Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

સીએમ ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળમાં નવી ૩૬૫ ગ્રામ પંચાયતને મંજૂરી

સાવેરા ગુજરાત,અમદાવાદ, તા.૧૨
ગુજરાતમાં ગ્રામ પંચાયતોના વિભાજનની પ્રક્રિયા પંચાયત વિભાગ દ્વારા હાથ ધરાઇ છે. ૫ હજાર કે તેથી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોના વિભાજન અંગેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ર્ંમ્ઝ્ર અનામત લાગુ થાય તે પહેલાં ગ્રામ પંચાયતોના વિભાજનની પ્રક્રિયા પૂર્ણ કરાશે. તાજેતરમાં નવી ૧૯ ગ્રામ પંચાયતોને મંજૂરી આપવામાં આવી છે. ગુજરાતમાં નવી ગ્રામ પંચાયતો ઉમેરાતા ૧૪ હજાર ૬૦૦ ગ્રામ પંચાયત અસ્તિવમાં છે.ગુજરાતમાં છેલ્લા ૧૮ મહિનામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળમાં નવી ૩૬૫ ગ્રામ પંચાયતોને મંજૂરી આપવામાં આવી છે. તાજેતરમાં જ નવી ૧૯ ગ્રામ પંચાયતોને મંજૂરી આપવામાં આવી છે. અગાઉ ગુજરાતના ૩૩ જિલ્લામાં ૧૪૨૩૫ ગ્રામ પંચાયતો હતી. જે છેલ્લા ૧૮ મહિનામાં વધીને ૧૪૬૦૦ ગ્રામ પંચાયત થઇ છે.મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે બીજી વખત સત્તા સંભાળ્યા પછી હાથ ધરાયેલી ગ્રામ પંચાયતની વિભાજન પ્રક્રિયામાં કુલ ૫૬ ગ્રામ પંચાયતોના વિભાજનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પૈકી અત્યાર સુધીમાં ૧૯ નવી ગ્રામ પંચાયતોને મંજૂરી અપાઇ છે. જ્યારે ૫ ગ્રામ પંચાયતોની અરજી નામંજુર કરવામાં આવી છે. આ પાંચ દરખાસ્ત અધુરી હોવાથી પરત મોકલવામાં આવી છે.મહત્વનું છે કે ગ્રામ પંચાયત એ ગ્રામ્ય સ્તરે આવેલ વહીવટી સંસ્થા છે, જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું ગ્રામ્ય કક્ષાનું સ્તર છે. અહીં તલાટી-કમ-મંત્રી, સરપંચ અને અન્ય ગ્રામ પચાંયતના સભ્યની બેઠક યોજવામાં આવે છે. ગ્રામ્ય કક્ષાના વિકાસને લગતા કાર્યો અહીંથી કરવામાં આવે છે. ગ્રામ પંચાયત ૮ થી ૧૬ સભ્યોની બનેલી હોય છે. ગ્રામ પંચાયતમાં એક સરકારી કર્મચારી – તલાટી-કમ-મંત્રી પણ હોય છે, જેણે ગ્રામ પંચાયતનો હિસાબ રાખવો, કર ઉઘરાવવો, દાખલા આપવા વગેરે જેવા કાર્યો કરવાના હોય છે.

Related posts

ઈમરાન ખાનની અથવા તો મારી હત્યા થશે : રાણા સનાઉલ્લાહ

saveragujarat

ટાઈટેનિકના કાટમાળ અને આસપાસના સમુદ્રના વિસ્તારની સફર કરાવતી સબમરિન ગુમ થતા ચકચાર

saveragujarat

મતદાર યાદીમાં આપોઆપ તમારું નામ ઉમેરાઈ જશે અને દૂર થઈ જશે

saveragujarat

Leave a Comment