Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

જંત્રી મામલે રાજ્યના બિલ્ડર પ્રતિનિધિમંડળનીCM સાથે બેઠક

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૬
જંત્રી વધારા બાદ રાજ્યના ડેવલપર પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીને મળ્યું હતું. મુખ્યમંત્રી સાથે બિલ્ડરોએ બેઠક યોજી હતી. જે બાદ બિલ્ડર્સનું કહેવું છે કે, મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી સકારાત્મક હોવાનો બિલ્ડરોનો દાવો છે. અમદાવાદ ક્રેડાઈ સહિત ૪૦ સીટી ચેપટરના પ્રતિનિધિઓએ મુલાકાત કરી હતી. જંત્રી ૧ મેથી લાગુ કરવા ડેવલપરની માંગ છે. જંત્રીમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવા માંગ છે. એફોર્ડેબલ હાઉસિંગ સેક્ટરને અસર ના થાય એ રીતે જંત્રી લાગુ કરવા રજૂઆત કરી છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ઉપરાંત મુખ્ય સચિવ અને મહેસુલ સચિવ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. બીજી તરફ આજથી જંત્રીના નવા ભાવ પણ એડહોક પ્રમાણે લાગુ કરાયા છે.બીજી બાજુ, રાજકોટથી સમાચાર મળી રહ્યા છે કે, જૂના સ્ટેમ્પવાળાને નવો જંત્રી દર નહીં લાગે. ૪ ફેબ્રુઆરી અગાઉ લીધેલા સ્ટેમ્પ અંગે નવો દર નહીં. ૪ તારીખ પૂર્વે સ્ટેમ્પ લીધા હોય તેમને નવી જંત્રી દર લાગુ નહીં પડે. આજના દિવસે ઘંટેશ્વર, માધાપર, પરા પીપળીયા અને મનહર પુર, સીટી સર્વે વોર્ડ નંબર ૧૪,૧૫ અને ૧૬માં આજ રોજ ૩૭ એપોઈન્મેન્ટ લેવામાં આવી છે. ૩૭ પૈકી ૩ દસ્તાવેજ જૂની જંત્રી દરના થયા છે. જમીનની જંત્રીના ભાવને લઇ ધોરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે જંત્રીના વધતા ભાવ ગરીબોની કમર તોડવા સમાન ગણાવી છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સરકાર દ્વારા જંત્રીમાં કરવામાં આવેલા વધારાથી ગરીબોની કમર તૂટી જશે. જંત્રીના ભાવ બમણો કરી નાખવાથી ગરીબોના ઘરના ઘરનું સ્વપ્ન રોડાઈ જશે. જંત્રીના દરમાં થયેલા વધારાની સામે કોંગ્રેસ સરકાર સામે ગુજરાતભરમાં દેખાવ કરશે. જંત્રીના દરોમાં થયેલો વધારો તાત્કાલિક પાછો ખેંચવા પણ વસોયાએ માંગ કરી છે.

Related posts

10 એપ્રિલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવશે ગુજરાત

saveragujarat

ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી ના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક

saveragujarat

મહારાષ્ટ્રના ઠાણેમાં શહેરીકરણ-ભારે હવામાનથી પૂરનું જાેખમ વધ્યું

saveragujarat

Leave a Comment