Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ગીરના જેપૂર ગામમાં પાણીની પારાયણ, મામલતદાર કચેરીએ પાણી આપોના નારા

સવેરા ગુજરાત,ગીર સોમનાથ,તા.૧૭
એક તરફ ઉનાળામાં ધોમ તાપ પડી રહ્યો છે તો બીજી તરફ ગીરના ગામોમાં પાણીનો પોકાર ઉઠી રહ્યો છે. જેને તંત્રની લાપરવાહી કહો કે અધિકારીઓની આળશ, ઉનાળો આવતા તાલાલાના જેપૂર ગામમાં મહિલાઓને પાણી માટે દરદર વલખા મારવા પડે છે. જુઓ આ દ્રશ્યો તાલાલા ગીરના જેપુર ગામના, જ્યાં તાલાલાના ગીર વિસ્તારની નજીક આવેલું જેપુર ગામમાં છેલ્લા ૧૪ વર્ષથી સ્વજલધારા યોજનાની પાઈપ લાઈન ૫૦૦ મીટર જેટલા એરિયામાં બનવાની બાકી હોય લોકો એક દાયકાથી વધારે સમયથી ઉનાળામાં પીવાના પાણી માટે વલખા મારતા જાેવા મળે છે. જે ગામમાં પીવાનું પાણી ન હોય ત્યાં ખેતી અને પશુપાલનની તો શું સ્થિતિ હોય તે કલ્પના કરી શકાય છે.ગામના બોરમાં પાણી ન હોય પાણીનું વિતરણ કરી શકાતું નથી. અને જેમ-જેમ ઉનાળો આગળ વધશે તેમ તેમ જેપુર ગામની અંદર પાણીનો પોકાર વધશે. વાડી વિસ્તારની અંદર ખાનગી કૂવામાંથી અમુક વખત મહિલાઓને દયા ખાઈને પાણી આપવામાં આવે છે તો અમુક વખત પાણી ન મળવાને કારણે બે થી ત્રણ કિલોમીટર દૂર ગયેલ મહિલાઓ બળબળતા તાપ એ ખાલી બેડા લઈ અને ઘરે પરત ફરે છે. હાલ ગામમાં પંચાયત પણ નથી અને વહીવટદાર નીમવામાં આવ્યા છે. પરંતુ ગ્રામ પંચાયત પાસે પાણીનો કોઈ સ્ત્રોત નથી. અને ઉનાળો આવતાં આ ગામના કૂવા અને બોર ના તળ માં પાણી રહેતા નથી. જેને કારણે ૫ થી ૭ દિવસે પાણી વિતરણ થાય છે.આ શબ્દો પાણી વિતરણ કરતા વ્યક્તિના છે. ગામમાં ‘નલ સે જળ’ની યોજના પણ છે પરંતુ આયોજન વગર શું કામની? આ ગામમાં ઘર ઘર પાણી જેવી સરકારની વાતો જૂઠી સાબિત થાય છે. ગામમાં બોર છે પણ બોરમાં પાણી નથી. જેથી મહિલાઓને ભારે હાલાકીનો સમાનો કરવો પડી રહ્યો છે. ગામની મહિલાઓને ગામથી ૩ કિલોમિટર દૂર પાણી ભરવા માટે જવું પડે છે. અને આટલે દૂર જવા છતા પણ ક્યારેક તેમને પાણી મળતું નથી. છેલ્લા કેટલાક વર્ષોની સમસ્યાને લઈ હવે ગામજનો પણ થાક્યા અને આજે તાલાળા મામલદાર કચેરી કચેરી ખાતે ઘસી આવ્યા.ઉલ્લેખનીય છે કે, જ્યાં પહોંચતા જ ગામના પુરુષો અને મહિલાઓ એ સૂત્રોચાર કરી પાણીની માંગ કરી કે, ‘પાણી આપો પાણી આપો, સરકાર અમને પાણી આપો’ જાેકે નવાય ની બાબત તો એ છે કે છેલ્લા કેટલાય વર્ષોથી આ ગામમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે અને પાણી પુરવઠા વિભાગથી લઈ મામલતદાર અને કલેકટર સુધી રજૂઆતો કરી છતાં કેમ આ ગામના લોકોનો પાણીનો પોકાર અધિકારીઓના કાને પહોંચતો નથી. કે પછી અધિકારીઓ પણ એક બીજાને ખો આપી પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે.

Related posts

યુક્રેનમાં યુદ્ધના આભસ વચ્ચે 3 હજાર જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા, ભારતના 18 હજાર વિદ્યાર્થીઓ આ દેશોમાં શામાટે જાય છે?

saveragujarat

જાેબ સીકર્સ નહીં પરંતુ જાેબ ક્રીએટર્સ બનો, આ વિચાર સાથે શરુ કરાયેલું ડિજિટલ “ન્યુઝરીચ” સ્ટાર્ટઅપ હજારો લોકોની રોજગારીનું માધ્યમ બન્યું

saveragujarat

હાર્દિકે પોતાને રૂદ્રાક્ષની માળા, તલવાર અને કટાર સમો ગણાવ્યો

saveragujarat

Leave a Comment