Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ઇડર ઍપોલો ત્રણ રસ્તા નું કિલોમીટર બોર્ડ બિસ્માર હાલત માં.

સવેરા ગુજરાત, ઇડર  તા. ૧૩

હિમતનગર અંબાજી હાસવેરા ઇવે રોડ પર આવેલ ઇડર શહેરનાં એપોલો ત્રણ રસ્તા ખાતે લગાવેલ કિલોમીટર બોર્ડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે આર.એમ.બી વિભાગ દ્રારા લગાવવામાં આવેલ કિલોમિટર બોર્ડ ખંડેર હાલતમાં જોવા મળતાં વાહન ચાલકો પરેશાન થયાં છે…

સાબરકાંઠા જિલ્લામાંથી પ્રસાર થતાં સ્ટેટ હાઇવે રોડ પર આર.એમ.બી વિભાગ દ્રારા ઇડર શહેરના એપોલો ત્રણ રસ્તા પાસેથી પ્રસાર થતાં રાહદારીઓ અને પર્યટકોને રસ્તો જડી રહે તેને લઇ કિલોમિટર બોર્ડ લગાવવામાં આવ્યું હતું. ઈડર શહેરના મધ્યમાંથી પ્રસાર થતો હાઇવે રોડ અંબાજી પોળો ફોરેસ્ટ ખેડબ્રહ્મા સહિત રાજસ્થાન જતાં રાહદારીઓ અને પર્યટકો માટે રસ્તાનું સાચુ મેપ બતાવતું કિલોમીટર બોર્ડ લગાવવામાં આવ્યું હતું ત્યારે ઈડર શહેરમાંથી રોજના હજારો વાહન ચાલકો પ્રસાર થતાં હોય છે જોકે વાહન ચાલકો એપોલો ત્રણ રસ્તા પાસેથી જમણી સાઈડ જવાની બદલે સીટી માં પ્રવેશી જતા હોય છે જેને લઇ શહેરમાં અનેક વાર ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે કરોડોના ખર્ચે તૈયાર થયેલ સ્ટેટ હાઇવે રોડ પર લગાવેલ કિલોમીટર બોર્ડ વાહન ચાલકો ની આંખે નજરે નાં પડતું હોવાને લઇ હાઇવે રોડ પરથી પ્રસાર થતાં વાહન ચાલકોને શહેરનાં ટ્રાફિક માંથી ઉલ્ટા રસ્તે જ્વા માટે મજબૂર બન્યું છે ત્યારે આવનાર દિવસોમાં સ્ટેટ આર.એમ.બી વિભાગ દ્રારા કિલોમિટર બોર્ડ ત્યાર કરિને રોડ પર લગાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે. શું ખંડેર હાલતમાં જોવા મળતું કિલોમિટર બોર્ડ ફરીએકવાર યોગ્ય સ્થળે લગાવવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું…

રિપોર્ટર:- મિલાપ નાયક,ઇડર

Related posts

શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર પટાંગણમાં પૂજનીય સંતો તથા સ્વામિનારાયણ શાળા પરિવારે શૌર્યભેર ૭૫ મા પ્રજાસત્તાક દિનની કરી ઉજવણી…

saveragujarat

મોંઘવારી, બેરોજગારી અને જીવનજરૂરિયાત વસ્તુઓ પર જીએસટીમાં વૃદ્ધિને લઇને રામલીલા મેદાનમાં કોંગ્રેસની રેલી યોજાઇ

saveragujarat

લાંબા અંત૨ાલ બાદ સંજયદત્ત અને ૨વિના ફિલ્મમાં ચમકશે

saveragujarat

Leave a Comment