Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

રાજ્યમાં આગામી દિવસોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૮
અરબ સાગરમાંથી ઉત્પન્ન થયેલા સાયક્લોન બિપરજાેયેહવામાન વિભાગના વૈજ્ઞાનિકોની ચિંતામાં વધારો કર્યો છે. આગામી ૨૪ કલાકની અંદર જ ગુજરાત રાજ્યમાં મોટાપાયે વાતાવરણમાં પલટો આવી શકે છે. આની ગંભીર અસર પણ દરિયાકાંઠાના જે વિસ્તારો પર થશે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે બુધવારે સવારે લગભગ ૫.૩૦ વાગ્યે સાયક્લોન બિપરજાેયનું લોકેશન ગોવાના વેસ્ટ – સાઉથ – વેસ્ટમાં લગભગ ૮૯૦ કિલોમીટર દૂર હતું. તે હવે નોર્થ તરફ વધારે પ્રયાણ કરશે એવી આગાહી કરાઈ છે.આઈએમડીએ કહ્યું કે ઈસ્ટ- સેન્ટ્રલ અરબ સાગર અને આસપાસના વિસ્તારોમાં ૯૦-૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાય છે. સાયક્લોન બિપરજાેયના કારણે બુધવારે સાંજ સુધી હવાઓની ગતિ ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે. જ્યારે નોર્ધન કેરળ-કર્ણાટક-ગોવાના કિનારાઓ પર ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આઈએમડીએ ગત દિવસે સાંજે જણાવ્યું કે શુક્રવારથી ગુજરાતમાં બિપરજાેય સાયક્લોનની અસર વધી શકે છે, સુસવાટા મારતા પવન સાથે વાવાઝોડું ફુંકાઈ શકે છે. જાેકે આ ચક્રવાતની અસર પશ્ચિમી કિનારા પરના રાજ્યોમાં જાેવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે ધોધમાર વરસાદને કારણે આ વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે.આઈએમડીની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં શુક્રવાર, શનિવાર અને રવિવારે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ૩૦-૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. સુરત, નવસારી, ડાંગ, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં આ ત્રણ દિવસ વીજળીના કડાકા, વાવાઝોડાની સાથે હળવા વરસાદની શક્યતા છે. ૧૧ અને ૧૨ જૂનના દિવસે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ અપાયું છે. અહીં દરિયામાં મોટા મોટા મોજા ઉછળી શકે છે. હવામાનમાં ફેરફારને કારણે મહત્તમ તાપમાન નીચું રહ્યું છે, શહેરનું મહત્તમ ૩૯ ડિગ્રી સેલ્સિયસ સામાન્ય કરતાં ૧. ૭ ડિગ્રી ઓછું હતું. લઘુત્તમ ૨૮. ૮°ઝ્ર સામાન્ય કરતાં ૦. ૮ ડિગ્રી વધુ હતું. બુધવારના રોજ આઈએમડીની આગાહીમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘આગામી ચાર-પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તેવી સંભાવના છે. બુધવારે ૪૨. ૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાને સુરેન્દ્રનગર ગુજરાતનું સૌથી રહ્યું હતુ. ત્યારબાદ રાજકોટ ૪૧. ૫ ડિગ્રી સેલ્સિયસ અને અમરેલીમાં ૪૧. ૨ ડિગ્રી સેલ્સિયસ તાપસાન નોંધાયું હતું.ગાંધીનગરમાં રિલિફ કમિશનર આલોક કુમાર પાંડેએ બુધવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સાયક્લોન બિપરજાેયના કારણે ઉત્પન્ન થયેલી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે. આ મોટાભાગે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરે તેવી શક્યતા છે. બુધવારે ગાંધીનગરમાં વેધર વોચ ગ્રુપની બેઠક મળી હતી, જેમાં વિવિધ વિભાગો અને હવામાન વિભાગના અધિકારીઓએ હાજરી આપી હતી. પાંડેએ કહ્યું કે ૧૫ એનડીઆરએફટીમો અને ૧૧ એસડીઆરએફટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. માછીમારોને ૧૪ જૂન સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

Related posts

PM મોદીને રાહુલ ગાંધીએ જન્મદિવસની શુભકામના પાઠવતા જુઓ શું કહ્યું ?

saveragujarat

વિસનગરમાં “આપ કે દ્વાર આયુષ્યમાન” ત્રિ-દિવસીય મહાઝૂંબેશનું આયોજન,વિસનગરના ધારાસભ્ય અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ વિવિધ કેન્દ્રો પર ઉપસ્થિત રહેશે

saveragujarat

સુરતમાં પરીક્ષા આપવા જતી વિદ્યાર્થીનીનું અકસ્માત માં મોત

saveragujarat

Leave a Comment