Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

૧૫મી તારીખે ગુજરાત સાથે બિપરજાેય વાવાઝોડુ ટકરાશે

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૧૧
૧૫ તારીખે બપોરે ૧૧થી ૩ વાગ્યા વચ્ચે ગુજરાત સાથે બિપરજાેય વાવાઝોડુ ટકરાશે. પોરબંદર, ઓખા, બેટ દ્વારકા અને કચ્છમાં આ વાવાઝોડાની તીવ્ર અસર જાેવા મળશે. વાવાઝોડાની સચોટ દિશા હાલ નક્કી કરવી અસંભવ છે. કારણ કે, હજુ પણ વાવાઝોડાની દિશા બદલાઈ શકે છે. જાે આવું થયુ તો ગુજરાત માટે રાહત સમાચાર બની રહેશે. પરંતું હાલ વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું ૧૫ તારીખે બપોરે દરિયાકાંઠે ટકરાવવાનું અનુમાન છે. તેની ગતિ ૧૨૫થી ૧૩૫ કિમી પ્રતિ કલાકની રહેશે. જ્યારે તે ટકરાશે ત્યારે તેની ગતિ ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે. પરંતુ આ વાવાઝોડુ કચ્છને વધુ અસર કરે તેવી શક્યતા છે. ૧૯૯૮ બાદ ફરી એક વાર કચ્છ પર વાવાઝોડાનો ખતરો મંડરાયો છે. ૨૫ વર્ષ બાદ કચ્છ પર બિપોરજાેયને લઈને ખતરો મંડરાઇ રહ્યો છે. ૯ જુન ૧૯૯૮ ના રોજ કંડલામાં વાવાઝોડું ત્રાટક્યુ હતું. જે એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોન સ્વરૂપે ટકરાયું હતું. અનેક લોકોના આ વાવાઝોડામાં મોત હતા. તો કચ્છની અબજાેની સંપત્તિને નિકસાન થયુ હતું. તે સમયે વીજળીના ૪૦ હજારથી વધારે થાંભલા ધરાશાયી થયા હતા. મોટી સંખ્યાના ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત થતાં લાંબા સમય સુધી વિજપુરવઠો ખોરવાયો હતો. તે સમયે કંડલા પોર્ટને કરોડોનું નુકસાન થયું હતું. તો મીઠા ઉદ્યોગની નુકસાનીનો અંદાજ ૧૫૦ કરોડ કરતાં વધારેનો હતો. ઓઇલ કાર્ગો, ક્રેઇન, આગબોટ, વે-બ્રીજ બાર્જીસ ઉપરાંત હજારો ટન ઘઉં, સેંકડો ટન ખાંડ, ૧૧૦૦૦ કરતાં વધારે ટન તેલીબિયા નષ્ટ થયા હતા. કચ્છના બાગાયતી પાકને મોટાપાયે નુકસાન થયુ હતુ. ભચાઉના કાંઠાળ વિસ્તારમાં અનેક ઊંટ મૃત્યુ પામ્યા હતા. પાટા ધોવાઇ જવાથી રેલવે અને ઇફકોને મોટું નુકસાની થઈ હતી. ફરી વાર વર્ષ ૧૯૯૮નું પુનરાવર્તન થવાનો ડર કચ્છવાસીઓને સતાવી રહ્યો છે. રાહત કમિશનર અશોક પાંડેએ વાવાઝોડાની માહિતી આપતા જણાવ્યું કે, ૧૪ અને ૧૫ તારીખે કચ્છની આસપાસ વાવાઝોડાની વધારે અસર રહેશે. કચ્છ અને કરાંચી વચ્ચે બિપોરજાેય ટકરાવાની શક્યતા સૌથી વધુ છે. વાવાઝોડા દરમિાયન કચ્છ, જામનગર, મોરબી, દ્વારકા અને ગીરરસોમનાથમાં ભારે અસર થશે. અને જાે વાવાઝોડું વધારે ઉપર જાય તો બનાસકાંઠા અને પાટણને પણ અસર કરી શકે છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્ય ના દરિયાઈ વિસ્તાર ના જિલ્લાઓ માં સંભવિત બીપ્રોજાેય વાવાઝોડા ની અસર સામે જિલ્લા તંત્રએ કરેલા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને આ જિલ્લાઓની જવાબદારી સોંપી છે. તદનુસાર, કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ, મોરબીમાં કનુભાઈ દેસાઈ, રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ, પોરબંદરમાં કુવરજી બાવળિયા તેમજ જામનગર જિલ્લામાં મુળુભાઇ બેરા અને દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી, જૂનાગઢ જિલ્લા માટે જગદીશ વિશ્વકર્મા અને ગીર સોમનાથ માટે પરસોત્તમ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે. આ બધા જ મંત્રીઓને તેમને સોંપાયેલા જિલ્લાઓમાં પહોંચી જવાની સૂચનાઓ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે.

Related posts

ભાજપના સાંસદ રમેશ બિધૂડીએ બસપાના સાંસદ દાનિસ અલીને આતંકી-મુલ્લા કહ્યા

saveragujarat

આલિયા ભટ્ટ ને ‘કન્યાદાન’ ની જાહેરાત કરવી મોંઘી પડી, મુંબઈમાં અભિનેત્રી વિરુદ્ધ નોંધાયો કેસ…

saveragujarat

છેલ્લા ૨૪ કલાકમાં એક લાખ ૭૨ હજાર કેસ નોંધાયા

saveragujarat

Leave a Comment