Savera Gujarat
Otherભારતસમાજ કલ્યાણ

નોકરી માટેના ઈન્ટરવ્યુમાં સૌથી વધારે પૂછવામાં આવે છે 6 પ્રકારના સવાલ, જો આ રીતે જવાબ આપશો તો નોકરી પાક્કી…

જૉબ ઇન્ટરવ્યુ માટે તૈયારી કરી રહેલા ઉમેદવારોને સૌથી વધુ તે વાતની ચિંતા રહે છે કે ઇન્ટરવ્યુમાં શું શું પૂછવામાં આવી શકે છે. હકીકતમાં ઇન્ટરવ્યુ એક એવી પ્રક્રિયા છે, જેના આધારે કંપની પોતાના માટે યોગ્ય અને ઉપયોગી કર્મચારીની પસંદગી કરે છે. અલગ સેક્ટર્સ માટે ઇન્ટરવ્યુના પ્રશ્ન પણ અલગ હોય છે. પરંતુ કેટલાંક સવાલ એવા છે જે દરેક સેક્ટરમાં હાયરિંગ પહેલા પૂછવામાં આવે છે. અહીં તમારા માટે આવા જ કેટલાંક સવાલ લઇને અમે આવ્યા છીએ.

તમારા વિશે જણાવો

આ પ્રશ્ન મોટાભાગે દરેક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવે છે. આનો જવાબ આપતી વખતે, થોડી સમજદારીથી કામ લો. ઉદાહરણ તરીકે, જો તમે કહો છો કે તમે તમારો અભ્યાસ અધવચ્ચે છોડી દીધો છે, તો પછી તમે આ કેમ કર્યું તેનું કારણ પણ જણાવો. જો અભ્યાસ પૂરો થઇ ગયો છે અને નોકરી શરૂ કરવા વચ્ચે ગેપ હોય તો તેનું કારણ પણ જણાવો.

તમારી સૌથી મોટી નબળાઈ શું છે

દરેક ઉમેદવારને આનો જવાબ ખબર હોવો જોઈએ. તમારી નબળાઈને તમારી તાકાત તરીકે રજૂ કરો. જાણે કે કામ કરતી વખતે મને બીજી કોઈ બાબતનું ધ્યાન નથી રહેતુ. કેટલીકવાર એવું બને છે કે કામ કરતી વખતે, હું ભૂલી જાઉં છું કે ઘરે જવાનો સમય થઇ ગયો છે.

તમારી સૌથી મોટી તાકાત શું છે

જવાબ ટૂંકો અને મુદ્દાસર પર હોવો જોઈએ. જો તમે ઇન્ટરવ્યૂમાં આ સાબિત કરી બતાવો કે તમારી પાસે ખરેખર આવી ક્ષમતા છે તો તે વધુ સારું રહેશે. ઉદાહરણ તરીકે, જો તમે એમ કહી રહ્યા છો કે તમે કોઈ પણ સમસ્યાને ચપટીમાં હલ કરો છો, તો આ કરી બતાવો.

આગામી પાંચ વર્ષમાં તમે તમારી જાતને ક્યાં જુઓ છો

તમે તમારા મનમાં ભલે વિચારો કે હું તમારી ખુરશી પર પોતાની જાતને જોઉં છું, પરંતુ આવું કહેશો નહીં. તમે આનો જવાબ આ રીતે આપી શકો કે અહીં ઘણા પ્રતિભાશાળી લોકો છે, મારે તેમની સાથે કામ કરવું છે અને જોઇએ કે મારી પ્રતિભા મને કેટલી દૂર લઈ જાય છે.

કંપનીએ તમને શા માટે હાયર કરે

જવાબમાં, તમારે તમારી લાયકાત અને અનુભવ વિશે જણાવવું જોઈએ. તમે એ પણ જણાવી શકો છો કે કંપની તમારાથી કેવી રીતે લાભ મેળવી શકે છે.

તમને આ જોબ વેકેન્સી વિશે કેવી રીતે ખબર પડી

ગ્રેજ્યુએશન પછી અથવા 12 મા પછી કેટલાક લોકો ફક્ત નોકરી શોધી રહ્યા હોય છે. તે કોઈપણ સેક્ટરમાં મળી જાય. પરંતુ કંપનીઓ આવા લોકોને નોકરી પર રાખવા માંગતી નથી જે કોઈપણ જૉબ કરવા તૈયાર હોય. તેથી, તેનો જવાબ આપો કે તમને તમારા સહકર્મી અથવા કંપનીની વેબસાઇટ પરથી ખબર પડી. તમે લાંબા સમયથી આ કંપની સાથે કામ કરવા માંગતા હતા અને તક મળતા જ તમે ઇન્ટરવ્યુ માટે અરજી કરી.

Related posts

ગુજરાતના 12 IPS-SPS અધિકારીની બદલી

saveragujarat

મેલબોર્નમાં મુકાબલામાં પાકિસ્તાનને હરાવી દેશને આપી દિવાળી ગિફ્ટ

saveragujarat

બજેટમાં દેશના વિકાસને સર્વોપરી રાખવાનો પ્રયાસ થશે : સિતારમણ

saveragujarat

Leave a Comment