Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ઉત્તર ગુજરાતમાં આઠ કરોડથી વધુ વૃક્ષો વવડાવી તેના ઉછેરવા માટે પ્રેરણા પૂરી પાડી, શાળા પ્રવેશોત્સવ માં દરેક બાળકને વૃક્ષ વાવવા આપી પર્યાવરણ પ્રેમી બનાવ્યા

સવેરા ગુજરાત,સાબરકાંઠા, તા.૬
પર્યાવરણ ક્ષેત્રે ૨૦૦૧માં રાષ્ટ્રપતિના હસ્તે ઇન્દિરા પ્રિયદર્શની એવોર્ડ, વૃક્ષ મિત્ર, પાટીદાર રત્ન, બેસ્ટ ફાર્મર એવોર્ડ, ધરતી રત્ન જેવા અનેક એવોર્ડ મેળવનાર પર્યાવરણ પ્રેમી જીતુભાઈ પટેલ.જીતુભાઇએ ૧૨૦૦થી વધુ પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓની એકઠી કરી ગ્રીન ગ્લોબલ બ્રિગેડ સંસ્થાની સ્થાપના કરી .સાબરકાંઠાને પોતાની કર્મભૂમિ બનાવી પર્યાવરણ ક્ષેત્રે અનોખું પ્રદાન કરનાર જીતુભાઈ પટેલ કોઈ ઓળખ ના મોહતાજ નથી. પર્યાવરણ ક્ષેત્રે કામગીરી કરી અનેક એવોર્ડ મેળવી ગુજરાતની ૧૨૦૦થી વધુ પર્યાવરણ ક્ષેત્રે કામ કરનાર સંસ્થાઓને ગ્રીન ગ્લોબલ બ્રિગેડ નામ આપી એક બનાવનાર જીતુભાઈએ ૮ કરોડથી વધુ વૃક્ષ ઉછેરનો અનોખો રેકોર્ડ બનાવ્યો છે. આ વિશ્વ પર્યાવરણ દિવસે ૧૧૧ વડના વૃક્ષ વાવ્યા. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી થી લઈ માજી.મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, માજી.મુખ્ય મંત્રીશ્રી રૂપાણી અને હાલના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જીતુભાઇના પર્યાવરણ ક્ષેત્રે કરેલ કામગીરી ને બિરદાવી છે. પર્યાવરણ ક્ષેત્રે ૨૦૦૧માં રાષ્ટ્રપતિના હસ્તે ઇન્દિરા પ્રિયદર્શની એવોર્ડ, વૃક્ષ મિત્ર, પાટીદાર રત્ન, બેસ્ટ ફાર્મર એવોર્ડ, ધરતી રત્ન જેવા અનેક એવોર્ડ મેળવનાર પર્યાવરણ પ્રેમી જીતુભાઈ પટેલ જણાવે છે કે, પર્યાવરણ-વૃક્ષો જીવસૃષ્ટિ માટે ખૂબ જ જરૂરી છે કોરોનાએ આપણને ઓક્સિજનની જરૂરિયાત સમજાવી છે. જીવસૃષ્ટિ ઓક્સિજન વિના શક્ય નથી. આજે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને કારણે વાતાવરણ પર જે માઠી અસરો થઈ રહી છે. તેના દુષ્પ પરિણામ સ્વરૂપ આપણે ઋતુઓમાં પરિવર્તનને જાેઈ રહ્યા છીએ. ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે વરસાદ વાવાઝોડા પુર જેવી સમસ્યાઓનો આપણી સામનો કરી રહ્યા છીએ. આ તમામ સમસ્યાઓનું હલ માત્ર અને માત્ર વૃક્ષોમાં રહેલું છે. જાે આપણે આપણી ભવિષ્યની પેઢીને સારું વાતાવરણ, સ્વસ્થ દુનિયા આપવા ઇચ્છતા હોઈએ તો વૃક્ષો વાવવા અને ઉછેરવા એકમાત્ર વિકલ્પ છે.જીતુભાઈ જણાવે છે કે બાળપણમાં ગામડામાં ઉકરડા ઉપર કુદરતી રીતે ઉગેલા આંબાના વૃક્ષ ને સારી જગ્યાએ વાવી ઉછેરીને મીઠા ફળ ખાવાનો જે લ્હાવો મળ્યો હતો, તે લ્હાવો બાળકો આજે પણ લઈ શકે અને એ બહાને વૃક્ષોનું જતન થાય તે હેતુથી શાળાના બાળકોને વૃક્ષારોપણનું મહત્વ સમજાવવું ખૂબ જરૂરી છે. આજે શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ વખતે જે વૃક્ષારોપણ કરાવવામાં આવે છે તેના મૂળમાં જીતુભાઈના પ્રયાસો છે. બાળપણથી બાળક વૃક્ષના મહત્વ સમજે તે ખૂબ જરૂરી છે. પ્રકૃતિના પાઠ શાળામાંથી મેળવી જીવનમાં ઉતારશે તો પર્યાવરણનું જતન આપોઆપ થશે.