Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

સાળંગપુરમાં હનુમાન દાદાની મૂર્તિ રૂ. ૪ કરોડના ખર્ચે તૈયાર

સવેરા ગુજરાત,સાળંગપુર, તા.૪
સાળંગપુર ધામ હવે ‘કિંગ ઓફ સાળંગપુર’ તરીકે ઓળખાશે. ચાર કરોડનાં ખર્ચે હનુમાન દાદાની મૂર્તિ તૈયાર કરાઇ છે. ત્યારે હવે સાળંગપુર આવતા સાત કિલોમીટર દૂરથી દાદાનાં દર્શન થઇ શકશે. કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ ૧ લાખ ૩૫ હજાર સ્ક્વેર ફૂટમાં તૈયાર થશે. ૧૩ ફૂટના બેઝ પર દાદાની મૂર્તિ દક્ષિણ મુખી રાખવામાં આવશે. ૧૧,૯૦૦ સ્ક્વેર ફૂટમાં બનશે વાવ અને એમ્ફી થિએટર. આ એમ્ફી થિએટરમાં ૧૫૦૦ દર્શનાર્થીઓ બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર સામે ૬૨ હજાર સ્ક્વેરફૂટ વિસ્તારમાં ભવ્ય ગાર્ડન બનાવાશે. ગાર્ડનમાં ૧૨ હજાર લોકો એક સાથે બેસી શકે તેવી વ્યવસ્થા. ૫૫ કરોડના ખર્ચે ભોજનાલય તૈયાર કરાયું. જે ૩ લાખ સ્કેવર ફૂટમાં પથરાયેલુ છે. એક સાથે ૧૦ હજાર લોકો ડાઈનીંગ હોલમાં બેસી શકશે. લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ છે આ ભોજનાલયમાં થર્મલ બેઝથી રસોઈ તૈયાર થશે. ૧૫ હજાર લોકોની રસોઈ માત્ર એક કલાકમાં જ બને તેવી મશીનરી. હનુમાન જયંતીના દિવસે આ ભોજનાલયનું ઉદ્ધાટન થઇ શકશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે હનુમાન જયંતીનાં દિવસે ઉદ્‌ઘાટન થશે.શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ સાળંગપુર ધામ હવે કિંગ ઓફ સાળંગપુરના નામથી ઓળખાશે. ૫૪ ફૂટની બોર્ઝની વિરાટ હનુમાનજી દાદાની મૂર્તિનું ૫ એપ્રિલના દિવસે થશે અનાવરણ સાથે સાથે ગુજરાતનું પ્રથમ નંબરનું એક સાથે ૧૦ હજાર થી લોકો ભોજન લઈ શકે તેવું આધુનિક ભોજનાલયનું હનુમાન જયંતિ ના દિવસે દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્‌ઘાટન થનાર છે. જેની તમામ તૈયારીઓ પુરજાેશમાં ચાલી રહી છે.બોટાદ જિલ્લાનું વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર ધામ એવું કહેવાય છે કે શ્રદ્ધા નું બીજું નામ એટલે સાળંગપુર ધામ હવે આગામી દિવસો માં કિંગ ઓફ સાળંગપુર નામ થી પણ ઓળખાશે. કારણ કે અહીંયા લાખો લોકોના આસ્થા આ મંદિર પર છે. લોકો દર્શન કરવા દેશ અને વિદેશથી અહીં આવતા હોય. ત્યારે આગામી દિવસોમાં માત્ર ધામ નહિ પણ એક પર્યટક સ્થળ બને અને યુવા વર્ગ પણ અહીં દાદાના દરબારમા આવે તે વાત અને સંતોના વિચાર સાથે હાલ અહીંયા વિરાટ ૫૪ ફૂટની બોર્ઝની હનુમાનજી દાદાની મૂર્તિની કામગીરી પુરજાેશમાં ચાલી રહી છે. જે મૂર્તિ હનુમાજ જયંતીની પૂર્વ સંધ્યાએ દાદાના દરબારમાં લોકો માટે ખુલ્લી મુકવામાં આવશે.આ સાથે લાઈટ એન્ડ સાઉન્ડ સિસ્ટમ સાથે હનુમાન ચાલીસા તેમજ સાળંગપુર મંદિરનો ઇતિહાસ જાણી શકાય તે મુજબનું આયોજન મંદિર પ્રસાસન દ્રારા કરવામાં આવશે. હનુમાનજી દાદાની ૫૪ ફૂટની આ મૂર્તિ કુલ ૧૩૫૦૦૦ સ્કવેર ફૂટ એરિયા માં મુકવામાં આવી છે. અને આ મૂર્તિ નો ૩૦ હજાર કિલો વજન છે. આ મૂર્તિ વેધર પ્રુફ અને ભૂકંપ પ્રુફ છે. આ સાથે આશરે ૭ કિલોમીટર દૂર થી આ મૂર્તિના લોકો દર્શન કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. મૂર્તિની આસપાસ આશરે ૧૨૦૦૦ લોકો એક સાથે બેસી શકે તેવા વિશાળ બગીચાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. માત્ર ધર્મ પ્રેમી નહિ પણ પર્યટક સ્થળ પર ફરવા ના શોખીનો પણ અહીં આવે અને પર્યટન સ્થળ સાથે હનુમાનજી દાદાના દર્શન કરે તેવા આશ્રય સાથે સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી અને શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીના માર્ગદર્શન હેઠળ તમામ કામગીરીને આખરી ઓપ અપાયો છે.

Related posts

મોદી સરકારના આઠ વર્ષની ઉજવણીની તૈયારી

saveragujarat

અરવલ્લીજિલ્લામાં ખેડૂતોને તડબૂચના પાકમાં પોષણક્ષમ ભાવ નહિ મળતા નુકશાન સહન કરવાનો વારો આવ્યો

saveragujarat

સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સી.પી.આર ટ્રેનિંગ કેમ્પ યોજાયો

saveragujarat

Leave a Comment