Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

બોડકદેવમાં ઘરવખરીના સામાનના ઝઘડામાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાની ઘટના

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૬
બોડકદેવમાં ઘરવખરીના સામાનના ઝઘડામાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાની ઘટનામાં, પોલીસે ૧૧૭ ઝ્રઝ્ર્‌ફ અને ૩૦૦થી વધુ મજૂરોની તપાસ કરીને હત્યારાને શોધી કાઢ્યો છે. ર્નિમલ હરેજ નામનો આરોપી જે મૂળ ઝારખંડના ખુંટી જિલ્લાનો રહેવાસી છે. ર્નિમલ હરેજ છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં મજૂરી કામ કરતો હતો. ગત ૪ જૂનના રોજ ઘરવખરીના વપરાશ જેવી સામાન્ય તકરારમા પોતાની સાથે જ રહેતા મિત્ર અનુપમ જાેગીને માથાના ભાગે લોંખડનો સળિયો મારી હત્યા નિપજાવી ફરાર થઈ ગયો હતો. બોડકદેવ પોલીસે ગણતરીના કલાકોમાં ભાટ પાસેથી આરોપીને ઝડપી પાડી હત્યાના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો.હત્યાની ધટનાની વિગતવાર વાત કરીએ તો આરોપી ર્નિમલ અને મૃતક અનુપમ એસપી રિંગ રોડ પર ડ્રિમ વિવાન નામની કન્સ્ટ્રકશનની સાઇટ પર કામ કરતા બે શ્રમિકો વચ્ચે ઘરવખરીના સામાન બાબતે ઝઘડો થયો હતો. જાેકે સાઈટ પર કામ પતાવ્યા બાદ બંને મિત્ર એક રૂમ માં સાથે જમવા બેઠા હતા. જમતી વખતે વાસણ આપવા જેવી સામાન્ય બાબતે બને મિત્રો વચ્ચે માથાકૂટ થઈ અને બંને છુટા પડી ગયા હતા. પરંતુ આરોપી ર્નિમલે ઝગડાની અદાવત રાખી મિત્ર ર્નિમલ ના માથાના ભાગે લોખંડ સળિયો મારી મોતને ઘાટ ઉતારી દીધો.આરોપી હત્યા કર્યા બાદ ફરાર થઈ ઝારખંડ તરફ ફરાર થવાની ફિરાકમાં હતો પરંતુ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપી ને દબોચી નાખ્યો. હાલ તો બોડકદેવ પોલીસે આરોપીની ધરપકડ કરી આરોપી અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ અને કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે નહીં તે દિશામાં તપાસ તેજ કરી છે.પકડાયેલ આરોપી ર્નિમલ છેલ્લા દસ વર્ષથી અમદાવાદમાં રહી કન્સ્ટ્રક્શન સાઇટ પર મજુરી કામ કરતો હતો. હત્યા કર્યા બાદ તે ઝાડીઓમાં સંતાતો સંતાતો ઝુંડાલ તરફ પહોંચ્યો હતો અને ત્યાં એક કન્સ્ટ્રકશન સાઇટ જાેઈ રોકાયો હતો. ત્યાં તેને કામ મળવાની આશા હતી અને કામ મળ્યા બાદ થોડા નાણાં મળે તો ભાગી જવાની ફિરાકમાં હોવાનું સામે આવ્યું. જાેકે આરોપીને પકડવા પોલીસે અલગ અલગ ટીમ બનાવી ૨૦ સાઇટ પર જઈને ૩૦૦થી વધુ મજૂરોની પૂછપરછ કરી હતી અને અસંખ્ય સીસીટીવી ચેક કર્યા બાદ આરોપી ઝડપાયો. બોડકદેવ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી.

Related posts

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે વાયુસેનાના પ્લેનમાં એનડીઆરએફની ટીમ ઉતરી

saveragujarat

સેન્સેક્સમાં ૩૦૬, નિફ્ટીમાં ૮૯ પોઈન્ટનો થયેલો કડાકો

saveragujarat

ગુજરાતમાં ફાળવાયેલા ૨૦૨૨ બેચના ૯ આઇએએસ પ્રોબેશ્નર્સએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની લીધી મુલાકાત

saveragujarat

Leave a Comment