Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

આગામી દાયકામાં કોવિડ-૧૯ જેવી વધુ એક મહામારી વિશ્વમાં પગપેસારો કરી શકે છે

સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૧૪
વિશ્વભરના લોકો હાલ કોરોના મહામારીનો સામનો કરી રહી છે, ત્યારે આરોગ્ય નિષ્ણાતોની ટીમે વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એક હેલ્થ ઈન્ટેલિજન્સ કંપની દ્વારા કરાયેલા અભ્યાસમાં દાવો કરાયો છે કે, આગામી દાયકામાં કોવિડ-૧૯ જેવી વધુ એક મહામારી વિશ્વમાં પગપેસારો કરી શકે છે. કંપનીએ વધુમાં કહ્યું કે, આ વાયરસ અગાઉના મુકાબલે વધુ તેજીથી ફેલાઈ રહ્યો છે. લંડનમાં આવેલી એયરફિનિટી લિમિટેડના એક અભ્યાસ મુજબ આગામી ૧૦ વર્ષમાં વિશ્વમાં વધુ એક ખતરનાક વાયરસ ફેલાય તેવી ૨૭.૫ ટકા સંભાવના છે. આ વાયરસ ફેલાવાનું મુખ્ય કારણ આબોહવા પરિવર્તન, આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં વધારો, વધતી વસ્તી અને પ્રાણીઓથી મનુષ્યોમાં ફેલાતા રોગોના જાેખમને માનવામાં આવી રહ્યું છે. જાેકે અભ્યાસમાં કહેવાયું છે કે, રસીકરણના કારણે તેમજ મહામારી સામે લડવાની તૈયારી જાનહાનિ ઘટાડી શકે છે. કંપનીએ અભ્યાસમાં એક બાબતનો ખાસ ઉલ્લેખ કર્યો છે, જેમાં જણાવાયું છે કે, જાે નવપા પૈથોજનની શોધ બાદ ૧૦૦ દિવસની અંદર વેક્સીન રોલઆઉટ કરવામાં આવશે, તો જીવલેણ રોગચાળો ફેલાવાની શક્યતા ૨૭.૫ ટકાથી ઘટીને ૮.૧ ટકા થઈ શકે છે. બ્લૂમબર્ગના જણાવ્યા મુજબ એરફિનિટીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, અભ્યાસમાં જણાવ્યા મુજબ સૌથી ખરાબ સ્થિતિમાં એક એવિયન ફ્લૂ… જે વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાય છે અને આ ફ્લૂ એક જ દિવસમાં ૧૫૦૦૦થી વધુ લોકોને મારી શકે છે. કંપનીએ કહ્યું કે, અમારા મોડલિંગથી જાણવા મળ્યું કે, વાયરસ ફેલાતો અટકાવવાના યોગ્ય ઉપાયોના કારણે આગામી ૧૦ વર્ષમાં કોવિડ-૧૯ના રૂપમાં ઘાતક મહામારીના જાેખમો વધવાની સંભાવના ૭૧ ટકા ઓછી છે.

Related posts

રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત યુથ કોન્ક્લેવ 2.0 ખાતે UNICEF@75 કોફી ટેબલ બુક લોન્ચ કરી

saveragujarat

કાલુપુર રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ એપ્રિલના અંતમાં શરુ થવાની સંભાવના

saveragujarat

૧૮ જુલાઇના રોજ યોજાશે રાષ્ટ્રપતિની ચૂંટણી અને ૨૧ તારીખે દેશને મળશે નવામહિમ

saveragujarat

Leave a Comment