Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

૨૦ વર્ષોમાં ગુજરાતે સર્વાધિક વિકાસ કર્યો છે : રાજ્યપાલ

સવેરા ગુજરાત,ગાંધીનગર, તા.૨૩
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ થઈ ચુક્યો છે. રાજ્યપાલ એક તરફ ગૃહમાં સરકારના વિકાસ કામોની વાત કરી રહ્યાં હતાં. ત્યાં બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભાના પગથિયાં પર ઉભા રહીને સૂત્રોચ્ચાર સાથે સરકારનો વિરોધ કર્યો હતો. ગુરૂવારથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થયો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભા ગૃહમાં પહોંચ્યા ત્યારે જય શ્રી રામના નારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ગૃહની કામગીરી શરૂ થતા રાજ્યપાલે પોતાના સંબોધનમાં કહ્યુંકે, ગુજરાત એટલે ગરબા, ગુજરાત એટલે સાહસ, ગુજરાત એટલે વ્યાપાર, ગરવી ગુજરાત. પાછલા ૨૦ વર્ષોમાં ગુજરાતે સર્વાધિક વિકાસ કર્યો છે. ભારત સરકારે કેન્દ્રિય બજેટ માં રેલવે માટે ૮ હજાર કરોડથી વધુ ની જાેગવાઈ કરી છે. જેનાથી ગુજરાતને લાભ થશે. ખાસ કરીને અમદાવાદ સહિત ૮૭ રેલવે સ્ટેશન વિકસિત થશે.વિધાનસભામાં રાજ્યપાલે પોતાના સંબોધનમાં જણાવ્યુંકે, પીએમ મોદીએ અમદાવાદને મેટ્રો ટ્રેન ની ભેટ આપી છે. ગાંધીનગર ને જાેડતી વંદે ભારત ટ્રેનની પણ ભેટ આપી. રાજ્ય સરકારે લોકો ની સુવિધા ઓ ને ધ્યાનમાં રાખીને વિકાસ કર્યો એનાથી ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. સૌનો સાથ સૌના વિકાસ થી ગુજરાત દેશનું મોડલ રાજ્ય બન્યું છે. તમામ પેરા મીટર પર અન્ય રાજ્યો માટે ગુજરાત પથ દર્શક છે. ગુજરાત છેલ્લા ૯ વર્ષથી ડબલ એંજિન સરકારનું સાક્ષી બન્યું છે. ફક્ત ત્રણ મહિનામાં ગુજરાતે રાષ્ટ્રીય રમતોત્સવ નું આયોજન કર્યું. જે દર્શાવે છે કે ગુજરાતની ભૂમિ માં કૈંક ખાસ છે.રાજ્યપાલે જણાવ્યું કે, આ રમતોત્સવના સફળ આયોજન થી ગુજરાત ઓલમ્પિક રમતોત્સવ માટે પણ તૈયાર થઈ રહ્યું છે. પીએમ મોદીના નેતૃત્વમાં ભારતને ય્૨૦ની અધ્યક્ષતા પણ આ વખતે મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની માં ગુજરાતમાં ય્૨૦ ની ૧૬ બેઠકો નું આયોજન થઈ રહ્યું છે. માર્ચમાં સુરત, જુનમાં કેવડીયા સહિત અન્ય ૧૩ બેઠકો યોજાશે. ગુજરાત માં ૧૦ લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી નું પ્રશિક્ષણ આપ્યું. પ્રાકૃતિક ખેતી માં ખેડૂતોને રાજ્ય સરકાર ૧૦ હજારની સહાય કરે છે. અત્યાર સુધી ૧ લાખથી વધુ ખેડૂતોને આ સહાય આપી છે.કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડા, ધારાસભ્ય શૈલેષ પરમાર, ગેનીબેન ઠાકોર, જીજ્ઞેશ મેવાણી, ઈમરાન ખેડાવાલા સહિતના કોંગ્રેસના ધારાસભ્યોએ ગુજરાત સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરીને સરકારનો ભારે વિરોધ નોંધાવ્યો. ખાસ કરીને કોંગ્રેસના ધારાસભ્યોએ ગુજરાતમાં પેપરલીક કાંડ અંગે સરકાર સામે નિશાન તાક્યું. વિધાનસભા પરિસરની અંદર અને બહાર પોસ્ટર દર્શાવી વિરોધ કર્યો હતો.

Related posts

ઇડર ઍપોલો ત્રણ રસ્તા નું કિલોમીટર બોર્ડ બિસ્માર હાલત માં.

saveragujarat

હિમાચલ પ્રદેશ ચૂંટણી : સર્વેથી કોંગ્રેસના નેતાઓ ઝુમવા લાગ્યા

saveragujarat

ચીનમાં સોશિયલ મીડિયા પર મોદીને લોકો સન્માન આપે છે

saveragujarat

Leave a Comment