Savera Gujarat
Other

સુપરસ્ટાર યુગનો અંત ક્યારેય નહીં આવે ઃ સલમાન

મુંબઈ, તા.૧
સલમાન ખાને તાજેતરમાં આવેલી દબંગ અને રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ સહિતની ફિલ્મોમાં કોપની ભૂમિકા ભજવી છે. હવે તે તેની નવી રિલીઝ થયેલ અંતિમઃ ધ ફાઈનલ ટ્રૂથમાં પણ ફિલ્મ ગર્વઃ પ્રાઇડ એન્ડ ઓનરના તેના પાત્રથી થોડું સમાન પાત્ર નિભાવતો નજરે આવશે. સલમાન ખાન, જે લગભગ બે વર્ષ પછી મોટા પડદા પર પાછો ફર્યો છે (તેની છેલ્લી રિલીઝ દબંગ ૩ હતી) અંતિમમાં એક ઇમાનદાર શીખ પોલીસ અધિકારી રાજવીર સિંહની ભૂમિકા ભજવી રહ્યો છે. ફર્સ્‌ટપોસ્ટ સાથેની વાતચીતમાં સલમાન ખાને ફિલ્મ અને મનોરંજન ઇન્ડસ્ટ્રી અંગે થોડી ચર્ચાઓ કરી હતી. પોતાની ફિલ્મ અંતિમ વિશે સલમાને જણાવ્યું કે, આ ફિલ્મમાં હું ઇમાનદાર પોલીસ ઓફિસર રાજવીર સિંહનું પાત્ર નિભાવીશ, જે મારી ફિલ્મ ગર્વમાં મેં નિભાવેલા પાત્રથી થોડું સમાન છે. તે રાજકારણીઓ દ્વારા અપમાનિત થાય છે, પરંતુ તે અપમાન ગળી જાય છે. તેનામાં અપમાન સહન કરવાની માનસિક શક્તિ છે. તે ઓર્ડર લેશે અને અપમાનિત થશે પરંતુ તે યોગ્ય સમયે જે કરવા માંગે છે તે જ કરશે. આપને જણાવી દઇએ કે ફિલ્મ અંતિમઃ ધ ફાઇનલ ટ્રુથ ૨૬ નવેમ્બરના રોજ રીલીઝ થઇ હતી. જે મરાઠી ફિલ્મ મુલ્શી પેટર્ન(૨૦૧૮)ની રીમેક છે. સલમાને જણાવ્યું કે, જ્યારે તે તેના ફાર્મ હાઉસમાં હતો ત્યારે તેણે આ મરાઠી ફિલ્મ જાેઇ અને તેને ફિલ્મ ખૂબ જ પસંદ આવી. તેણે કહ્યું, જ્યારે મે આ ફિલ્મ જાેઇ તો મને તેના પોલીસ અને ગેંગસ્ટરના પાત્રો મગજમાં બેસી ગયા હતા. પરંતુ મને લાગ્યું કે ફિલ્મમાં પોલીસનુ પાત્ર ખૂબ ટૂંકુ દર્શાવાયું છે. તેથી મે વિચાર્યુ કે ફિલ્મમાં બંને પાત્રોને યોગ્ય ન્યાય મળવો જાેઇએ. એટલું જ નહીં અમે પોલીસના દ્રષ્ટિકોણથી આ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. મેં સ્ક્રીપ્ટ પર ડાયરેક્ટર મહેશ માંજરેકર સાથે મળીને કામ શરૂ કર્યુ. અમે ઓરીજલ ફિલ્મમાંથી બેઝિક પ્લોટ જ ધ્યાનમાં લીધો છે. અંતિમ ફિલ્મમાં પોતાના પાત્ર વિશે સલમાને ફર્સ્‌ટ પોસ્ટને વધુમાં જણાવ્યું કે, આ ફિલ્મમાં રોમેન્ટિક એંગલ નથી. મેં ભૂતકાળમાં ભજવેલા પોલીસ ઇન્સ્પેક્ટર ચુલબુલ પાંડેના પાત્રથી એકદમ આ ફિલ્મમાં રાજવીર સિંહનું પાત્ર એકદમ વિપરીત છે. મહેશે મને ખાતરી આપી કે આ પાત્ર મારા અન્ય શ્રેષ્ઠ પોલીસ પાત્રોમાંથી એક હશે અને હુ તેનાથી સંમત છું. ફિલ્મમાં મારું પાત્ર મહેનતું અને એકદમ શાંત છે. જ્યારે સલમાનને પૂછ્યું કે, જાે ફેન્સ તેના જૂના આઇકોનિક ડાન્સ મૂવ્વસ મિસ કરશે તો. સલમાને જવાબ આપ્યો કે, ફિલ્મમાં તે પણ છે, પરંતુ તે થોડા અલગ છે. દબંગ, કીક, હમ આપકે હે કૌન અને હમ દિલ દે ચૂકે સનમમાં જેમ મારા ડાન્સ મૂવ્સ અલગ હતા.

Related posts

સુરતમા પ્રધાનમંત્રીએ ભારતીય જન ઔષધિ કેન્દ્રોના સંચાલકો તેમજ લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો

saveragujarat

હાય મોંઘવારી : અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટરે બેનો વધારો કર્યો

saveragujarat

દારૂ નીતિ પર અન્ના હજારેએ મુખ્યમંત્રી કેજરીવાલને લખ્યો પત્ર, ‘તમારી કથની અને કરણીમાં ફરક’

saveragujarat

Leave a Comment