Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

હાય મોંઘવારી : અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટરે બેનો વધારો કર્યો

સવેરા ગુજરાત,વડોદરા, તા.૩૧
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન કે જે અમૂલના બ્રાન્ડ હેઠળ માર્કેટમાં તમામ દૂધની પ્રોડક્ટ વેચે છે તેણે દૂધના ભાવમાં વધારો કર્યો છે. શનિવારથી આ ભાવ વધારે લાગૂ થશે. GCmmf કે જે ગુજરાતના તમામ ડેરી યૂનિયનની સર્વોચ્ચ સંસ્થા છે તેણે અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ અને અમૂલ તાઝા સહિત તમામ દૂધની બનાવટોના ભાવમાં પ્રતિ લિટર ૨ રૂપિયાનો વધારો કરવાનો ર્નિણય કર્યો છે. આ ભાવ વધારા પાછળનું કારણ જણાવતા ફેડરેશનના અધિકારીએ કહ્યું કે ટ્રાન્સપોર્ટ કોસ્ટ અને ઓવરઓલ ઈનપુટ કોસ્ટ વધતા આ ર્નિણય લેવાયો છે. ગત વર્ષે ઓગસ્ટ ૨૦૨૨ દરમિયાન અમૂલ ડેરીએ દૂધના ભાવમાં જંગી વધારો કર્યો હતો. હવે તાજેતરમાં જે ભાવ વધારો થયો છે એને ટાંકીને જાેવા જઈએ તો અમૂલ ગોલ્ડ ૬૪ રૂપિયે પ્રતિ લીટર મળશે. બીજીબાજુ અમૂલ શક્તિના ભાવમાં પણ વધારો થયો છે એટલે કે તે પ્રતિ લિટર ૫૮ રૂપિયે મળશે તથા અમૂલ તાઝા પ્રતિ લીટર ૫૨ રૂપિયે મળશે.Gccmf અધિકારીઓ ભાવવધારાનો જે ર્નિણય આવ્યો ત્યારપછી મૌન સાધીને બેઠા છે. રાજ્યના તમામ દૂધ સંઘોએ હવે નવા ભાવને અપનાવવાનું શરૂ કર્યું છે. આજે શનિવારથી અમૂલ દૂધના વિવિધ પાઉચના ભાવ વધી જશે. ઉલ્લેખનીય છે કે અમૂલ સ્ટાન્ડરર્ડ દૂધની ૫૦૦ મીલી થેલી નવા ભાવ સાથે ૨૯ રૂપિયામાં મળશે. જ્યારે ૬ લિટરની થેલી ૩૪૮ રૂપિયામાં વેચાશે. બીજી બાજુ જાેવા જઈએ તો ૫૦૦ મીલી અમૂલ બફેલો દૂધનું પાઉચ ૩૪ રૂપિયામાં મળશે. તથા અમૂલ ગોલ્ડની ૫૦૦ મીલી પાઉચ ૩૨ રૂપિયામાં મળશે. નોંધનીય છે કે ઘણી ડેરીમાં જૂના ભાવ રદ ગણાશે એવું કહેવાયું છે. એટલું જ નહીં સૂચના પ્રમાણે જાેવાજઈએ તો આના અમલથી દૂધના પાઉચ પર જે ભાવ છાપેલા છે એ પણ રદ ગણાશે એવી સૂચનાનો પરિપત્ર વાઈરલ થઈ રહ્યો છે.

Related posts

અમદાવાદમાં ધીરેન્દ્રના દિવ્ય દરબાર માટે રજીસ્ટ્રેશન ફરજિયાત

saveragujarat

પ્રાચીન સ્વયંભુ ખંડુજી મહાદેવના ભવ્ય મેળાનુ થયું આયોજન-ઉમેદપુર ગામે ખંડુજી મહાદેવ મંદિરે મહાશિવરાત્રીનો યોજાશે મેળો

saveragujarat

કોંગ્રેસના આ ધારાસભ્યએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને 2000 ની નોટમાંથી ગાંધીજીનું ચિત્ર હટાવવા માગણી કરી, જાણો ક્યાં કારણે ?

saveragujarat

Leave a Comment