Savera Gujarat
Other

ખાનગી હોસ્પિટલોએ તેમના સ્ટાફની સુરક્ષા માટેની વ્યવસ્થા જાતે કરવાની રહેશે : સુપ્રીમ કોર્ટ

નવીદિલ્હી,તા.૬
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યુ છે કે ખાનગી હોસ્પિટલોએ પોતાના સ્ટાફની સુરક્ષા જાતે કરવી પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેન્દ્ર અને રાજય સરકારો પાસેથી ખાનગી હોસ્પિટલોને સુરક્ષા કવચ પ્રદાન કરવાની અપેક્ષા રાખી શકાય નહી, સમાચાર એજન્સી પીટીઆઇએ અહેવાલ આપ્યો છે. ખાનગી હોસ્પિટલો વ્યાપારી સાહસો છે. જેણે પોતાને સુરિક્ષત રાખવાની હોય છે.
સર્વોચ્ચ અદાલત દર્દીઓના સંબંધીઓ અને અન્ય લોકો દ્વારા ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ પર હુમલાઓને રોકવા માટે હોસ્પિટલો અને તબીબી કેન્દ્રોમાં પૂરતી સુરક્ષા સુનિશ્ચિત કરવા અધિકારીઓને નિર્દેશોની માંગ કરતી અરજી પર સુનાવણી કરી રહી હતી. જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ એએસ ઓકાની બેન્ચે કહયું કે ખાનગી હોસ્પિટલો અને મેડિકલ સેન્ટરોએ પોતાની જાતે જ સુરક્ષા વ્યવસ્થા કરવી જાેઇએ. જયાં સુધી સરકારી હોસ્પિટલોનો સવાલ છે, તેમની સુરક્ષાની વ્યવસ્થા સંબંધિત હોસ્પિટલો દ્વારા કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે કહયું કે દેશમાં મોટી સંખ્યામાં હોસ્પિટલો, નર્સિંગ હોમ અને મેડીકલ સેન્ટર ખાનગી છે. ખંડપીઠે અરજીકર્તાઓ તરથી હાજર રહેલા વકીલને પૂછયું કે શું તમે ઇચ્છો છો કે સરકાર દરેક હોસ્પિટલને સુરક્ષા આપે. દિલ્હી મેડિકલ એસોસિએશન અને ડો. સત્યજીત બોરા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા બેન્ચે કહ્યું કે ખાનગી મેડીકલ સેન્ટરોએ પોતાની સુરક્ષા વ્યવસ્થા જાતે કરવી જાેઇએ. તમે સરકાર પર બોજ ન નાખી શકો. ડો. સત્યજીત બોરા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, આસામ રાજય શાખાના પ્રમુખ છે. દરમિયાન, અરજદારો માટે હાજર રહેલા વકીલે બેન્ચને જણાવ્યું હતું કે તેઓ અરજીમાં યોગ્ય સુધારા કરશે અને સંબંધિત તથ્યો રાખશે. ખંડપીઠે કહયું કે અમે અરજી પર ધ્યાન આપવા માટે તૈયાર નથી. કારણકે તેમાં વિગતોનો અભાવ છે. અમે આવી અપીલને સ્વીકારવા માટે તૈયાર નથી. ખાનગી હોસ્પિટલોએ પોતાની સુરક્ષા વ્યવસ્થા જાતે કરવાની રહેશે. અમે સરકાર કે કેન્દ્ર સરકાર પાસેથી ખાનગી હોસ્પિટલોને સુરક્ષા પૂરી પાડવાની અપેક્ષા રાખી શકીએ નહી. એડવોકેટે કહયું કે તેઓ અરજીમાં સુધારો કરશે. બેન્ચે કહયું – જયારે જરૂર પડે ત્યારે જ તેને કોર્ટ સમક્ષલિસ્ટ કરવામાં આવે.

Related posts

સાયબર હેકરોનો કાળો કેર: હવે ઈન્સ્ટા યુઝર્સને નિશાન બનાવી જંગી ફ્રોડ

saveragujarat

હીરાના ભાવ ન મળતાં વેપારીઓએ વેચાણ બંધ કર્યું

saveragujarat

અમદાવાદમાં ધોળે દિવસે વેપારી લૂંટાયો

saveragujarat

Leave a Comment