Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

અંગ્રેજાેનો સાથ આપનારાઓ સામે પણ આજે કોંગ્રેસ પક્ષ મજબુતાઈથી લડી રહ્યો છે  જગદીશ ઠાકોર

સવેરા ગુજરાત, અમદાવવાદ,તા.૯
પૂર્ણ સ્વરાજ મેળવવા પૂજ્ય મહાત્મા ગાંધીજીના “અંગ્રેજાે ભારત છોડો” આહવાન બાદ સમગ્ર ભારતમાં ઓગસ્ટ ક્રાંતિ થઇ હતી. “કોંગ્રેસ ત્યારે પણ અંગ્રેજાેની તાનાશાહી સામે લડતી હતી” આજ રોજ રાજ્યના૩૩ જીલ્લા ૮ મહાનગરોમાં “ભારત જાેડો તિરંગા યાત્રા”ના ભાગ રૂપે શહીદ વીર કિનારીવાલા સ્મારકે પુષ્પાંજલિ કર્યા બાદ મોટી સંખ્યામાં બાઈક સાથે મહાત્મા ગાંધીના ઐતિહાસિક સાબરમતી આશ્રમ ખાતે રેલી પહોચી હતી. ત્યારે અંગ્રેજાેને ભુલાવે તેવા હાલના શાસકો પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે ૮ ઓગસ્ટ ૧૯૪૨ એ ઐતિહાસિક દિવસ છે જયારે અગ્રેજાેના જાેર-જુલમને નાબુદ કરવા ભારતીયોના સ્વરાજના હક્ક અને અધિકાર માટે પૂજ્ય મહાત્મા ગાંધીજીએ “અંગેજાે ભારત છોડો”ના નારા સાથે અહિંસક ક્રાંતિની શરૂઆત કરી હતી. અંગ્રેજાે સામે તે વખતે પણ કોંગ્રેસ પક્ષ લડતો હતો અને અંગ્રેજાેનો સાથ આપનારાઓ સામે પણ આજે કોંગ્રેસ પક્ષ મજબુતાઈથી લડી રહ્યો છે. સાંપ્રત સમયમાં ભાજપ સરકારની નીતિઓને પગલે દેશમાં સાંપ્રદાયિકતાનું, ધ્રુવીકરણનું વાતાવરણ છે ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા “ભારત જાેડો તિરંગા યાત્રા” સાથે પ્રેમ, સદભાવના, સર્વધર્મ સમભાવના સદેશ સાથે આઝાદીના ચળવળમાં શહીદ થનાર સપૂતોને યાદ -વંદન કરી મહાત્મા ગાંધીના સ્વપ્નનું ભારતના નિર્માણની નેમ લીધી હતી. મંદી મોઘવારી, બેરોજગારી, કથળતી શિક્ષણ અને કાયદો વ્યવસ્થા સહીતના મુદ્દે ફરી એક વાર લડતની જરૂર છે અને કોંગ્રેસ આ માટે મેદાનમાં આગળ વધી રહી છે. યુવાનો, મહિલાઓ, શ્રમિકો, વંચિતો-પીડિતો, સામાન્ય-મધ્યમ વર્ગના હક્ક અને અધિકાર માટે કોંગ્રેસ પક્ષ સદાય લડત આપી છે અને આપતું રહેશે. વીર કિનારીવાલાના સ્મારક ખાતેથી સાંપ્રદાયિકતા અને ધ્રુવીકરણના વધતા જતા માહોલને રોકવા યોજયેલ “ભારત જાેડો તિરંગા યાત્રા” ગુજરાતના સપુત વીર કિનારીવાલાના સ્મારકે પુષ્પાંજલિ કરી વિશાળ બાઈક રેલી સ્વરૂપે પૂજ્ય બાપુના સાબરમતી આશ્રમ પોહચી હતી. જ્યાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો, પદાધીકારોએ પૂજ્ય બાપુની પ્રતિમાએ પુષ્પાંજલિ કરી હતી.
એઆઇસીસીનાં મંત્રી અને સૌરાષ્ટ્રનાં પ્રભારીશ્રી રામકીશન ઓઝાની ઉપસ્થિતમાં રાજકોટ ખાતે વિશાળ “ભારત જાેડો તિરંગા યાત્રા” યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં રાજકોટનાં અગ્રણીઓ, મહિલાઓ, સ્થાનિક આગેવાનો જાેડાઇ “ભારત માતા કી જય, વંદે માતરમ”નાં નાં બુલંદ નારા સાથે અંગ્રેજાેની ભાગલા પાડો અને રાજ કરોની નીતિ પર કામ કરતી ભાજપ સરકાર સામે હક્ક અને અધિકાર મેળવવા માટે બીજી એક આઝાદીની લડાઈ માટે આહ્વાન કર્યું હતું. સૌરાષ્ટ્રનાં પ્રભારીશ્રી રામકીશન ઓઝાએ જણાવ્યું હતું કે પૂજ્ય મહાત્મા ગાંધીજીનાં હત્યારા ગોડશેનાં પૂજારી આજે રાષ્ટ્રવાદનાં ખોટા સર્ટિફિકેટ આપી રહ્યા છે. રાષ્ટ્રવાદ કોંગ્રેસ અને દેશના તમામ નાગરિકોની નસ નસમાં વહે છે. દેશની આઝાદી માટે કોંગ્રેસ પક્ષનાં નેતૃત્વએ બલિદાન આપ્યા છે અને આઝાદી બાદ પણ ગાંધીજીનાં સ્વપ્નનાં ભારતનાં નિર્માણ માટે આદરણીય રાજીવ ગાંધીજી, આદરણીય ઇન્દિરા ગાંધીજીએ શહાદત વહોરી હતી

Related posts

સ્મૃતી મંધાના સૌથી મોંઘી ૩.૪૦ કરોડમાં વેચાઈ

saveragujarat

ગુજરાતી લોકગાયિકા કાજલ મહેરીયા પર પાટણના ધારપુરમાં હુમલો

saveragujarat

છેલ્લા ૨૪ કલાકમાં એક લાખ ૭૨ હજાર કેસ નોંધાયા

saveragujarat

Leave a Comment