Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

વડાપ્રધાન મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા

સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૪
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ક્રમાંકિત થયા છે. યુએસ સ્થિત કન્સલ્ટિંગ ફર્મ ‘મોર્નિંગ કન્સલ્ટ’ દ્વારા તાજેતરના સર્વેક્ષણમાં પીએમ મોદી વિશ્વમાં સૌથી વધુ ૭૮ ટકાના એપ્રુવલ રેટિંગ સાથે લોકપ્રિય નેતાઓની યાદીમાં ટોચ પર છે. આ સર્વેમાં વિશ્વભરના ૨૨ નેતાઓના રેટિંગનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને આમાં પીએમ મોદીની રેટિંગ યુએસના રાષ્ટ્રપતિ જાે બિડેન, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક સહિત અન્ય નેતાઓ કરતા ઘણી વધારે છે.આ પોલિટિકલ ઇન્ટેલિજન્સ રિસર્ચ ફર્મે કહ્યું કે. આ ‘ગ્લોબલ લીડર એપ્રૂવલ’ સર્વે આ વર્ષે ૨૬થી ૩૧ જાન્યુઆરી વચ્ચે એકત્રિત કરવામાં આવેલા ડેટા પર આધારિત છે, જેમાં દરેક દેશના પુખ્ત રહેવાસીઓની સાત દિવસની મૂવિંગ એવરેજના સેમ્પલ સાઇઝ લેવામાં આવ્યા છે.આ સર્વેમાં પીએમ મોદીએ ૭૮ ટકાનું એપ્રુવલ રેટિંગ હાંસલ કર્યું છે, જે યુએસ પ્રેસિડેન્ટ જાે બાઈડેન કરતાં ઘણું આગળ છે, જેમને ૪૦ ટકાનું એપ્રુવલ રેટિંગ મળ્યું છે. મેક્સિકોના પ્રેસિડેન્ટ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર ૬૮ ટકા એપ્રુવલ રેટિંગ સાથે બીજા ક્રમે છે, જ્યારે સ્વિસ પ્રેસિડેન્ટ એલેન બેર્સેટ ૬૨ ટકા એપ્રુવલ રેટિંગ સાથે ત્રીજા ક્રમે છે.આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની વિદેશ નીતિના ઈતિહાસમાં વર્ષ ૨૦૨૨ અભૂતપૂર્વ વર્ષ રહ્યું છે. આ દરમિયાન, પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આપેલી સલાહ કે, ‘આ યુદ્ધનો યુગ નથી’નો સમગ્ર વિશ્વમાં પડઘો પડ્યો હતો.રશિયા-યુક્રેન યુદ્ધે વિશ્વને ત્રીજા વિશ્વ યુદ્ધની અણી પર મૂકી દીધું છે, દરેક દેશ એક બાજુ પસંદ કરી રહ્યા છે. જાે કે, પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વાસ મૂક્યો અને શાંતિનો પક્ષ પસંદ કર્યો હતો. તેમણે બંને દેશોને ‘સંવાદ અને કુટનીતિ’ દ્વારા સમસ્યાનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું.સપ્ટેમ્બરમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટના પ્રસંગે પણ પીએમ મોદીએ પુનરોચ્ચાર કર્યો હતો કે, ‘હવે યુદ્ધનો સમય નથી’. તેમના નિવેદનનું અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોએ સ્વાગત કર્યું હતું. ભારતની વ્યૂહરચના બહુધ્રુવીય વિશ્વમાં સત્તાની સ્પર્ધાને ટાળવાની અને પોતાનો બિન-જાેડાણવાળો માર્ગ બનાવવાની હોવાનું જણાય છે.યુએસ-ટ્રેકિંગ ફર્મની વેબસાઈટ પર શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ૭૮ ટકા લોકો પીએમ મોદીને પસંદ કરે છે, જ્યારે ૧૮ ટકા લોકો તેમને નાપસંદ કરે છે. પીએમ મોદીના એપ્રુવલ રેટિંગમાં તાજેતરમાં વધુ વધારો થયો છે, જે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં ૭૯ ટકા સુધી પહોંચી ગયો છે.

Related posts

NON-VEG લારીઓ માર્ગો પરથી હટાવવા મુદે સરકારની આકરી ઝાટકણી કાઢતી હાઈકોર્ટ

saveragujarat

ગોંડલમાં ૧૮ દિવસમાં ૧૫ લોકોએ આત્મહત્યા કરી

saveragujarat

જાણો આવતીકાલથી શરૂ થતી નવરાત્રી ગરબા સ્થાપન અને શુભમુહુર્ત-વિધિ વિષે

saveragujarat

Leave a Comment