Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

હોળીનાં છાણાનું એડવાન્સ બૂકીંગ શરૂ થઇ ગયું

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૨૩
હોળી પર્વ નજીક આવી રહ્યું છે. હોલિકા દહનમાં કરવામાં આવશે. હોલિકા દહનમાં મોટા ભાગે લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે ભરૂચમાં આવેલા પાંજરાપોળના ટ્રસ્ટીઓએ નવતર પ્રયોગ કર્યો છે. હોળીને ધ્યાનમાં રાખીને ગાયના ગોબરમાંથી છાણા બનાવવામાં આવી રહ્યાં છે. ગાયના ગોબરના છાણાની હોળી કરવા લોકોને અપીલ કરવામાં આવી છે. તેમજ પાંજરાપોળમાં છાણાંનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારાએ જણાવ્યું હતું કે, પાંજરાપોળ ગૌ માતાની સેવા કરે છે. છેલ્લા બે વર્ષથી ગાયના ગોબરમાંથી છાણા બનાવવામાં આવે છે. છાણાનો ઉપયોગ હોલિકા દહનમાં લાકડાની જગ્યાએ કરવામાં આવે છે. તેમાંથી પર્યાવરણનું જતન થાય પ્રદુષણથી મુક્તિ મળે તે માટે કરાય છે. ગૌ માતાના ગોબરમાં લક્ષ્મીજીનો વાસ છે. ગોબર માંથી અગ્નિ પ્રગટ થાય એટલે વાતાવરણ શુદ્ધ થાય છે. ઓક્સિજન શુદ્ધ મળે છે. અનેક વૈજ્ઞાનિક પ્રમાણો પણ દિન પ્રતિદિન શોધતા મળતા ગયા છે. જેનાથી પાંજરાપોળ ગૌશાળાને આર્થિક ફાયદો થાય છે અને વૃક્ષો ઓછા કપાઈ છે. પાંજરાપોળ છાણાંનું વેચાણ કરે છે. એક છાણાની કિંમત પાંચ રૂપિયા છે. તેમજ બજારમાં મળતા છાણા વજનમાં હલકા હોય છે અને પતલા હોય છે. જ્યારે પાંજરાપોળના છાણા મોટી સાઇઝનાં અને વજનમાં વધારે હોય છે. આ અંગે એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. તેમજ મહેન્દ્રભાઇ કંસારાએ ગાયનાં છાણમાંથી હોળી કરવા અપીલ કરી છે. ભરૂચ શહેરના જેબી મોદી પાર્કમાં આવેલા પાંજરાપોળ ખાતે ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા, બીપીન ભટ્ટ સહિતના ટ્રસ્ટીઓ દ્વારા હોલિકા દહનમાં છાણાના ઉપયોગ થકી પ્રકૃતિનું જતન કરવામાં આવી રહ્યું છે. પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા હાલમાં પણ પ્રકૃતિનું જતન માટે છાણનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

Related posts

ચિંગારી એપ દ્વારા અમદાવાદમાં યોજાઇ ધમાકેદાર હોળી પાર્ટી

saveragujarat

અમદાવાદનો 162મા જન્મદિવસની મણિનગર કલબના સભ્યો દ્વારા કરાઈ ઉજવણી

saveragujarat

ગાંધીનગર ડિફેન્સ એક્સ્પો 2022 મોકૂફ રખાઈ, ટૂંક સમયમાં-નવી તારીખો થશે જાહેર

saveragujarat

Leave a Comment