Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

મહારાષ્ટ્રના ઠાણેમાં શહેરીકરણ-ભારે હવામાનથી પૂરનું જાેખમ વધ્યું

મુંબઈ, તા.૨૦
ભારતમાં શહેરીકરણ ઝડપથી થઈ રહ્યું છે પરંતુ શહેરીકરણ તેની સાથે નવી સમસ્યાઓ પણ લાવી રહ્યું છે. એક સ્ટડી સામે આવી છે જેમાં મહારાષ્ટ્રના ઠાણેમાં શહેરીકરણ અને ભારે હવામાનની ચરમ ઘટનાઓને કારણે પૂરનું જાેખમ વધી રહ્યું છે. તાજેતરના વર્ષોમાં દેશના ઘણા શહેરોમાં પૂરની ઘટનાઓ જાેવા મળી રહી છે.ઠાણેમાં વધતા શહેરીકરણ મુદ્દે સ્ટડી મુંબઈના વીરમાતા જીજાબાઈ પ્રોદ્યોગિકી સંસ્થા સાથે સબંધિત રિસચર્સએ કરી છે. આ અભ્યાસના પરિણામો જર્નલ ઑફ ઈન્ટિગ્રેટેડ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. ઠાણે પૂર્વમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં સિડકો બ્રિજ, વૃંદાવન સોસાયટી, રાબોડી-કોલીવાડા, ક્રાંતિનગર, માજીવાડા ગામ અને ચેંદની કોલીવાડા સામેલ છે.જર્નલ ઓફ ઈન્ટિગ્રેટેડ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટની નવીનતમ આવૃત્તિમાં પ્રકાશિત થયેલ સ્ટડીમાં જણાવ્યું છે કે, ૧૯૯૫ અને ૨૦૦૦ વચ્ચે ઠાણેમાં નિર્માણ ક્ષેત્રે ૨૭.૫ ટકાનો વધારો થયો હતો. આ સમયગાળા દરમિયાન ખુલ્લી જગ્યાઓ, જંગલો, જળાશયો અને મેન્ગ્રોવ્સમાં ઘટાડો થયો છે. આ તમામ પાણી ભરાવા માટે કુદરતી બફર તરીકે કામ કરે છે. આ સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે, ખુલ્લી જગ્યાઓમાં ૨૯.૫%, જંગલોમાં ૮%, જળ સ્ત્રોતોમાં ૧૮.૯% અને મેન્ગ્રોવ્સમાં ૩૬.૩%નો ઘટાડો થયો છે.સ્ટડીમાં અનુમાન લગાવવામાં આવ્યુ છે કે, વર્ષ ૨૦૫૦ સુધીમાં ઠાણેમાં હાલના નિર્માણ ૫૬%નો વધારો થઈ જશે. બીજી તરફ ખુલ્લી જગ્યાઓમાં ૨૯.૫%, વન વિસ્તાર (જંગલ)માં ૫૫.૯૮%, જળ સ્ત્રોતોમાં ૮૭.૪% અને મેન્ગ્રોવ્સમાં ૭૨.૧૩%નો ઘટાડો થઈ શકે છે. આ વિસ્તારો પૂરા થવાને કારણે શહેરમાં પાણી ભરાવા અને પૂરની સમસ્યા વધુ વધી જશે.જળવાયુ પરિવર્તન, વરસાદની ચરમ ઘટનાઓ અને સમુદ્રના સ્તરમાં વધારાના કારણે વહેણ ફેલાઈ રહ્યું છે. વર્ષ ૨૦૫૦ સુધીમાં તેમાં ૩૧.૮%નો વધારો થઈ શકે છે. આ સાથે જ આ સમસ્યા ખૂબ ભયાનક થઈ જશે.
જાે થાણેમાં ભારે વરસાદ પડે તો પાણીના નિકાલ માટે કુલ ૧૭ ગટર છે. તેમાંથી ૮ સમુદ્ર સપાટીથી નીચે છે જ્યારે ૬ દરિયાની સપાટીથી ઉંચા છે પરંતુ તેમાંથી ત્રણ પાણીની સપાટીથી ઉપર છે જે ભરતી વખતે થાય છે.આવી સ્થિતિમાં ઠાણેને ભારે વરસાદની સ્થિતિમાં પાણી પૂરનો સામનો કરવો પડશે. ઠાણેના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે નવ એવા સ્થળોની ઓળખ કરી છે જ્યાં પાણી ભરાઈ જવાની મોટી સમસ્યા છે. સંશોધકોને વિશ્વાસ છે કે આ નકશો અધિકારીઓને મદદ કરી શકે છે. સંશોધકોએ પૂરની સમસ્યાનો સામનો કરવા માટે ઠાણે મ્યુનિસિપલ કોર્પોરેશનને કેટલીક સલાહ આપી છે.આ સ્ટડીમાં કહેવામાં આવ્યુ છે કે, કોર્પોરેશને ધ્યાનમાં રાખવું જાેઈએ કે, જે સ્ટ્રક્ચર્સ વિકસાવવામાં આવી રહ્યા છે તે ૪.૫ મીટર ઊંચા અથવા ઉચ્ચ ભરતીના સ્તર કરતાં વધુ હોવી જાેઈએ. આ સાથે પાણીનો સંગ્રહ કરવા માટે તળાવો, પમ્પિંગ સિસ્ટમ અને ટાઈડલ ગેટનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે.

Related posts

મોદી અટક પર ટીપ્પણી કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા

saveragujarat

અકસ્માત રોકવા અમદાવાદ ટ્રાફિક પોલીસ સજ્જ બની છે તમે પણ સતર્ક બનો

saveragujarat

ગાંધીનગર હોસ્પિટલમાં અમરપુરા ગામની સગીરાની ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે મુલાકાત લીધી

saveragujarat

Leave a Comment