Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

કોંગ્રેસ છોડી ભાજપમાં જઈને તેમની મહેચ્છા પૂરી થતી નથી

સવેરા ગુજરાત,બનાસકાંઠા, તા.૨૫
કોંગ્રેસના સિનિયર નેતાઓના ગુજરાતમાં બિપોરજાેય વાવાઝોડા પ્રભાવિત વિસ્તારની મુલાકાત શરૂ કરી છે. તેઓ વાવાઝોડાથી પ્રભાવિત પીડિતોની વ્યથા સાંભળશે. ત્યારે કોંગ્રેસના પૂર્વ નેતા જગદીશ ઠાકોર, લાલજી દેસાઈ અને જિગ્નેશ મેવાણી આજે બનાસકાંઠા અને પાટણમાં થયેલી અતિવૃષ્ટિમાં લોકોની મુલાકાતે હતા. ત્યારે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં ગયેલા નેતાઓ વિશે મોટું નિવેદન આપ્યું છે. કોંગ્રેસ છોડી જતા લોકો મામલે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે એક નિવેદનમાં કહ્યું કે, કોંગ્રેસમાંથી ભાજપમા જવાના કારણો મારા કરતાં મીડિયા સારી રીતે જાણે છે. કોંગ્રેસ છોડી ગયા પછી એક મહિના બાદ શું પરિણામ આવે છે તે પણ જાેયુ છે. પરંતું ભાજપમાં જઈને તેમની મહેચ્છા પૂરી થતી નથી. માત્ર ચૂંટણી પૂરતો જ તેમનો ઉપયોગ કરાય છે. ચૂંટણી પછી જે જે લોકો ગયા છે તેમની શુ દશા થાય છે તે પણ આપણે જાેયું છે.તેમણે કેવા લોકો કોંગ્રેસમાં જાય છે તે વિશે કહ્યું કે, બે થી ત્રણ પ્રકારના લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં જાય છે. એક જેનું આર્થિક પાસુ હોય, બીજું જેની સામે સરકારમાં ગુનાઓ દાખલ થયા હોય. અને ત્રીજા એવા લોકો જેમણે રાજકીય બાર્ગેનિંગ કરવું પડતું હોય છે. આ ઉપરાંત જેમના ખોળે આખી જિલ્લાની કોંગ્રેસ રહી હોય તેવા લોકો પણ કોંગ્રેસ પાર્ટીને દગો અને વિશ્વાસઘાત કરીને ભાજપમાં જાય છે,તેમણે કહ્યું કે, કોંગ્રેસમાંથી જનારા લોકોની ભારતીય જનતા પાર્ટીમાં કોઈ ઈચ્છા પૂરી થતી નથી, માત્ર ચૂંટણી પૂરતો જ ઉપયોગ કરવામાં આવે છે. ચૂંટણી પત્યા પછી જે જે લોકો ગયા છે તેમને શું દશા થાય છે તે પણ જાેયું છે. ભાજપ પાસે એવું કોઈ નેતૃત્વ જ નથી કે જે ગુજરાત કે દેશને સાચવી શકે એટલે જ બીજા પક્ષોને ધાક ધમકી આપી અને લાલચો, જે કંઈ આપવાનું હોય તે આપી પોતે મજબૂત થવાનો દાવો કરે છે.જગદીશ ઠાકોરે ભાજપ વિશે કહ્યું કે, જે દિવસે ભાજપમાં રહેતો દાવાનળ ફૂટશે તે દિવસે ટાવરનો નટ અને બોલ્ટ શોધ્યો મળશે નહીં તેવી વિગતો ભાજપમાંથી બહાર આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ શક્તિસંહ ગોહિલે નેતાઓની વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત ગોઠવી છે. તેમણે કહ્યું કે, વાવાઝોડા પ્રભાવિત વિસ્તારમાંથી અનેક ફરિયાદો મળી રહી છે. વાવાઝોડા પ્રભાવિત વિસ્તારમાં કેશડોલ યોગ્ય રીતે ન મળવાની ફરિયાદો પણ આવી છે. વાવાઝોડા પ્રભાવિત વિસ્તારમાં વૃક્ષોનું મોટાપાયે નિકંદન નીકળ્યું છે. પશુપાલકોને પૂરતા પ્રમાણમાં ઘાસચારો નથી મળી રહ્યો. અનેક ગામમાં વીજ પુરવઠો હજી પણ પૂર્વવત થયો નથી. વીજળી પુરવઠો નહીં થતા પીવાના પાણીની તંગી પણ છે.

Related posts

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર, મોરડુંગરાનો ૩૯ મો પાટોત્સવ પરમ ઉલ્લાસભેર ઊજવાયો

saveragujarat

રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીનું રાષ્ટ્રને સમર્પણ અને પ્રથમ પદાવીદાન સમારોહ કાર્યક્રમ યોજાયો.

saveragujarat

નવા મંત્રીમંડળમાં પાણી પુરવઠાનાં મંત્રી કુંવરજી બાવળિયાને સ્થાન ન અપાતા, કોળી સમાજે નોંધાવ્યો વિરોધ તથા સમગ્ર વીંછીંયા બંધ રાખવાનું એલાન કર્યું જાહેર…

saveragujarat

Leave a Comment