Savera Gujarat
Other

ગુરુ અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય છે -સંત રાજીન્દર સિંહજી મહારાજ

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૧૨
ગુરુપૂર્ણિમાનો દિવસ મહર્ષિ વેદ વ્યાસ કે તેમણે વેદ, ૧૮ પુરાણ તથા મહાભારતની રચના કરી તેમની યાદમાં સમગ્ર ભારતમાં મહત્વના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ આપણા ગુરુ , શિક્ષક કે આધ્યાત્મિક ગુરુ ના સન્માનમાં તથા તેમના તરફ આદર તથા કૃતજ્ઞતા ને દર્શાવવા માટે ઉજવાય છે. દુનિયાની જ્ઞાન માટે આપણે કોઈ એવા શિક્ષક ને શોધીએ છીએ કે જે તે વિષયના પારંગત હોય અને આપણને તે શીખવવામાં મદદ કરે. જાે આપણી આધ્યાત્મિક પ્રગતિ કરવી હોય તો આપણે આધ્યાત્મિક ગુરુ ના ચરણોમાં પહોંચવું જાેઈએ.
દરેક યુગમાં સંતો અને ઋષિઓ હોય છે જે આપણને અંદરની યાત્રા માં લઈ જઈ શકે છે.
સંતો આપણને આધ્યાત્મિકતા ની ભેટ આપે છે. આ દૈવી, પ્રબુદ્ધ માણસ સિવાય આપણે અંધકાર અને આધ્યાત્મિકતા વગરના જીવનમાં ડૂબેલા રહીશું. તે સાધકને અંધકારથી પ્રકાશ તરફ લઈ જવા માટે આ પૃથ્વી પર આવે છે. આપણે આપણા આધ્યાત્મિક વારસો અને ભગવાન થી અજાણ હોવાથી અંધકારની દુનિયામાં જીવી રહ્યા છીએ. ગુરુની ભૂમિકા માત્ર સાધકોને જ્ઞાન થી પ્રબુદ્ધ કરવાનું નથી તેઓ આંતરિક પ્રકાશને જાેવા માટે અને પ્રકાશ ના સ્ત્રોત આધ્યાત્મિક યાત્રા ની શરૂઆત કરવામાં મદદ કરવા માટે તેઓ આપણી અંતરની આંખો ખોલે છે.
જાે આપણે વિવિધ ધાર્મિક અને આધ્યાત્મિક પરંપરાઓનું પરીક્ષણ કરીએ તો આપણે જાણીશું કે મૂળમાં તો બધા ધર્મો એક અને એક જ વાત કહે છે. તેઓ બધા ઉચ્ચ શક્તિ માં વિશ્વાસ કરે છે કે જેણે આપણા બધાને બનાવ્યા છે. જે એક સ્ત્રોત માંથી ઉદભવ્યા છે એટલે કે નિર્માતા. તેઓ આપણે પ્રાર્થના, ધ્યાન દ્વારા આધ્યાત્મિક બાજુમાં પ્રવેશ કરવા અને પોતાની જાતને ઓળખવા તથા પરમાત્માની પ્રાપ્તિ માટે શિક્ષિત કરે છે.
બીજી સામાન્ય બાજુ કે જે આપણે સંતો અને ગુરુઓના જીવનમાં જાેઈએ છીએ કે તેઓ દરેકના માટે આવ્યા છે. તેઓ ફક્ત એક જૂથ કે કોઈ એક ધાર્મિક પંથ અથવા કોઈ એક વિચારધારા ને આધારે નથી આવતા પરંતુ દરેકના માટે આવ્યા છે. બુદ્ધ ફક્ત બૌદ્ધો માટે નહોતા આવ્યા એવી જ રીતે ખ્રિસ્ત અને ગુરુનાનક દેવજી મહારાજ એકલા ખ્રિસ્તીઓ કે શીખ માટે નહોતા આવ્યા પરંતુ તેઓ સમગ્ર માનવજાત માટે આવ્યા હતા. તેઓ આપણને ઉચ્ચ શક્તિ નો મારગ બતાવ્યો. આપણને શીખવ્યું કે પ્રાર્થના, ધ્યાન અને નૈતિક જીવન જીવવાથી આપણે તે પ્રકાશના સ્ત્રોતો શોધી શકીએ છીએ. જ્યારે આધ્યાત્મિક ગુરુ આ દુનિયામાં આવે છે ત્યારે તેમનું મુખ્ય કાર્ય આપણી આત્માઓને પરમાત્મા પાસે પાછા લઈ જવાનું છે. આધ્યાત્મિક ગુરુ પરમાત્મા પાસે પાછા લઈ જવા માટે આ બધું કરે છે. આધ્યાત્મિક ગુરુ પાસે ભગવાનના પ્રેમની ચુંબકીય શક્તિ છે જે તેમને તેમનું કાર્ય કરવામાં મદદ કરવા માટે સૌથી મોટી શક્તિ છે. જ્યારે આત્માઓ આધ્યાત્મિક ગુરુ ના સંપર્ક માં આવે છે ત્યારે તેઓ ચુંબકીય રીતે પરમાત્મા તરફ દોરાય છે. તેઓ હંમેશા પ્રેમ ના સ્ત્રોત સાથે એક થવા માટે ઝંખતા હોય છે.
તેઓ આપણને આપણા સાચા ઘરે પાછા ફરવામાં સહાય માટે પ્રેમ અને આશીર્વાદ વહાવે છે. તેઓએ આપણને ઈશ્વરીય પ્રેમ સાથે સંપર્કમાં રહ્યા છે જે આપણા હૃદયને આકર્ષિત કરે છે. જ્યારે આપણે તેમની સાથે હોઈએ છીએ ત્યારે તેમના આશીર્વાદ નો અનુભવ થાય છે અને જ્યારે આપણે તેમનાથી અલગ હોઈએ છીએ ત્યારે આપણા અંતરમાં પરમાત્માની શોધ કરતા હોઈએ છીએ. જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણને અંતર નું ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ થાય છે. આધ્યાત્મિક ગુરુ ઈચ્છે છે કે આપણે આત્મા સાથે પરમાત્માના જાેડાણનો અનુભવ કરીએ તેઓ આપણા આત્માને મુક્ત કરવા માંગે છે તેથી પરમાત્મા સાથે એક થવામાં કઈ દખલગીરી ન થાય. ગુરુ પૂર્ણિમા એ મહાન ઋષિ વેદ વ્યાસ ના સન્માનમાં તથા આપણા ગુરુ કે જેઓ આપણને અંતરના માર્ગમાં પ્રબુધ્ધ કરે છે તેમના તરફના આદરને અને કૃતજ્ઞતા દર્શાવવાનો એક વિશેષ દિવસ છે.

Related posts

ખેતી બેન્કના લોન બાકીદારોને જબરી રાહત: 25 ટકા લોન ભરી 75 ટકા માફ થશે

saveragujarat

કોવિડ-૧૯ અને મ્યુકરમાઇકોસિસની કટોકટી દરમિયાન રાજ્યના ડેન્ટીસ્ટોએ તબીબી સેવા પૂરી પાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યુંઃ આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ

saveragujarat

સંસદમાં પાંચ દિવસમાં માત્ર બે કલાકનું જ કામ થયું, કરોડોનો ધૂમાડો

saveragujarat

Leave a Comment