Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

કોલસાની દલાલીમાં કોંગ્રેસે કાળા હાથ કર્યાનો ભાજપનો આક્ષેપ

સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૪
કોંગ્રેસ ફાઈલ્સના ત્રીજા એપિસોડમાં ભારતીય જનતા પાર્ટીએ કોલસા કૌભાંડને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. કોલસાની દલાલીમાં હાથ કાળા હોય છે કહેવતનો ઉલ્લેખ કરતાં ભાજપે કહ્યું કે જ્યારે કોલસો પોતે જ કોંગ્રેસની સરકારમાં કૌભાંડોનો શિકાર બન્યો હતો ત્યારે તમે વિચારી શકો છો કે કોંગ્રેસે ક્યાં અને કેવી રીતે કૌભાંડો કર્યા નથી. ભાજપના સત્તાવાર ટિ્‌વટર હેન્ડલ પર આ વીડિયાને ટિ્‌વટ કરીને અપલોડ કરવામાં આવ્યો હતો. ભાજપે જાહેર કરાયેલા લેટેસ્ટ વીડિયોમાં લખ્યું છે કે કોલસાની દલાલીમાં કાળા ‘હાથ’ કરવાની કહાની. આના દ્વારા પાર્ટીએ ‘૨૦૧૨ના કોલસા કૌભાંડનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે કોલસાની દલાલીમાં માત્ર કોંગ્રેસનો હાથ જ નહીં પરંતુ કોંગ્રેસની યુપીએ સરકારને પણ કાળા કરવામાં આવી હતી. પાર્ટીએ આ વીડિયોમાં અનેક મીડિયા રિપોર્ટ પણ દેખાડવામાં આવ્યા છે. બીજેપીએ વીડિયોમાં ઉલ્લેખ કર્યો હતો કે મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન તેમના વચનો ચર્ચા ઓછી જ્યારે કૌભાંડોની ચર્ચા વધુ થઈ હતી.ભારતીય જનતા પાર્ટીએ ‘કોંગ્રેસ ફાઇલ્સ’ના બીજાે એપિસોમાં યસ બેંકના પૂર્વ સીઈઓ રાણા કપૂર દ્વારા કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. આ સાથે પાર્ટીએ કોલસા કૌભાંડ પર યુપીએ સરકાર પર પણ સવાલો ઉઠાવ્યા હતા. કપૂરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને આપેલા નિવેદનને વીડિયોમાં ટાંકવામાં આવ્યું છે. કપૂરે દાવો કર્યો હતો કે તેમને એમએફ હુસૈનની પેઇન્ટિંગ પ્રિયંકા ગાંધી વાડ્રા પાસેથી ૨ કરોડ રૂપિયામાં ખરીદવા દબાણ કરવામાં આવ્યું હતું. આ સાથે તેમને પદ્મ ભૂષણ આપવાનું વચન આપવામાં આવ્યું હતું. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ પૈસા કોંગ્રેસની પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની સારવાર માટે વાપરવાના હતા. રાણા કપૂરે ૯-૧૦ માર્ચ ૨૦૨૦ના રોજ ઈડી સમક્ષ નિવેદનો આપ્યા કે વેચાણની ગોઠવણ કોંગ્રેસ નેતા મુરલી દેવરા દ્વારા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ ખરીદીના થોડા દિવસ પછી કોંગ્રેસના અન્ય નેતા અહેમદ પટેલે તેમની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે એવોર્ડ માટે તેમના નામ પર વિચાર કરવામાં આવશે.
એપ્રિલ ૨૦૨૨માં મુંબઈની પીએમએલએ કોર્ટમાં ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલી પૂરક ચાર્જશીટમાં આ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.આ પહેલા ભાજપે રવિવારે કોંગ્રેસ ફાઈલ્સ નામે આરોપનો પ્રથમ એપિસોડ જાહેર કર્યો હતો. કોંગ્રેસ એટલે કે ભ્રષ્ટાચાર નામના શીર્ષક હેઠળ વીડિયોમાં ભાજપે આરોપ મૂક્યો હતો કે કોંગ્રેસે તેના ૭૦ વર્ષના શાસનકાળમાં પ્રજાના ૪૮,૨૦,૬૯,૦૦,૦૦,૦૦૦ રૂપિયા લૂંટ્યા છે. આ પૈસાનો ઉપયોગ પ્રજા માટે ઉપયોગી વિકાસના કામો અને તેમની સુરક્ષા માટે કરી શકાયો હોત. ભાજપે વીડિયો મેસેજમાં કહ્યું છે કે આટલી રકમથી ૨૪ આઈએનએસ, ૩૦૦ રાફેલ જેટ અને ૧૦૦ મંગળ મિશન બનાવી કે ખરીદી શકાય હોત પણ દેશએ કોંગ્રેસના ભ્રષ્ટાચારની કિંમત ચૂકવવી પડી અને તે વિકાસની દોડમાં પાછળ રહી ગયો.

Related posts

જામનગર બીજેપીના વિધાનસભાના ઉમેદવારોએ ધર્મગુરુના આશિષ મેળવ્યા….

saveragujarat

ખાનગી હોસ્પિટલોએ તેમના સ્ટાફની સુરક્ષા માટેની વ્યવસ્થા જાતે કરવાની રહેશે : સુપ્રીમ કોર્ટ

saveragujarat

૮ મા વિશ્વ યોગ દિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે “વિશ્વ યોગ દિવસ-સામાન્ય યોગ અભ્યાસક્રમ” પુસ્તિકાનું વિમોચન કર્યું

saveragujarat

Leave a Comment