Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

દિલ્હીમાં ફરી એમસીડીની ચૂંટણી રદ કરવામાં આવી

સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૬
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી યોજાઈ રહી છે. સતત બે વખત ચૂંટણી મોકૂફ કર્યા બાદ આ ત્રીજી વખત મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી યોજાઈ હતી. પરંતુ આજે પણ દિલ્હીને મેયર અને ડેપ્યુટી મેયર મળશે નહિ. ફરી એકવખત એમસીડીચૂંટણી રદ્દ થઇ છે.
એમસીડીના તમામ સભ્યોએ શપથ પહેલેથી જ લઈ લીધા છે. સવારે ૧૧થી વાગ્યાથી શરુ થયેલ મેયરની ચૂંટણીમાં ફરી હંગામો જાેવા મળી રહ્યો છે. આ પહેલા આમ આદમી પાર્ટીએ પ્રોટેમ સ્પીકરને પત્ર લખ્યો છે. જેમાં નોમિનેટેડ કાઉન્સિલરોને મતદાનનો અધિકાર આપવામાં આવશે નહીં તેવું જણાવવામાં આવ્યું છે. ચૂંટણી શરુઆતની સાથે જ ૧૦ મિનીટ કાર્યવાહી સ્થગિત કરવમાં આવી હતી.ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ આરોપનો દોર શરૂ થઈ ગયો છે. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ટિ્‌વટ કર્યું કે, ‘ભાજપે તેના કાઉન્સિલરોને આજે ફરીથી એમસીડીની બેઠકમાં મેયરની ચૂંટણી ન થવા દેવાની સૂચના આપી છે, બીજેપી કાઉન્સિલરોને ગૃહ શરૂ થતાંની સાથે જ કોઈને કોઈ બહાને હંગામો મચાવવા માટે કહેવામાં આવ્યું છે. પ્રિસાઇડિંગ ઓફિસર પાછળની વખતની જેમ ફરીથી ગૃહને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરશે, એલજીફરીથી ૨૦ દિવસ પછી તારીખ આપશે. મેયરની ચૂંટણી પહેલા ભાજપે આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા છે. ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના નેતાઓએ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને મત આપવા માટે તેમના ૧૦ કાઉન્સિલરોનો સંપર્ક કર્યો છે, તેમને કરોડો રૂપિયાની ઓફર કરવામાં આવી છે. ભાજપના નેતાઓએ તેમના તમામ ૧૦ કાઉન્સિલરોને મીડિયા સમક્ષ રજૂ કર્યા હતા.

Related posts

મોરબી દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં વધુ એક અરજી

saveragujarat

૧૭ ડિસેમ્બરથી પહેલી સુધી સુપ્રીમ કોર્ટમાં શિયાળું વેકેશન

saveragujarat

સુરતમા મહિલા હત્યાનો વધુ એક ભેદ ઉકેલતી ઉધના પોલીસ,વેલેન્ટાઈન ડેએ પ્રેમીને મળવા ઓરિસ્સાથી આવી હતી સુરત.

saveragujarat

Leave a Comment