Savera Gujarat
Other

કિર્તીદાને હાથ ઝાલ્યો અને કમાની કિસ્મત બદલાઈ ગઈ

સવેરા ગુજરાત, સુરેન્દ્રનગર,તા.૧૦
ગુજરાતમાં હાલ દરેક ડાયરામાં એક નામ ચર્ચાઈ રહ્યું છે જે છે ‘કમો’. કમો કમાની રીતેપકમો તો ભાઇ કમો કહેવાય. કમો મોજ આવે તો બોલે નકર નો પણ બોલે. હાલ ગુજરાતના જાણીતા કલાકારોના મુખે આવા શબ્દો સાંભળવા મળતા હોય છે. ત્યારે તમને થશે કોણ છે આ કમો? જેને દેશ-વિદેશમાં ભારે બોલબાલા છે. સોશિયલ મીડિયા પર તમને કમો ક્યાંકને ક્યાંક દેખાયો તો હશે જ. આમ તો આખુ ગુજરાત હાલ કમાને ઓળખતુ થઇ ચૂક્યું છે પરંતુ હજું પણ કેટલાક લોકો કમાથી અજાણ છે. આજે વિદેશ સુધી પહોંચી જનાર કમાભાઇ થોડા સમય પહેલા સુધી કોઈ દિવસે સ્ટેજ સુધી પણ ન હતા ગયા. સ્ટેજ ઉપર જવા અને બેસવાનું તો કદાચ તેણે સ્વપ્ન પણ જાેયું ન હશે. જાે કે કમાની કિસ્મતે પલટી મારી અને કિર્તીદાનનો ભેટો થઇ ગયો. કિર્તીદાન ગઢવીએ આંગણી પકડી આ કમાભાઇને આગળ લાવી દીધા. બધા જ ડાયરાઓમાં બોલાવીને પોતાની સાથે રાખી તેમને સ્ટાર બનાવી દીધા છે. સુરેન્દ્રનગરના કોઠારીયાનો કમો આજે એકાએક જગ વિખ્યાત બની ગયો છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં હાલ કમાંનો જાેરદાર ટ્રેન્ડ છવાયો છે. ત્યારે કમાંનો પરિવાર પણ હવે ગર્વ અનુભવી રહ્યો છે. કમો તાજેતરમાં ગુજરાતી કલાકાર કીર્તિદાન ગઢવીના પગલે ચર્ચામાં આવ્યો છે. કોઠારીયાના ગ્રામજનો કમાને હાલ ગામનું ગૌરવ ગણી રહ્યા છે. પરંતુ એક દિવસ એવો પણ હતો કે કમાને કોઈ ભાવ પણ પુછતું નહોતું અને ધૂતકારીને કાઢી મૂકતા હતા. પરંતુ કહેવાય છે ને સમયનું ચક્ર ફર્યું અને કમો જમીનથી સીધો આકાશમાં પહોંચી ગયો છે. આજે ચારેબાજુ કમાની કિર્તી ગાજી રહી છે. ગુજરાત રાજ્યમાંથી અનેક લોકો કમાને મળવા કોઠારીયા પહોંચી રહ્યા છે. ત્યારે કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર, જીગ્નેશ કવિરાજના કાર્યકમોમાં કમો હાજરી આપી અનેક પ્રશંસકોનું દિલ જીતી રહ્યો છે. કમાના માતા-પિતાએ કમાભાઈની વિશે એવી વાત જણાવી હતી કે, જ્યારે કમો નાનો હતો ત્યારે ડોક્ટરે એવું કહ્યું હતું કે તેઓ સ્લોલર્નર છે. તે ખૂબ ભોળો છે. તેને દુનિયાદારીની ઝાઝી સમજણ નથી, પરંતું ભજનમાં ઉંડો રસ ધરાવે છે. તેનો અવાજ સ્પષ્ટ નથી, પરંતુ ભજન ગાવાનો શોખ ધરાવે છે. લોક ડાયરામાં જવાની તક શોધતો રહેતો હતો. ત્યાર પછી તેઓ પહેલી વખતે કિર્તીદાન ગઢવીએ ડાયરાના કાર્યક્રમમાં બોલાવ્યા હતા. એનો નિર્દોષ ભાવ અને ભકિતમાં તરબોળ થઇ કરાતી ગાંડી-ઘેલી હરકતો લોકોને ગમી ગઇ. એ દિવસે તેમના ખિસ્સામાં ૬ હજાર રૂપિયા પણ હતા અને તેમને આપ્યા હતા. આમ તેઓ એક પછી એક એમ બધા જ કાર્યક્રમોમાં જવા લાગ્યા હતા.

Related posts

કાજુ ખાવાથી શરીરને થાય છે ગજબ ના ફાયદાઓ, જાણ્યા પછી તમે પણ ખાવાનું શરુ કરી દેશો…

saveragujarat

સેન્સેક્સમાં ૧૨૪, નિફ્ટીમાં ૩૭ પોઈન્ટનો ઘટાડો જાેવા મળ્યો

saveragujarat

ચીનના મુસાફરોની મુશ્કેલી વધીઃ અમેરિકા સહિતના દેશો દ્વારા કોરોના સંદર્ભે નિયંત્રણ

saveragujarat

Leave a Comment