Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ગુજરાતમાં કોરોના વાયરસના નવા કુલ ૧૧૮ કેસ નોંધાયા

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૨૦
ગુજરાતમાં કોરોના વાયરસના નવા ૧૧૮ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ ૫૨ કેસ નોંધાયા છે. જ્યારે ૪૮ દર્દીઓને રજા આપવામાં આવી છે. કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી ગુજરાતીઓએ ફરીથી સાવધાન રહેવાની જરૂર છે અને જાે કોઈપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક તેની સારવાર કરાવવી જાેઈએ.આમ, સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કુલ ૧૧૮ કેસ નોંધાયા છે. તો બીજી તરફ, ૪૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ ૮૧૦ એક્ટિવ કેસ છે. જ્યારે એકપણ દર્દીનું મોત નીપજ્યું નથી. આ ઉપરાંત ૫ જેટલા દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે ૮૦૫ દર્દીની તબિયત સ્થિર છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ ૧૧,૦૪૭ દર્દીના મોત નીપજ્યા છે. તો ૧૨ લાખથી વધુ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. ઉલ્લેખનીય છે કે, ગત ૧૧મી માર્ચે પણ કોરોના વાયરસના ૫૧ કેસ નોંધાયા હતા. ત્યારે અમદાવાદમાં ૩૦થી વધુ કેસ નોંધાયા હતા. તો વળી, ૧૪મી માર્ચે ૫૮ કેસ નોંધાયા હતા. ત્યારબાદ ૧૫મી માર્ચે ૯૧ કેસ નોંધાયા હતા. ૧૬મી માર્ચે ૧૧૯ કેસ અને ૧૭મી માર્ચે ૧૨૧ કેસ નોંધાયા હતા. ત્યારબાદ ૧૮મી માર્ચે ૧૭૯ કેસ નોંધાયા હતા. ૧૯મી માર્ચે ૧૩૩ કેસ નોંધાયા હતા.

Related posts

આ કંપનીના કર્મચારીઓએ કોરોનાની રસી લેવાની ના પાડી દીધી, કંપનીએ 1400 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા…

saveragujarat

નવરાત્રિ દરમ્યાન અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસે (AMTS) મુસાફરો માટે ધાર્મિક બસ સેવાની કરી જાહેરાત…

saveragujarat

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા પૌરાણિક નગરી વડનગરમાં દ્વિદિવસીય શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી મુખવાણી – રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણની ભવ્યતાતિભવ્ય ઉજવણી

saveragujarat

Leave a Comment