Savera Gujarat
Other

ચિંગારી એપ દ્વારા અમદાવાદમાં યોજાઇ ધમાકેદાર હોળી પાર્ટી

સવેરા ગુજરાત/ભારતીય શોર્ટ-વીડિયો એપ ચિંગારી ($GARI દ્વારા સંચાલિત) દ્વારા અમદાવાદમાં લોકપ્રિય ગુજરાતી કલાકારો સાથે વર્ષની સૌથી ધમાકેદાર હોળી પાર્ટી યોજવામાં આવી હતી. આ હોળી પાર્ટીને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો અને અમદાવાદીઓએ અનલિમિટેડ ગેમ્સ, રેઇન-ડાન્સ અને ગુજરાતી કલાકારોનાં અનોખા પરફોર્મન્સ સાથે હોળીની ખાસ રીતે ઉજવણી કરી હતી. ચિંગારી દ્વારા આયોજિત આ હોળી પાર્ટી ડેકોરેશન અને મ્યુઝિકની દ્રષ્ટિએ એકદમ ભવ્ય હતી.

ફક્ત $20 ગારી ટોકન દ્વારા અમદાવાદીઓએ આ પાર્ટીમાં ભાગ લીધો હતો અને તેને સૌથી હેપનિંગ બનાવી હતી. સિંધુ ભવન ખાતેનાં ઓરિઓન સેરેમોનિયલ લોન્સ ખાતે 18મી માર્ચનાં રોજ આ ભવ્ય પાર્ટી યોજાઇ હતી,
જેમાં સૌનાં ફેવરિટ કલાકારો એવાં આદિત્ય ગઢવી, ઇશાની દવે, નંદલાલ છાંગા અને અઘોરી મ્યુઝિકનાં ખાસ પરફોર્મન્સને ઓડિયન્સે દિલથી માણ્યા હતા. સાથે જ ચિંગારીનાં જાણીતા ક્રિએટર ગ્રુપ ABCD ડાન્સ ફેક્ટરી દ્વારા પાવર-પેક્ડ પરફોર્મન્સે ખેલૈયાઓનાં ઉત્સાહને ઓર મજબૂત બનાવ્યો હતો અન ઇવેન્ટમાં જોમ ભર્યો હતો.

આ ઇવેન્ટનું ખાસ આકર્ષણ રેઇન-ડાન્સ હતું, જેમાં હોળીરસિયાઓ DJ મ્યુઝિક સાથે મન મૂકીને નાચ્યા હતા. આ ઉપરાંત, ચિંગારીનાં ખાસ હોળી બેશમાં બલુન ફાઇટ્સ, સેલેબ્રિટી મીટ એન્ડ ગ્રીટ અને સેલ્ફી બૂથ જેવા અન્ય આકર્ષણો પણ હતા.

ચિંગારી એપનાં કો-ફાઉન્ડર અને સુમિત ઘોષે આ ખાસ પ્રસંગે જણાવ્યું કે, “ચિંગારી કે જે $GARI દ્વારા પાવર્ડ છે, તેની ગુજરાતની સૌપ્રથમ ઇવેન્ટને આટલો જોરદાર પ્રતિસાદ મળ્યો છે. ચિંગારીનાં હોળી ફેસ્ટ થકી છેલ્લાં 2 વર્ષથી તહેવારની ઉજવણીની રાહ જોતાં અમદાવાદીઓ રંગોના આ તહેવારનો આનંદ માણી શકે અને સાથે જ $GARI ટોકન વિશે ખાસ જાગૃતતા આવે, તે આ હોળી પાર્ટીનો ખાસ ઉદ્દેશ હતો. આ ઇવેન્ટને મળેલાં જોરદાર રિસ્પોન્સથી અમે ખુશ છીએ અને સાથે જ ભવિષ્યમાં આવી વધુ ને વધુ ઇવેન્ટ યોજવા માટે આતુર છીએ.”

વધુમાં તેઓ ઉમેરે છે કે, “ચિંગારી હોળી ફેસ્ટિવલ એટલા માટે ખાસ બની રહ્યો, કારણકે તેમાં સામાન્ય લોકોને ચિંગારીનાં ખાસ ક્રિએટર્સ અને ગુજરાતનાં જાણીતાં સેલેબ્સ સાથે ખાસ ઉજવણી કરવા મળી અને સાથે જ ચિંગારી સાથે તેમનો નાતો વધુ મજબૂત બન્યો. માટે આગામી વર્ષ દરમિયાન આવી વધુ ને વધુ ઇવેન્ટ અમે યોજીશું, જેના માટે ચિંગારી સાથે ખાસ જોડાયેલા રહેજો.”

કચ્છનાં જાણીતાં ગાયક કલાકાર નંદલાલ છાંગા કે જેમનું આ ઇવેન્ટમાં ખાસ પરફોર્મન્સ હતું, તેઓ જણાવે છે, “આ હોળી ખરેખર અમેઝિંગ અને સુંદર ઇવેન્ટ બની રહી, જેમાં ઓડિયન્સનો સારો પ્રતિસાદ મળ્યો. આવી અમેઝિંગ હોળી પાર્ટીમાં પરફોર્મ કરવાનો અનુભવ ખરેખર મજાનો હતો. અહીં આવેલાં લોકોનાં ઉત્સાહ અને તેમની એનર્જીએ ઇવેન્ટમાં ચાર ચાંદ લગાવી દીધા. સાથે જ ચિંગારી ટીમ સાથેનો આ અનુભવ ખરેખર જોરદાર રહ્યો. ભવિષ્યમાં આવી વધુ ઇવેન્ટમાં પરફોર્મ કરવા મારી ટીમ આતુર છે.”

મહત્વનું છે કે, આ હોળી ઇવેન્ટમાં જાણીતાં ગુજરાતી કલાકારો જીનલ બેલાની, તુષાર સાધુ, ભૌમિક સંપત, દીપ ધોળકિયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને ચિંગારી ટીમ સાથે હોળીની ઉજવણી કરી હતી.

Related posts

ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત ત્રિદિવસીય સ્વાસ્થ્ય ચિંતિન શિબિરનું આજથી બે દિવસનું આયોજન કરાયું, ગૌરવ પૂર્ણ ક્ષણ : આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલ

saveragujarat

૧૮ થી ૬૫ વર્ષની ઉંમર વચ્ચેના રશિયન પુરુષોને દેશ છોડવા પર પ્રતિબંધ, માર્શલ લો લાગુ થઈ શકે છે

saveragujarat

10 એપ્રિલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવશે ગુજરાત

saveragujarat

Leave a Comment