Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

દાંતા ખાતે બંધારણ દિવસ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ માટે રેલી યોજાઈ

સવેરા ગુજરાત અંબાજી તા.૨૬

જનજાગૃતિના અભાવે મતદાન ઓછું થાય છે. મટે 100% મતદાન થાય એવા હેતુ માટે આયોજન કરાયું

આજે 26 મી નવેમ્બર બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણું બંધારણ 26 મી નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભા દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. ભારતના બંધારણે 18 વરસથી મોટી ઉંમરના દરેક નાગરિકને મત આપવાનો અધિકાર આપ્યો છે. પરંતુ દર વખતે જનજાગૃતિના અભાવે મતદાન ઓછું થાય છે. એટલે લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતતા આવે તથા બંધારણે આપેલા મતાધિકારથી માહિતગાર થાય તે હેતુથી આજે સર ભવાનીસિંહ વિદ્યાલયથી શાળાના વિદ્યાર્થીઓ તથા તમામ સ્ટાફ મિત્રો એ દાંતા ગામના મુખ્ય માર્ગો પર એક વિશાળ રેલી યોજી હતી. જેમાં દાંતા તાલુકાની આંગણવાડી ની બહેનો પણ જોડાઈ હતી.જેમાં blootuth સ્પીકર દ્વારા મતદાન પર કેટલાક સંદેશા પણ આપવામાં આવ્યા હતા. નજીકના સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેમાં 100% મતદાન થાય એવા હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું.

શાળાના આચાર્યશ્રીએ બાળકોને મતદાન નું શું મહત્વ છે તે સમજાવ્યું હતું. તમામ સ્ટાફ મિત્રો અને તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો નો ખુબ ખુબ આભાર માન્યો હતો.

અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી

Related posts

અરવલ્લીઃબાયડ-ઉભરાણથી અણીયોર બસ શરૂ કરવા લોકોની ઉગ્ર માંગ,અચાનક રુટ પર બસ બંદ થતા લોકોમા આક્રોસ.

saveragujarat

મોંઘવારી ૧૯ મહિનાના તળિયે; જથ્થાબંધ ફુગાવો ઘટીને ૮.૩૯%

saveragujarat

બાબા બાગેશ્વર અંબાજી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા

saveragujarat

Leave a Comment