Savera Gujarat
Other

મોરબી દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં વધુ એક અરજી

સવેરા ગુજરાત અમદાવાદ તા.9
મોરબીમાં 135 લોકોનો ભોગ લેનારી ઝુલતા પુલ દુર્ઘટનામાં ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરીને રાજય સરકાર તથા માનવ અધિકાર પંચ પાસેથી રિપોર્ટ માંગ્યાના બીજા જ દિવસ વડીઅદાલતમાં વધુ એક જાહેર હિતની અરજી થઈ છે. સુરત સ્થિત કાર્યકર્તા દ્વારા આ અરજી કરવામાં આવી છે.સુરતના સંજીવ ઓઝાના દ્વારા એબ્રોકેટ કે.આર.કોસ્તી મારફત જાહેર હિતની અરજીમાં મેજીસ્ટ્રીયલ તપાસની માંગ કરવામાં આવી છે. નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી તથા ઈજનેરી નિષ્ણાંતોને સામેલ કરીને આ તપાસ કરવામાં આવે. રાજય સરકારે નિયુક્ત કરેલી પાંચ સભ્યોની તપાસ ટીમને રદ કરવાની પણ માંગ કરવામાં આવી છે.
મૃતકોના પરિજનોને 25 લાખ તથા ઈજાગ્રસ્તોને 5 લાખની સહાય ચુકવવા રાજય સરકારને આદેશ આપવાની પણ માંગ કરવામાં આવી છે. 30મી ઓકટોબરે સર્જાયેલી આ દુર્ઘટનામાં 55 બાળકો સહિત 135 લોકોના મોત નિપજયા હોવાનું ઉલ્લેખનીય છે.ઝુલતા પુલના માળખાના પરિક્ષણ માટે આઈઆઈટી કે નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના નિષ્ણાંતોને સામેલ કરીને ખાસ તપાસ ટીમ બનાવવા પણ માંગ કરવામાં આવી છે.અરજીમાં એવી દલીલ કરવામાં આવી છે કે અજંતા મેન્યુફેકચરીંગને ઝુલતા પુલના રીપેરીંગ કે મેઈન્ટેનન્સ અથવા રીનોવેશનનું જ્ઞાન ન હતું અને એટલે જ ધ્રાંગધ્રા સ્થિત કોન્ટ્રાકટરને પેટા કોન્ટ્રાકટ આપી દીધો હતો. કોન્ટ્રાકટરે લાકડાના પગથીયા બદલાવીને એલ્યુમીનીયમને નાખ્યા હતા. સસ્પેન્સન કેબલ પણ નખાતા હતા અને બદલાવાયા ન હતા એટલે મામુલી રીપેરીંગ જ કર્યુ હતું.આ ઉપરાંત મોરબી નગરપાલિકા કે ઓરેવા ગ્રુપે સ્ટ્રકચરલ ડીઝાઈન માટે નિષ્ણાંતોનું માર્ગદર્શન મેળવ્યુ ન હતું કે ફીટનેસ પ્રમાણપત્ર પણ મેળવ્યુ ન હતું. અરજદારે ભારપૂર્વક એમ કહ્યું કે રાજય સરકારે પાંચ સભ્યોની સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ બનાવી છે પરંતુ તેમાં કોઈપણ આ પ્રકારની તપાસ માટે નિષ્ણાંત નથી.
અરજીમાં ભુતકાળની સુરતના આડવાલાઈન્સ બ્રીજની દુર્ઘટના પણ ટાંકવામાં આવી છે. 10 લોકોનો ભોગ લેનાર દુર્ઘટનાની તપાસ ટેકનીકલ નિષ્ણાંતોની કમીટી મારફત થઈ હતી પરંતુ મોરબી દુર્ઘટનામાં આમ કરવામાં આવ્યુ નથી.કાંકરીયા રાઈડ દુર્ઘટનાની તપાસમાં પણ કોઈ નિષ્ણાંતોને લેવાયા ન હતા એટલે તપાસમાં કાંઈ નિકળ્યુ ન હતું.

Related posts

દિલ્હી અને પંજાબના કામોથી પ્રભાવિત થઈને આજે આખું ગુજરાત ‘આમ આદમી પાર્ટી’ સાથે જાેડાઈ રહ્યું છે ઃ મનોજભાઇ સોરઠીયા

saveragujarat

સુરતમાં Pushpa: The Rise ફિલ્મનો ક્રેઝ ચરમ શીમા પર પહોચતા, બજારમાં આવી ‘પુષ્પા સાડી’

saveragujarat

શું કોઈ 10નો સિકકો સ્વિકારવાની ના પાડે છે? તો અહીં ફરિયાદ કરો

saveragujarat

Leave a Comment