Savera Gujarat
Other

હવે રૂા.15000 સુધીના ઈ-મેન્ડેટમાં વન-ટાઈમ પાસવર્ડની જરૂર રહેશે નહી

મુંબઈ: રીઝર્વ બેન્કે ઈ-મેન્ડેટ માટેની મર્યાદા રૂા.5000થી વધારીને રૂા.15000 કરી છે અને હવે રૂા.15000 સુધીના ઈ-મેન્ડેટમાં વનટાઈમ પાસવર્ડની જરૂર રહેશે નહી. ઈ-મેન્ડેટનો ઉપયોગ કોઈપણ પ્રકારના રીકરીંગ પેમેન્ટ માટે થાય છે જેમાં બેન્કો કે પછી ફાયનાન્સીયલ કંપનીઓ તથા વિમા પ્રીમીયમ- શૈક્ષણિક ફી કોઈપણ પ્રકારના સબક્રીપ્શન જે નિયમીત રીતે પેમેન્ટ કરવાના હોય તેઓ માટે ઉપયોગી છે.

અત્યાર સુધી રૂા.5000 સુધીના ઈ-મેન્ડેટમાં વનટાઈમ પાસવર્ડની જરૂર રહેતી ન હતી. હવે તે મર્યાદા વધારીને રૂા.15000 સુધીના રીકરીંગ પેમેન્ટમાં ઈ-મેન્ડેટમાં ઓટોપીની જરૂર રહેશે નહી. અત્યાર સુધીમાં 6.25 કરોડ ઈ-મેન્ડેટ રજીસ્ટર થયા છે જેમાં 3400 આંતરરાષ્ટ્રીય મર્ચન્ટના પણ છે. રીઝર્વ બેન્કે હવે આ ઉપરાંત ક્રેડીટ કાર્ડને પણ યુપીઆઈ પેમેન્ટ માટે માન્ય ગણવા નિર્ણય લીધો છે.

દેશમાં યુનિફાઈડ પેમેન્ટ સીસ્ટમ તરીકે ઓળખાતા યુપીઆઈમાં મે માસમાંજ 594 કરોડ વ્યવહારો થયા છે જેની કુલ કિંમત રૂા.10.4 લાખ કરોડ થયુ છે. દેશમાં યુપીઆઈ પેમેન્ટ સીસ્ટમમાં 26 કરોડ લોકો અને પાંચ કરોડ વ્યાપારીઓ જોડાયા છે. જો કે પ્રારંભમાં રૂપી ક્રેડીટકાર્ડને જ હાલ યુપીઆઈ પેમેન્ટની મંજુરી અપાઈ છે અને તબકકાવાર અન્ય ક્રેડીટ કાર્ડને પણ યુપીઆઈ પેમેન્ટ સાથે જોડી દેવાશે.

Related posts

દેલોલ ગામમાં ૧૭ લોકોની હત્યાના ૨૨ આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા

saveragujarat

વાવાજોડાની અસર : ગુજરાતમાં વાતાવરણ પલટાયું : સોમનાથ નવા બંદર દરમિયામાં 15 બોટ ગરકાવ :8 ખલાસી લાપતા

saveragujarat

કોંગ્રેસના ચક્કાજામમાં અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત

saveragujarat

Leave a Comment