Savera Gujarat
Other

યુક્રેનમા ફસાયેલા ભારતીય વિધ્યાર્થીઓના રેસ્ક્યુ પર ભારત સરકારનો સફળ પ્રયાસ‌-ગુજરાતી પરીવારોમા ખુશીનો માહોલ

સવેરા ગુજરાત:-  યુક્રેનમા ફસાયેલા ભારતીય સ્ટુડંટો વિષેના ખાસ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યાં છે. મોદી સરકારની રેસ્ક્યું મુહીમને મોટી સફળતા મળી છે  યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી યુવા વિદ્યાર્થીઓ પ્રધાન મંત્રી નરેન્દ્ર ભાઈ મોદી અને ભારત સરકાર ના સફળ પ્રયાસોથી ખાસ શરુ કરાયેલી રેસ્કયુ ફલાઇટ મારફતે સહિ સલામત રીતે મુંબઈ આવી પહોંચ્યા છે.

પરત ફરેલા વિદ્યાર્થીઓએ આપી આવી પ્રતિક્રિયા
જોકે જ્યારે યુદ્ધની વચ્ચે ફસાયેલા વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક ભારત પહોંચ્યા ત્યારે તેમની આંખો ભીની હતી અને તેઓ ખૂબ જ હળવાશ અનુભવી રહ્યા હતા. ત્યાંથી પરત ફરેલા એક વિદ્યાર્થીએ કહ્યું કે અમને ભારત સરકારમાં પૂરો વિશ્વાસ છે. પરંતુ યુદ્ધના વાતાવરણમાં અમે બધા ખૂબ જ ભયભીત અને ડરી ગયા હતા. ભારત સરકારે અમને સફળતાપૂર્વક અમારા ઘરે પાછા લાવીને એક મહાન કાર્ય કર્યું છે. તમને જણાવી દઈએ કે વિદ્યાર્થીઓની આ વાપસી ઓપરેશન ગંગા હેઠળ થઈ છે.

આ યુવાઓને ગુજરાત સરકાર ના અધિકારીઓ એ એરપોર્ટ પર આવકાર્યા હતા.

આ 44 યુવા વિદ્યાર્થીઓ ને ગુજરાત સરકાર ના માર્ગ વાહન વ્યવહાર નિગમ જી.એસ આર ટી.સી ની બે વોલ્વો બસ દ્વારા ગુજરાત લાવવામાં આવશે અને તેમના વતન પહોચાડવા ની વ્યવસ્થાઓ પણ રાજ્ય સરકાર કરશે.મુંબઈ એરપોર્ટ આવી પહોંચેલા આ યુવાઓ ના મુખ પર હેમખેમ ભારત પરત આવી ગયા નો આનંદ દેખાઈ રહ્યો હતો

સુષ્મા સ્વરાજના નિવેદનની ચર્ચા
આ દરમિયાન પૂર્વ કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજનું એક નિવેદન ખૂબ વાયરલ થઈ રહ્યું છે. જોકે જ્યારે તેઓ વિદેશ મંત્રી હતા, ત્યારે તેમણે તેમના શાસન દરમિયાન વિદેશમાં ફસાયેલા ઘણા ભારતીયોને સફળતાપૂર્વક બચાવ્યા હતા. તે દરમિયાન તેમણે કહ્યું હતું કે, જો ભારતનો કોઈ નાગરિક મંગળ પર ફસાયેલો હશે તો ભારત સરકાર તેને સફળતાપૂર્વક પરત લાવશે. આજના સંદર્ભમાં આ વિધાન તદ્દન સચોટ સાબિત થઈ રહ્યું છે.

મુંબઈ એરપોર્ટ પહોંચ્યા બાદ પીયૂષ ગોયલ યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓને મળ્યા હતા. આ દરમિયાન વિદ્યાર્થીઓ કેન્દ્રીય મંત્રીનો આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.


Related posts

ડેન્ગ્યુ તાવથી દૂર રહેવા માટે ખોરાક માં આ વસ્તુઓનો કરો સમાવેશ, પ્લેટલેટ્સ વધવામાં થશે મદદરૂપ…

saveragujarat

માનસિક બીમારીની સારવાર માં ઘણી બધી રીતો નો સમાવેશ થતો હોય છે માનસિક બીમારી ધરાવતા દર્દીઓ ને પોતાના મૂળ જીવન માં પરત લાવવા માટે પ્રવાસ, તહેવાર ઉજવણી, કરવાથી તેવો ઉત્સાહ, આત્મવિશ્વાસ, અને જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ

saveragujarat

રશિયા-યુક્રેન રાજકીય મુદ્દો નહીં, માનવતાનો મુદ્દો ઃ વડાપ્રધાન મોદી

saveragujarat

Leave a Comment