ગ્રીન ગ્લોબલ બ્રિગેડ સંસ્થા હાલમાં પાંચ લાખથી વધુ સભ્યો ધરાવે છે. આ સભ્યો પાંચ ખાસ નિયમો પાળે છે. જેમાં દર વર્ષે એક ઝાડ વાવવું અને ઉછેરવું, બેટી બચાવો બેટી ભણાવો, કચરો કચરાપેટીમાં નાખવો, અન્નનો બગાડ ન કરવો, વીજળી પાણીનો બચાવ કરવો. તેમજ તેનાથી જેટલા લોકો સુધી પહોંચાડે એટલા લોકોને આ નિયમ પહોંચાડવા તેઓ વિનંતી કરે છે. આમ તેમણે ૮ કરોડથી વધારે વૃક્ષોનો ઉછેર કરાવ્યો છે હાલમાં પણ તેઓ જ્યાં પણ જગ્યા મળે ત્યાં વૃક્ષો વાવીને ઉછેરવાના નિયમો પાડે છે. તેઓ જણાવે છે કે વૃક્ષ વાવવું આસાન છે પરંતુ તે વૃક્ષની માવજત કરવી ખૂબ જરૂરી છે. વૃક્ષો તો વાવી દેવાય છે પરંતુ પછી તેની માવજત થતી નથી. જેના કારણે સુકાઈ જાય છે માટે એક વૃક્ષ વાવો પરંતુ આખું વર્ષ એની માવજત કરો. એક વૃક્ષની માવજત ત્રણ વર્ષ કરવામાં આવશે તો એ વૃક્ષ તૈયાર થઈ જશે આમ નાની પરંતુ મહત્વની બાબતો ઉપર ધ્યાન રાખી પર્યાવરણનું જતન કરો.ઋષિવન વિશે જણાવતા તેઓ ઉમેરે છે કે પ્રકૃતિના સંવર્ધન માટે તેમણે સાબરમતી નદીના કોતરોમાં વૃક્ષો વાવવાની શરૂઆત કરી હતી. આગળ જતા આ જગ્યા સુંદર પાર્કમાં પરિણમી અને બાળકો પ્રકૃતિને માણી શકે તેમજ પશુ પક્ષીઓને આવાસ મળી શકે તે માટે પબ્લિક માટે ખુલ્લો મુકવામાં આવ્યો. આજે દર વર્ષે સાત લાખથી વધુ લોકો આ ઋષિવન ની મુલાકાત લે છે આ ઋષિવનમાં ૧,૦૦૦ થી વધુ મોર, ૧૬૫ પ્રજાતિના પક્ષીઓ વિલુપ્ત થતા શાહુડી, શિયાળ, અજગર, મોનિટર લીઝર્ડ, જરખ વગેરેનું સંવર્ધન થઈ રહ્યું છેયુવાનને પણ શરમાવે તેવા ૬૧ વર્ષીય જીતુભાઈ હાલમાં વૃક્ષ ઉછેરના નિયમો પાડે છે. સગા સંબંધીના સારા-નરસા તમામ પ્રસંગોએ વૃક્ષારોપણ કરે છે. ઋષિવન ના કર્મચારીઓના બાળકોને શિક્ષણ આપવાનું કામ, પશુ પક્ષીઓને ભોજન પાણી આપવાનું, ગંગાસ્વરૂપા બહેનોને સન્માન આપવું, દિવ્યાંગો માટે સારા કામ કરવા, કોરોના સમયે સમાજને ખૂબ જ ઉપયોગી બનેલ જે બદલ કોરોના વોરિયર્સનું સન્માન પત્રક, ૧૮૦ દેશોમાં ભ્રમણ કરેલ જીતુભાઈ પોતાની સંપત્તિને સમાજ ની દેન માની સમાજ સેવાના અનેકવિધ કાર્યો કરી પર્યાવરણ સેવાને જીવન મંત્ર માને છે.

Related posts

સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ, બનાસકાંઠા દ્વારા અંબાજી મંદિર ચાચરચોક ખાતે વડાપ્રધાન મોદીજી ના જન્મદિવસ નિમિતે રંગોળી પુરી શુભકામનાઓ આપવામાં આવી

saveragujarat

ભાજપના સાંસદ રમેશ બિધૂડીએ બસપાના સાંસદ દાનિસ અલીને આતંકી-મુલ્લા કહ્યા

saveragujarat

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આયોજીત “શ્રી મુક્તજીવન સ્વામીબાપા મોક્ષદાયી સ્મૃતિ યાત્રા, દક્ષિણ ભારત” માં આચાર્ય શ્રી જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રયદાસજી સ્વામીજી મહારાજે ત્રિવેન્દ્રમના સુપ્રખ્યાત જટાયુ અર્થ સેન્ટર તથા શ્રી પદ્મનાભ મંદિરને પુનિત પદરેણુથી પાવન કર્યું …

saveragujarat

Leave a Comment