Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

અદાણી વિલ્મરની ડિલરશીપ આપવાનું કહીને છેતરપિંડી

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૮
અદાણી ગ્રુપની FMGC કંપની અદાણી વિલ્મરના લીગલ સેલના એક આસિસ્ટન્ટ મેનેજરે સોમવારે ત્રણ શખસો વિરુદ્ધ અદાણી વિલ્મર ડિલરશીપનું વચન આપીને છેતરપિંડી કરવા બદલ અને તેમની પાસેથી રુપિયા પડાવવા બદલ ફરિયાદ નોંધાવી છે. ઈસનપુરની જલધારા સોસાયટીમાં રહેતા ૨૯ વર્ષીય જુબિન મહેતાએ મંગળવારે સાઈબર ક્રાઈમ પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અદાણી વિલ્મર માટે આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે અને છેલ્લાં ચાર વર્ષથી નવરંગપુરાની કંપનીમાં કામ કરે છે. તેમણે જણાવ્યું કે, અદાણી વિલ્મર ૨૩ વર્ષ પહેલાં સ્થપાયેલી હ્લસ્ઝ્રય્ કંપની છે અને તે ભારતના વિવિધ રાજ્યોમાં ઘરેલું સામાન વેચે છે. અદાણી વિલ્મર ડિલરશીપ માટે અરજી કરનારા વ્યક્તિઓનું મૂલ્યાંકન કર્યા પછી ચોકક્સ શહેરમાં જરુરિયાતોને આધારે ડિલરશીપ આપે છે.ફરિયાદમાં તેઓએ એવું જણાવ્યું છે કે, અરજદારના વેરિફિકેશન પછી ડિલરશીપ આપવામાં આવે છે. જેના માટે કોઈ રુપિયા લેવામાં આવતા નથી. કેટલીકવાર લોકો ડિલરશીપ માટે કંપનીનો સંપર્ક કરે છે અથવા કંપની તેના પોર્ટલ પર જાહેરાતો પોસ્ટ કરે છે. ગઈ ૧૨ ડિસેમ્બરના રોજ એક શિવકુમર બ્રિજપાલે ઈમેલ કર્યો હતો અને અદાણી વિલ્મરનો સંપર્ક કર્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે, વરુણ જૈન નામના શખસે ડિલરશીપનો વાયદો કર્યો હતો. તેમણે કહ્યું કે, તેણે કહ્યા પ્રમાણે રુપિયા આપી દીધા હતા અને જરુરી દસ્તાવેજાે પણ પૂરા પાડ્યા હતા. બ્રિજપાલ એક સેવાનિવૃત સૈન્ય અધિકારી છે
અને તેઓએ કહ્યું કે, તેઓ અદાણી વિલ્મર વિરુદ્ધ કેસ કરશે. એ પછી મહેતાએ દાવાઓની તપાસ કરી અને સામે આવ્યું કે, કંપનીમાં વરુણ જૈન નામનો કોઈ પણ કર્મચારી નથી. તેઓએ કહ્યું કે, બ્રિજપાલ સાથે કોઈએ છેતરપિંડી આચરી છે. આ જ રીતે અન્ચ ચાર લોકોએ ૨૯ ડિસેમ્બર, ૨૦૨૨ અને ૨ ફેબ્રુઆરી, ૨૦૨૧ની વચ્ચે અદાણી વિલ્મરનો ઈમેલ અથવા ફોન દ્વારા સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે, જૈન અને અન્ય બે લોકોએ ડિલરશીપના ખોટા વચનો આપીને તેમનો સંપર્ક કર્યો હતો. મહેતાએ કહ્યું કે, કેટલાંક સાઈબર ભેજાબાજાે લોકો સાથે છેતરપિંડી કરવા માટે અદાણી વિલ્મરના નકલી દસ્તાવેજાે અને ઓળખપત્ર બનાવી રહ્યાં છે.

Related posts

જીએનએ ગાંધીનગર: ટેટ પાસ ઉમેદવારો ભરતીમાં વધારો કરવા મામલે ગાંધીનગરના વિસ્તા ગાર્ડન ખાતે એકઠા થયા હતા.

saveragujarat

ભારત દ્વારા ૨૦૦ કરોડની સહાય જાહેરાતથી અફઘાનિસ્તાન ખુશ

saveragujarat

આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મજબૂત સંગઠન બનાવવા માટે આમ આદમી પાર્ટીએ પ્રદેશ કારોબારી બેઠક યોજી

saveragujarat

Leave a Comment