Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

શ્રી ગાંધીનગર જૈન સંઘ દ્વારા આયોજિત અભય અમૃત ચાતુર્માસ પ્રવેશ પ્રસંગમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા

સવેરા ગુજરાત,ગાંધીનગર:

શ્રી ગાંધીનગર જૈન સંઘ દ્વારા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથદાદાના જિનાલય સંકુલ, સેકટર- ૨૨ ખાતે પ.પૂ ગચ્છાઘિપતિ આ.ભ.  વિજય અભયદેવ સૂરીશ્વરજી મહારાજ અને પ.પૂ.આ.ભ  વિજય મોક્ષરત્નસૂરીશ્વરજી મહારાજ શ્રમણ – શ્રમણી આદિઠાણા- ૬૧નો અભય અમૃત ચાતુર્માસ પ્રવેશ પ્રસંગમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીના હસ્તે શોભાયાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ પ્રસંગે ગૃહ રાજય મંત્રી  હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહારાજ સાહેબના આર્શીવાદ મેળવી રાજયના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ચાતુમાર્સ એટલે ભક્તિ અને ઉલ્લાસનો સમન્વય છે. ચાતુમાર્સ દરમ્યાન પ્રકૃતિ વરસાદથી ભીંજાય છે. આપણે સૌ ગુરૂજનોના આશિર્વ

ચનો થકી જ્ઞાનમાં ભીંજાવાનો  અવસર મળે છે. ગુરૂજનોના પ્રવચનો દ્વારા માનસિક નવજીવન મળે છે. મહારાજ સાહેબ સરળ હદયી અને સંપ, એકતા અને સંગઠન થકી ઘર્મકાર્યો કરી રહ્યાં છે, તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, સાઘન સંપન્ન લોકો પણ સર્વે ભૌતિક સુખોનો ત્યાગ કરીને દિક્ષા ગ્રહણ કરે છે, તે વાત આપણા સૌ માટે પ્રેરણારૂપ છે કે જીવનનું સાચું સુખ તો મહારાજ સાહેબ જેવા વંદનીય સાઘુ – સંતો પાસે છે. શોભાયાત્રામાં ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી સહિત મહાનુભાવો અને સમાજના અગ્રણીઓ અને બંઘુઓ જોડાયા હતા.  આ પ્રસંગે ગાંધીનગર(ઉ)ના ઘારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેષ મકવાણા, ડેપ્યુટી મેયર  પ્રેમલસિંહ ગોલ સહિત જૈન સમાજના અગ્રણીઓ અને સમાજના બંઘુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યએ હળવદ ભાજપના અગ્રણી નેતાના નિવાસસ્થાને મુલાકાત લીધી

saveragujarat

ચૂંટણી પંચ ખોળે બેસી ગયું : પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર

saveragujarat

અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટ દ્વારા “વિશ્વ અંગદાન દિવસ” નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

saveragujarat

Leave a Comment