તેવી શક્યતાઓ છે. ડેમના હેઠવાસમાં આવતા ઉપલેટા તાલુકાના ગધેથડ, વરજાંગજાળીયા, મેખાટીંબી, નાગવદર અને નિલાખા ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહિ કરવા તેમજ સાવચેત રહેવા રાજકોટ ફ્લડ સેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Related posts

૮૦૦ થી વધુ ૧૦૮ એમ્બ્યુલન્સના માળખાએ રીસપોન્સ ટાઇમ સરેરાશ ૧૬ મીનિટનો કર્યો :- આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

saveragujarat

અજિત પવાર શિંદે સરકારમાં જાેડાયા, ડેપ્યુટી સીએમ બન્યા

saveragujarat

બોલીવુડના પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તર સામે મુંબઈ પોલીસે નોંધ્યો કેસ, જાણો ક્યાં કારણે ?

saveragujarat

Leave a Comment