Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

શરમાળ સાહિલ ગર્લફ્રેન્ડ સાક્ષી માટે આટલો ક્રૂર કેવી રીતે બની ગયો?

નવી દિલ્હી, તા.૧
એસી મિકેનિક સાહિલ ખાન, જેણે ૧૬ વર્ષની સાક્ષી પર ર્નિદયી રીતે હુમલો કરી હત્યા કરી નાખી, તેણે શહેરને અંદરથી હચમચાવી દીધું છે. કોઈ વ્યક્તિ આટલો ક્રૂર કેવી રીતે બની શકે? તેણે સાક્ષીના શરીરમાં ૨૦થી વધુ વખત છરી મારી હતી અને બાદમાં પથ્થરથી માથું છુંદી નાખ્યું હતું. ઘટનાના ૨૪ કલાકની અંદર જ હત્યારાની દિલ્હી પોલીસે બુલંદશહરથી ધરપકડ કરી હતી. બુધવારે કોર્ટે તેને બે દિવસ માટે પોલીસ રિમાન્ડમાં મોકલ્યો હતો. આ વચ્ચે સાહિલના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી તેની હરકતો વિશે જાણ થાય છે, જે મુજબ તે ‘હાર્ક લાઈફ’ જીવવાનું પસંદ કરતો હતો. પરિવારના સભ્યો અને પાડોશીઓએ તેને ‘શરમાળ પ્રકૃતિ’નો છોકરો ગણાવ્યો હતો, જેને માત્ર પોતાના કામથી જ મતલબ હતો. પરંતુ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કંઈક અલગ જ કહે છે. મોટાભાગની તસવીરો અને વીડિયોમાં તે મિત્રો સાથે હુક્કો અથવા દારુ પીતો દેખાયો. સાહિલના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં ૫૬ પોસ્ટ છે, જે તેના જીવન અને પર્સનાલિટીની ઝલક બતાવે છે. તેણે પોતાને પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાનો ફેન, દારુ લવર અને પ્રામાણિક મિત્ર ગણાવ્યો છે. આ સિવાય તેણે એક રિલ શેર કરી છે, જેમાં વોઈસઓવરમાં કહેવામાં આવ્યું છે કે ‘યે દુનિયા ચેન સે જીને નહીં દેતી, આતંક મચાના જરૂરી હૈ’. પોલીસ સૂત્રનો જણાવ્યા પ્રમાણે, સાહિલ ખાન, જે સ્કૂલ ડ્રોપ આઉટ હતો, તે ચરસ અને ગાંજાને આદી હતો. એક મિત્રએ પોલીસ સમક્ષ ખુલાસો કર્યો હતો કે, ૨૦ વર્ષનો આ છોકરો હુક્કામાં મારિજુઆના સ્મોક કરતો હતો. બાઈક રાઈડિંગ પર જતાં પહેલા તે દારુ પણ પીતો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘હકીકતમાં સાહિલે જ કહ્યું હતું કે, ઘટનાના દિવસે બપોરે તેણે બદલાની ભાવના સાથે દારુ પીવાનું શરૂ કર્યું હતું’. ઉત્તર-પશ્ચિમ દિલ્હીના બરવાળામાં આવેલી જૈન કોલોનીમાં સાહિલના મકાનમાલિકે દાવો કર્યો હતો કે, તે ભાગ્યે જ આસપાસના લોકો સાથે વાતો કરતો હતો. ‘તેનો પરિવાર છેલ્લા બે વર્ષથી અહીં રહે છે પરંતુ મેં ક્યારેય તેને કોઈની સાથે ઝઘડો કરતાં જાેયો નથી. તે હંમેશા પોતાની જ ધૂનમાં રહેતો હતો’, તેમ ફૂલ કુમારે ઉમેર્યું હતું. જાે કે, પોલીસને જાણવા મળ્યું છે કે તે પહેલા જે વિસ્તારમાં રહેતો હતો, તે શાહબાદ ડેરી પાસે સની નામના યુવકને મારી નાખ્યો હતો. એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે અમને કહેવામાં આવ્યું છે કે તે ત્યાં ખૂબ ઝઘડા કરતો હતો અને બે વખત તેની અટકાયત પણ કરવામાં આવી હતી.

Related posts

સેન્સેક્સમાં ૩૫૫, નિફ્ટીમાં ૧૧૪ પોઈન્ટનો વધારો નોંધાયો

saveragujarat

રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત યુથ કોન્ક્લેવ 2.0 ખાતે UNICEF@75 કોફી ટેબલ બુક લોન્ચ કરી

saveragujarat

ડીસા ના આખોલ ચાર રસ્તા પાસે ની દુકાનો મા ઘુસીયા પાણી,,,

saveragujarat

Leave a Comment