Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ઉત્તર પ્રદેશમાં ભારે ગરમી-લૂથી ૨૦૦થી વધુ લોકોનાં મોત થયા

લખનૌ, તા.૧૯
ઉત્તર પ્રદેશમાં ગરમીના કારણે અત્યારે સ્થિતિ વણસી ગઈ છે. રિપોર્ટ્‌સ પ્રમાણે કાળઝાળ ગરમી અને લૂ લાગવાથી ૨૦૦ લોકોના મોત થયા છે. એટલું જ નહીં વિવિધ જિલ્લાઓમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. ગરમીના પ્રકોપના કારણે હવે સ્થિતિ વધારે બગડી ન જાય એના માટે પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.ભારત દેશમાં અત્યારે વિવિધ રાજ્યોમાં વાતવરણ સતત પલટાઈ રહ્યું છે. રાજસ્થાનમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો ઉત્તર પ્રદેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશ – બિહારમાં લૂ લાગવાના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. યુપી ૧૪ ના બલિયામાં લૂ લાગવાને કારણે ઘણા લોકોના મોત નીપજ્યા છે. વિગતો પ્રમાણે જાેઈએ તો અહીં લગભગ ૨૦૦ લોકોના મોત નીપજ્યા છે. બલિયા જિલ્લાની જ વાત કરીએ તો અહીં ૯ દિવસમાં ૧૨૮ લોકોના મોત થયા હતા.ઉત્તર પ્રદેશમાં કાળઝાળ ગરમી અને લૂ લાગવાને કારણે ઘણા જિલ્લાઓમાં સ્થિતિ કફોડી બની ગઈ છે. અહીં મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. બલિયામાં લૂ લાગવાને કારણે છેલ્લા ૯ દિવસોમાં ૧૨૮ લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી છે. અત્યારે આ આંકડો પ્રતાપગઢમાં ૧૮ સુધી પહોંચી ગયો છે. વળી વારાણસીમાં પણ અત્યારસુધી ૭ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. બલિયામાં જેટલા લોકોના મૃત્યુ થયા છે અત્યારે તેની પાછળનું કારણ શોધવા માટે સ્વાસ્થ્ય વિભાગે તજવીજ શરૂ કરી દીધી છે. સર્ચ ટીમના રિપોર્ટના આધારે કાર્યવાહી થઈ શકે એવી ચર્ચા પણ થઈ રહી છે.બલિયામાં ભીષણ ગરમી અને લૂ લાગવાથી છેલ્લા ૪ દિવસોની અંદર ૫૪ લોકોના મોત થયા છે. જાેકે આરોગ્ય અધિકારીએ રવિવારે દાવો કર્યો છે કે જિલ્લામાં હીટ સ્ટ્રોકના કારણે અત્યારસુધી માત્ર ૨ લોકોના મોત થયા છે. વળી બલિયાના પરિવહન મંત્રીએ કહ્યું કે ગરમીના સમયગાળામાં અહીં મૃત્યુઆંક વધતો આવે છે. અત્યારે ગરમીના કારણે સ્થિતિ વણસે નહીં એના માટે ૨ સભ્યોની ટીમે રવિવારે તપાસ શરૂ કરી દીધી છે.બલિયાના મુખ્ય સ્વાસ્થ્ય અધિકારી ડો.જયંત કુમારે દાવો કર્યો છે કે બલિયા જિલ્લામાં હિટ સ્ટ્રોકના કારણે અત્યારસુધી માત્ર ૨ લોકોના મોત થયા છે. તેમણે દાવો કરતા કહ્યું કે જિલ્લા હોસ્પિટલની તપાસ દરમિયાન સામે આવ્યું કે ૪૦ ટકા લોકોનું તાવ તથા ૬૦ ટકા લોકોને અન્ય કારણોસર મૃત્યુ થયું છે. નોંધનીય છે કે અત્યારસુધી ૨ લોકોના મોત જ હિટસ્ટ્રોકથી થયાનો દાવો તે લોકો કરી રહ્યા છે.

Related posts

જામનગરમા 25 ફૂટ લાબું હોલિકાનું પૂતળું બનાવવામાં મથામણ કરતો ભોઈ સમાજ

saveragujarat

સુરતના હજીરા રાયસણ હાઇવે પરથી ફિલ્મી સ્ટાઇલમાં હત્યા કરી ધડ અને શરીર અલગ કરી બેગમાં ભરેલી લાશ મળી

saveragujarat

રખડતા ઢોરની જવાબદારી માલધારીની જ: હાઈકોર્ટ નો આદેશ

saveragujarat

Leave a Comment