Savera Gujarat
Other

એલ.જી. હોસ્પિટલ ફરી એકવાર વિવાદમા સપડાઈ છે,સ્ટાફની બેદરકારીના કારણે નવજાત બાળક્ના મૃત્યુનો આક્ષેપ.

સવેરા ગુજરાત/અમદાવાદ:-   અમદાવાદ  એલજી હોસ્પિટલ ફરી વિવાદ સપડાઈ છે. એલજી હોસ્પિટલના પ્રસુતિ વિભાગના સ્ટાફની બેદરકારીથી નવજાતનું(Unborn Baby)  મોત થયું હોવાનો આક્ષેપ પરિવારજનો લગાવી રહ્યાં છે. જેમા મળતી માહિતી પ્રમાણે મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા એલજી હોસ્પિટલ પહોંચી હતી. પરિવારના આક્ષેપ પ્રમાણે સ્ટાફ દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવ્યા હતા અને મહિલાને પરત મોકલી દેવામાં આવી હતી. ત્યારે જ હોસ્પિટલના પરિસરમાંજ મહિલાની પ્રસુતિ થઈ ગઈ હતી અને નવજાતનું મોત નિપજ્યું હોવાની વિગતો મળી રહી છે.

 

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ નુ કહેવુ એવું છે કે , દર્દીને દાખલ થવાનું કહ્યું હતું. સોનોગ્રાફી માટે રિફર પણ કરવામાં આવ્યા હતા તેમ છતાં દર્દી સોનોગ્રાફી બાદ ઘરે જવા નીકળી ગયું હતું સાથે જ જણાવ્યું હતું કે, મહિલા હાલ હોસ્પિટલમાં દાખલ છે અને તેની સારવાર ચાલી રહી છે.

એલ.જી. હોસ્પિટલ નો મામલો સામે આવતાજ રાજકારણ મેદાને ઉતરવા લગ્યંછે, વિરોધ પક્ષના નેતા શહેઝાદખાન પઠાણ કાર્યકર્તાઓની સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા. વિરોધ પક્ષના નેતાનો આક્ષેપ છે કે, હોસ્પિટલની બેદરકારીને કારણે નવજાતનું મોત થયું છે.. હોસ્પિટલમાં cctv કેમેરા લાગ્યા છે.. જો દર્દીને દાખલ કરવામાં આવ્યું હોય તો cctv જાહેર કરવા જોઈએ તો સત્ય સામે આવી શકે. પરંતુ હોસ્પિટલમના સુપ્રીટેન્ડેન્ટ અને RMOની બેદરકારીને કારણે નવજાતનું મોત થયું છે. દર્દીને દાખલ કરવાની જગ્યાએ તેને જવા દેવામાં આવ્યા હતા. એવા આરોપ સાથે શહેઝાદખાન પઠણે તિખી પ્રતિક્રીયા આપી હતી.

Related posts

સંરક્ષણ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા વિવિધ શસ્ત્ર- સરંજામને નિહાળવા યુવાનોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

saveragujarat

તૂર્કીમાં ભૂકંપના આંચકાથી ૧૩૦૦થી વધુનાં મોત,હજારથી વધારે ઘાયલ

saveragujarat

૩૫૦૦ સ્કૂલોને સરેરાશ ૧૦% ફી વધારો કરવા મંજૂરી અપાઈ

saveragujarat

Leave a Comment