Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

હાર્દિકે પોતાને રૂદ્રાક્ષની માળા, તલવાર અને કટાર સમો ગણાવ્યો

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૨૦
૨૦૨૩ પહેલા જય સરદાર અને જય પાટીદારના નારા લગાવનાર વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે નવી ડંફાશ મારી છે. તેણે પોતાને પીર ફકીર અને અલી અને હનુમાન ગણાવ્યો હતો. હાર્દિકે પોતાને આ ધરતીનું કેન્દ્રબિંદુ ગણાવી કહ્યુ પ્રણામ છું, હું હિંદુ છું. અમદાવાદના વિઠલાપુર ગામના કાર્યક્રમમા હાર્દિકે પોતાને રૂદ્રાક્ષની માળા, તલવાર અને કટાર સમો ગણાવ્યો. ઉપરાંત પોતેને ભોળા દિલની સરળ વ્યકિત ગણાવી હાર્દિકે વિરોધીઓને ચેતવણી આપી હતી. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના ૯ વર્ષ પૂરા થવા પર ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં તેની ઉજવણી કરવામાં આવી રહી છે. વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે પણ રવિવારે આ ઉજવણીના એક કાર્યક્રમમાં પોતાના મત વિસ્તારમાં હાજર રહ્યા હતા અને માંડલમાં એક હાઈવે તથા મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ સમયે હાર્દિક પટેલે શૌર્ય સંમેલનમાં લોકોને સંબોધન કર્યું હતું, જ્યાં તેમણે ‘હું હિન્દુ છુ’ નો નારો આપ્યો હતો. જાેકે અગાઉ મંચ પરથી કડકડાટ ભાષણ આપનાર હાર્દિકે મંચ પર મોબાઈલમાંથી કવિતા વાંચી સંભળાવી હતી. હાર્દિક પટેલે સંમેલનમાં લોકોને સંબોધતા કહ્યું, હું રૂદ્રાક્ષની માળામાં છું. હું તલવાર, કટાર અને ભાલામાં પણ છુ, હું શ્વેત છું હું શુદ્ધ પણ છુ. વિરુદ્ધ જશો મારી તો હું યુદ્ધ પણ છુ. ઈતિહાસમાં જાેયેલા આસું અને વહેલી રક્તધારા પણ છુ. હું આ ધરતીનું કેન્દ્ર બિંદુ-પ્રાણ હું હિન્દુ છુ. હું સ્મશાનની અગ્નિ, ગંગાનું પાણી, કબ્રની માટી છુ. હું પીર, ફકીર, અલી અને શ્રીરામનો હનુમાન પણ છુ. હું ભોળો છુ, સરળ પણ તમારો મિત્ર પણ છુ. હું લડી પણ લઉં અને તારા માટે મરી પણ જઉં એવી શક્તિ છુ. હું આ ધરતીનું કેન્દ્ર બિંદુ છુ, પ્રણામ હું હિન્દુ છુ. ગુજરાત વિધાનસભા ચૂટંણી વખતે ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં હાર્દિક પટેલ વિશે કેટલીક માહિતી સામે આવી હતી. જેમાં હાર્દિક પટેલ સામે રાજદ્રોહના બે કેસ સહિત ૨૦ કેસ નોંધાયેલા છે. જ્યારે હાર્દિક પટેલે એફિડેવિટમાં પોતાની કુલ સંપત્તિ ૬૧.૪૮ લાખ દર્શાવી હતી. હાર્દિક પટેલ પર ૨૦ ફોજદારી કેસ પેન્ડિંગ છે. ૨૦૧૫માં જ્યારે હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલનનું નેતૃત્વ કર્યું ત્યારે તેની સામે આ કેસ નોંધાયા હતા. હાલ વિરમગામના ધારાસભ્ય અને પાટીદાર અનામત આંદોલનના મુખ્ય સૂત્રધાર હાર્દિક પટેલ વિરુદ્ધ ધ્રાંગધ્રા કોર્ટે ફેબ્રુઆરી ૨૦૨૩માં ધરપકડ વોરંટ ઇસ્યૂ કર્યું હતું. ધ્રાંગધ્રાના હરીપર ગામે પાટીદાર અનામત આંદોલન સમયે પાસની સભા દરમિયાન આચાર સંહિતાનો ભંગ થતા તાલુકા પોલીસ મથકે હાર્દિક પટેલ સામે કેસ દાખલ કર્યો હતો. ધ્રાંગધ્રા પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટમાં કેસની મુદત દરમિયાન હાર્દિક પટેલ હાજર ન રહેતા કોર્ટે ધરપકડ અંગેનું વોરંટ ઇસ્યુ કર્યું હતું. ધ્રાંગધ્રા તાલુકાનાં હરિપર ગામે પાટીદાર અનામત આંદોલન સમયે પાસની સભા યોજાઇ હતી. આ સમયે હાર્દિક પટેલે આચાર સંહિતાનો ભંગ કરતા તાલુકા પોલીસ મથકમાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકમાં ધ્રાંગધ્રા પાસના પ્રમુખ કૌશીક પટેલ અને હાર્દિક પટેલ ઉપર કેસ નોંધાયો હતો. આ કેસ ધ્રાંગધ્રા પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટમાં ચાલતો હતો.

Related posts

મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં મેઘમલ્હાર ઃ ભારે વરસાદનું એલર્ટ

saveragujarat

જીવનમાં કામ સિવાય ઘણું બધું છેઃ બિલ ગેટ્‌સ

saveragujarat

ફકત કબુલાતના આધારે આરોપીને દોષિત ઠરાવી શકાય નહી: સુપ્રીમ કોર્ટ

saveragujarat

Leave a Comment