Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

કોંગ્રેસમાં સીએમ કોણ બનશે? બેમાંથી ક્યાંક ત્રીજાે ન ફાવી જાયરૂ

બેંગલુરુ, તા.૧૩
એક સવાલ સૌના મગજમાં ફરી રહ્યો છે કે આખરે કર્ણાટકમાં આગામી મુખ્યમંત્રી કોણ હશે. કર્ણાટકમાં કોંગ્રેસે કોઈ પણ નેતાને સીએમ ફેસ જાહેર કર્યો નથી. ત્યારે આવા સમયે પૂર્વ સીએમ સિદ્ધારમૈયા અને કોંગ્રેસ કર્ણાટકના અધ્યક્ષ ડીકે શિકુમાર બંને ખુદને સીએમ પદના દાવેદાર માનીને ચાલી રહ્યા છે. અત્યાર સુધીમાં બંને નેતા કોંગ્રેસ હાઈકમાન્ડ અને ધારાસભ્યો દ્વારા ર્નિણય કરશે તેવી વાત કરતા આવ્યા છે, પણ વલણમાં લીડ મળતી જાેઈ સુર બદલાયા છે. પૂર્વ સીએમ સિદ્ધારમૈયાના પુત્ર યતીન્દ્રે કહીને આ ચર્ચાને વેગ આપ્યા છે કે, કર્ણાટકના આગામી સીએમ તેમના પિતા સિદ્ધારમૈયા જ હશે, પણ શું શિવકુમાર આવું થવા દેશે? આ સૌથી મોટો સવાલ છે. એવું પણ થઈ શકે છે કે, સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારની વચ્ચે આ લડાઈનો પટાક્ષેપ કોઈ અન્ય ચહેરા સાથે હોય, જેને બંને માનવા માટે મજબૂર થઈ ગયા હોય? આખરે કોણ એ ત્રીજાે ચહેરો અને ક્યાં છે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારની મજબૂતી. કર્ણાટકમાં સિદ્ધારમૈયા ફરી એક વાર સીએમ પદ માટે દાવેદારી કરી રહ્યા છે. આ ચૂંટણીને અંતિમ ચૂંટણી ગણાવીને તે ઈમોશનલ કાર્ડ પણ ખેલી શકે છે. કેમ કે પહેલા પણ કર્ણાટકમાં સીએમ તરીકે કામ કરવાનો અનુભવ છે, એટલા માટે તેમનો દાવો મજબૂત છે. તેઓ ૨૦૧૩માં પણ બહુમતમાં આવેલી સરકારને લીડ કરી ચુક્યા છે. સિદ્ધારમૈયાની સૌથી મોટી નબળાઈ કોંગ્રેસમાં આંતરિક ડખો છે. જેનું સૌથી મોટુ કારણ ડીકે શિવકુમાર છે. આ ઉપરાંત સીએમ રહ્યા બાદ ૨૦૧૮માં તેમને કર્ણાટકમાં કોંગ્રેસના કેમ્પેઈનની કમાન સંભાળી હતી, ફણ આ ચૂંટણીમાં કોંગ્રેસને હાર મળી હતી. ડીકે શિવકુમારે આ વખતે કોંગ્રેસના ચૂંટણી અભિયાનની કમાન સંભાળી છે. તેઓ અત્યાર સુધીમાં ૮ વખત ધારાસભ્ય બની ચુક્યા છે. ખાસ વાત એ છે કે, તેમણે એક પણ વાર ચૂંટણી હારી નથી. તેઓ પહેલા પણ એલાન કરી ચુક્યા છે કે, તેઓ આ વખતે ટોચના પદ માટે કંઈ પણ કરી શકે છે. જાે કે, તેમની સાથે નેગેટિવ એ છે કે, તેઓ કેટલીય વાર કેન્દ્રીય એજન્સીઓના નિશાન પર રહી ચુક્યા છે. મની લોન્ડ્રીંગના એક મામલામાં શિવકુમાર ધરપકડ થઈ ચુક્યા છે. ત્યારે આવા સમયે કોંગ્રેસ જાે તેમના પર દાવ અજમાવે તો, પાર્ટીની સાખ ખરાબ થવાનો ડર પણ રહેલો છે.

Related posts

વડાપ્રધાનતા.28એ જામનગર અને રાજકોટમાં પ્રચાર રેલી સંબોધશે

saveragujarat

અમદાવાદના નોબલનગર ટી રોડ વિસ્તારમાં સ્કોર્પિયો ચાલકે બે રાઉન્ડ ફાયરીંગ કરી ધમકી આપી

saveragujarat

નોકરી માટેના ઈન્ટરવ્યુમાં સૌથી વધારે પૂછવામાં આવે છે 6 પ્રકારના સવાલ, જો આ રીતે જવાબ આપશો તો નોકરી પાક્કી…

saveragujarat

Leave a Comment