Savera Gujarat
Other

રાધનપુરમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવી ચીફ ઓફિસરની ખાસ માંગ

સવેરા ગુજરાત/રાધનપુર:-   પાલિકામાં ચીફ ઓફિસર અને એસઆઈની અગત્યની પોસ્ટ ખાલી હોવાને પગલે રાધનપુર શહેર નો વિકાસ રુંધાઈ રહ્યો છે, તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. માર્ગો પર ઠેર ઠેર ગંદકી, ગટરના રેલાતા ગંદા પાણીથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો કોગ્રેસ સાશિત પાલિકાના સત્તાધીશોએ પણ અનેક વખત ગાંધીનગર પ્રાદેશિક કચેરી તેમજ મંત્રીઓને પણ અનેક રજુઆતો કરી છતાં પણ કોઈ પરિણામ આવ્યું નથી. જેને લઇ પાલિકાના સત્તાધીશોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ સાશિત રાધનપુર પાલિકામાં છેલ્લા એક મહિનાથી કાયમી ચીફ ઓફિસર અને એસ આઈની પોસ્ટ ખાલી રહી છે. જેને પગલે શહેરની સ્થિતિ નર્કગાર જેવી બની છે. ઠેર ઠેર માર્ગો પર કચરાના ઢગ, માર્ગો પર રેલાતા ભૂગર્ભ ગટરના ગંદા પાણી, માર્ગોની બિસ્માર હાલતને લઇને શહેરીજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પાલિકાના અણધડ વહીવટ સામે રોષ ઠાલવી રહ્યા છે.શહેરના રૂધાંતા વિકાસ મામલે કોગ્રેસ સાશિત રાધનપુર પાલિકા પ્રમુખને પુછાતા તેમને જણાવ્યું હતું કે, રાધનપુર પાલિકા સાથે કોઈ દુશ્મની હોય તેવો વ્યવહાર થઇ રહ્યો છે. પહેલા ચીફ ઓફિસર મુકવામાં આવ્યા તે લાંચિયા હતા. જેને લઇ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારથી આજ દિન સુધી કામ ચલાઉ ચીફ ઓફિસર મુકવામાં આવે છે. કાયમી ચીફ ઓફિસર મુકવામાં આવતા નથી. જેથી પાલિકાનો વહીવટ કેવી રીતે કરવો એક મહિનાથી કામ ચલાઉ ચીફ ઓફિસર આવતા નથી તેમની સહી વગર કોઈ વિકાસના કામ કે સ્વછતા ના કામો થઇ શકતા નથી લોકોની અનેક ફરિયાદો આવે છે, તેનો નિકાલ કરવા માટે પાલિકાના વાહનોમાં ડીઝલ પણ અમારા ખર્ચે પુરાવીને લોકોને ઓછી હાલાકી પડે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેમ પાલિકા પ્રમુખે જણાવ્યું હતું.

એક મહિના સુધી કામ ચલાઉ ચીફ ઓફિસર ની નુમણુંક કરવામાં આવી છે પણ તેઓ પણ રાધનપુર પાલિકા મા આવતા નથી જેને લઇ આજે શહેર ની હાલત કફોડી બનવા પામી છે અને લકો ભારે હાલાકી નો સામનો કરી જીવી રહ્યા છે ત્યારે હવે પાલિકા મા કાયમી ધોરણે ચીફ ઓફિસર મુકવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.

Related posts

સમગ્ર દુનિયામાં કોરોના તબાહી મચાવશે, લાખો લોકોના થશે મોત

saveragujarat

દિલ્હી ખાતે નવા સંસદ ભવનમાં રાજ્યસભાને સંબોધિત કરતા પીએમ નરેન્દ્ર મોદી

saveragujarat

એક્ઝિટ પોલનું તારણ : રાજ્યમાં ફરીથી ભાજપની સરકાર

saveragujarat

Leave a Comment