Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ટેન્કરે બાઈક સવાર દંપત્તિને અડફેટે લેતા કમકમાટી ભર્યા મોત

સવેરા ગુજરાત,સુરત, તા.૧૫
સુરતના વરીયાવ રોડ ખાતે કારીવાડ ગામની સીમમાં ટેન્કરે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ત્યારે ઘટના અંગે મળતી વિગત મુજબ બાઈક સવાર દંપતી ઓલપાડ તાલુકાના જાેથાણ ગામના હળપતિ વાસમાં રહેતા હતા. ૫૦ વર્ષીય સુરેશભાઈ કનુભાઈ રાઠોડ તેમની ૪૫ વર્ષીય પત્ની ગૌરીબેન રાઠોડ સાથે ખરીદી કરવા માટે સુરતના અમરોલી વિસ્તારમાં જઈ રહ્યા હતા. પાડોશમાં રહેતો ચાર વર્ષીય તન્વીર તેમની સાથે જવા માટે જીદ કરી હતી. જેથી તેને પણ તેઓ લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન વરિયાવ ગામથી ઉતરાણ તરફ જઈ રહેલા રોડ પરથી તેઓ અમરોલી ખાતે પસાર થઈ રહ્યા હતા. કોરીવાડ ગામની સીમમાં પાછળથી આવતા ટેન્કર ચાલકે અચાનક અડફેટે લીધા હતા.
તેમના પરથી ટેન્કર ફરી વળ્યું હતું. જેને લઇ ગૌરીબેન રાઠોડ અને સુરેશભાઈ રાઠોડનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતુ. જ્યારે ચાર વર્ષીય તન્વીર ફંગોળાઈ જતા ચમત્કારિક બચાવ થયો હતો. અચાનક દંપત્તિનું રોડ અકસ્માતમાં મોત થઈ જતા પરિવારમાં શોકની કાલિમાં છવાઈ ગઈ છે.જહાંગીરપુરા પોલીસ મથકના પી.એસ.આઇ દ્વારા મળતી વિગતો અનુસાર સુરેશભાઈ અને તેમના પત્ની ગૌરીબેનના પુત્રના ત્રણ મહિના પછી લગ્ન યોજવાના હતા. પુત્રના લગ્નની ખરીદી કરવાની બાકી હોવાથી તેઓ ખરીદી કરવા સુરતના અમરોલી વિસ્તારમાં જઈ રહ્યા હતા. જાેકે લગ્નની ખરીદી કરી શકાય તે પહેલા જ તેમને કાળમુખી ટેન્કર રસ્તે ભરખી ગયો. માતા પિતા પુત્રના લગ્નનો હરખ ઉજવી શકે અને તેને માણી શકે તે પહેલા જ મોતને ભેટતા પરિવારમાં ખુશી નો પ્રસંગ અચાનક દુઃખમાં પરિવર્તિત થઈ ગયો હતો.પુત્રના લગ્નની ખુશીના ઉત્સવની તૈયારીમાં નીકળેલા માતા-પિતા ને અચાનક જ રસ્તામાં કાળમુખી ટેન્કર ભરખી જતા પરિવારમાં શોક છવાઈ ગયો હતો. પરિવારના સભ્યોને પોલીસ દ્વારા જાણ કરવામાં આવી હતી કે, સુરેશભાઈ અને તેમના પત્ની ગૌરીબેન સાથે અકસ્માતની ઘટના બની છે. તેમનું મોત થતા તેમને સિવિલના પીએમ રૂમ ખાતે લાવવામાં આવ્યા છે. ત્યારે પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો.ખુશી મનાવવાની તૈયારીમાંથી સુરેશભાઈ અને ગૌરીબેનનો પરિવાર સિવિલના પીએમ રૂમ બહાર શોકમાં ગરક થઈ ગયું હતું. સિવિલના પીએમ રૂમ બહાર પરિવારનું ભારે આક્રંદ જાેવા મળ્યું હતું. પરિવારના આક્રંદથી સિવિલ પણ ધ્રુજી ઉઠ્‌યું હતું.ઓલપાડના જાેથાણ ગામના રાઠોડ દંપતીની સાથે તેમની પડોશમાં રહેતો ચાર વર્ષીય તન્વીર પણ આવ્યો હતો. ચાર વર્ષનો બાળક તન્વીર પોતાના ઘરે રહેવા કરતાં વધારે તેના પાડોશીના સુરેશભાઈ અને ગૌરીબેન સાથે વધુ રહેતો હતો. જેથી દંપતી ખરીદી કરવાની કર્યું ત્યારે તેની સાથે જવા માટે જીદ કરી તે પણ આવ્યો હતો. ત્યારે અકસ્માતની આ ઘટનામાં સદનસીબે ચાર વર્ષના આ બાળકનો ચમત્કારિક બચાવો થયો હતો. બાળકને સામાન્ય નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જેને લઇ સારવાર માટે તેને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

Related posts

આ ચશ્માનું ભારત સાથે છે ખાસ કનેક્શન, લંડનમાં દુર્લભ ચશ્માની થઇ કરોડોમાં હરાજી જાણો એવું તો શું છે એમાં ખાસ ?

saveragujarat

ગાંધીનગરના કલોલમાં ભાજપ દ્વારા વિજય ઉત્સવની કરાઈ ઉજવણી.

saveragujarat

કિર્તીદાને હાથ ઝાલ્યો અને કમાની કિસ્મત બદલાઈ ગઈ

saveragujarat

Leave a Comment