Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ગુજરાતના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ દ્વારા મેડલ એનાયત થશે

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૨૫
આવતીકાલે પ્રજાસત્તાક દિવસે ભારતમાંથી પોલીસકર્મીઓને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરશે. કેન્દ્રિય ગૃહમંત્રીએ એક યાદી જાહેર કરી હતી જેમા આ પોલીસ કર્મીઓની નામની જાહેરાત કરવામાં આવી હતી. આ પોલીસકર્મીમાં ગુજરાતના પણ બે અધિકારીઓને પણ રાષ્ટ્રપતિ દ્વારા મેડલ એનાયત કરશે. આ સાથે ૧૨ પોલીસ અધિકારીઓને પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે. પ્રજાસતાક દિવસે ભારતના ૯૦૧ પોલીસકર્મી રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત થશે. આ પોલીસકર્મીમાં ૧૪૦ વીરતા માટે પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે. આ ઉપરાતં ૯૦ પોલીસકર્મીઓને વિશિષ્ટ સેવા માટે જ્યારે પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે. ગુજરાત રાજ્યના બે પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવામાં આવશે. આ માટે કેન્દ્રિય ગૃહમંત્રાલયે યાદી પોલીસ અધીકારીઓના નામની જાહેર કરી દીધી છે. ગુજરાતમાંથી એડીજીપી અનુપમસિંહ ગેહલોત અને એટીએસના ડીએસપી કે.કે. પટેલને રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવશે જ્યારે અન્ય ૧૨ પોલીસ અધિકારીઓને પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે.

Related posts

અમે વિકાસના કામોનો મુદ્દો જનતાની વચ્ચે લઈ જઈએ છીએઃ કુશવાહા

saveragujarat

જાે યુદ્ધ થશે તો તે ચીન-પાક. બંને સાથે થશે : રાહુલ ગાંધી

saveragujarat

પ્રધાનમંત્રીના ગુજરાત આગમના પગકે વ્યવસ્થાઓનુ જાત નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ.

saveragujarat

Leave a Comment