Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૫ તાલુકામાં વરસાદ

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૨૬
રાજ્યમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં (૨૬મી તારીખ સવારે ૬ વાગ્યા સુધી) રાજ્યનાં ૧૨૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ ૬ ઇંચ જેટલો વરસાદ વલસાડના ઉમરગામમાં નોંધાયો છે. જાેકે, હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આગામી ચાર દિવસ પણ રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. આ સાથે વલસાડમાં હજી ચાર દિવસ સારો વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે જગતના તાતમાં ખુશીનો માહોલ છવાયો છે. મળતા આંકડા પ્રણાણે, છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યનાં ૧૨૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ વલસાડના ઉમરગામમાં ૫.૬૪ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે ભાવનગરના ધોધામાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ભરૂચ, સાયલા, ધોરાજીમાં બે ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. આ સાથે મળતી માહિતી પ્રમાણે, વલસાડના કપરાડા, મોડાસા, બાબરા, રાજકોટ, જૂનાગઢ, સિંહોર, ગોંડલ, બોટાદ, અંકલેશ્વર, કોડીનાર, સૂત્રાપાડા, ગીર, વાપી, વાગરા, માંગપોલ, વેરાવળ, ભાવનગર, બરવાળા, ભેસાણમાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર ૨૫મીને રવિવારથી પાંચ દિવસ સુધી વલસાડના છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. ત્યારે સુરત અને નવસારીમાં આગામી ૨૭મી અને ૨૮મી જૂનના રોજ ભારે વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. સુરત-નવસારીમાં આગામી બે દિવસ હળવો વરસાદ પડી શકે છે. તાપી અને ડાંગ જિલ્લામાં ૨૮મી આસપાસ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે ૨૬મી તારીખે રાજ્યમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, દમણના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે મોરબી, જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અરેલી, ગીરસોમનાથ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરના કેટલાક સ્થળોએ પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે કચ્છના કેટલાક સ્થળોએ પણ વરસાદ થઇ શકે છે. અભિમન્યુ ચૌહાણે આગાહી કરતા એમ પણ જણાવ્યુ કે, ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ રહેશે. અમદાવાદમાં પણ આગામી પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ૨૭મી તારીખે એટલે મંગળવારે દક્ષિણ ગુજરાતના વલસાડના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ અને દમણ, દાદરા નગરમાં ભારે વરસાદની સંભાવના છે.

Related posts

નર્સનો હોસ્પિટલમાંથી જ ગળેફાંસો ખાધેલો મળ્યો મૃતદેહ

saveragujarat

Ola બાદ આ ભારતીય કંપનીએ લોન્ચ કરી ઈ-બાઈક, જાણો શું છે કિંમત

saveragujarat

અંગ્રેજાેનો સાથ આપનારાઓ સામે પણ આજે કોંગ્રેસ પક્ષ મજબુતાઈથી લડી રહ્યો છે  જગદીશ ઠાકોર

saveragujarat

Leave a Comment