Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

ભાદરવા સુદ નોમના દિવસે ડીસા તાલુકાના જુના ડીસા ગામે ચડ્યા રામદેવપીર ના નેજા…

જુનાડીસા ની શેરીઓમાં રામદેવપીર નો જય ઘોષ સાથે ચડાવ્યા દલિત સમાજે નેજા.

 

૪૦ થી ૪૫ વર્ષ જૂની પરંપરા નિભાવતા જુનાડીસા દલિત સમાજ દ્વારા ચઢાવવામાં આવ્યા નેજા.

આમ તો સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર ભાદરવી નોમના દિવસે સમગ્ર ગુજરાતની અંદર રામદેવપીરના નેજા ચડતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર રામદેવપીરના નેજા ચઢાવવામાં આવ્યા હતા ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા જુનાડીસા માં પુનડીય છત્રાલિયા સહિતની અઢારે આલમ દ્વારા અંદાજિત ૪૦ થી ૪૫ વર્ષ જૂની પરંપરાને નિભાવતા જુના ડીસા ખાતે રામદેવપીરનાનેજા વાજતે ગાજતે ગામની પ્રદક્ષિણા બાદ જુનાડીસા પશુ દવાખાના ખાતે આવેલા રામદેવપીરના મંદિરે દલિત સમાજ દ્વારા ચડાવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે દિનેશભાઈ બબા ભાઇ પુનડીયા, મણીલાલ પુનડીયા ,મેવાભાઈ પુનડીયા, ધીરા ભાઇ પુનડીયા, ચેલા ભાઇ નાથા ભાઇ છત્રાલીયા,અમૃતભાઇ જગમાલ ભાઇ પુનડીયા, મફાભાઈ છત્રાલિયા ,સહિતના દલિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી રામદેવપીર ના જય ઘોષ સાથે સમગ્ર જુનાડીસા ગામ ની શેરીઓમાં અબીલ ગુલાલ ઉડાડી રામદેવપીરના મંદિરે ભક્તિ આશા સાથે નેજા ધન્યતા અનુભવી હતી.

 

અહેવાલ :  રાજુ સી પુનડીયા, સવેરા ગુજરાત ડીસા બનાસકાંઠા

Related posts

જામીન માટે પૈસાના અભાવે જેલમાં સબડતા ગરીબ કેદીઓને મોટી રાહત

saveragujarat

ગાંધીનગર ખાતેથી ૨૦૧ નવીન બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી

saveragujarat

ભારતીય તટરક્ષક દળે ગુજરાતમાં 20મી રાષ્ટ્રીય મેરિટાઇમ સર્ચ અને રેસ્ક્યૂ બોર્ડ બેઠકનું આયોજન કર્યું

saveragujarat

Leave a Comment