Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

વડોદરામાં ખોટા દસ્તાવેજથી મકાન વેચનારા ચાર ઝડપાયા

સવેરા ગુજરાત,વડોદરા, તા.૩
વડોદરા શહેરના છાણી વિસ્તારમાં ગીરીરાજ કો-ઓ. હા. સો. લિ. ખાતે આવેલ મકાન માલકની જાણ બહાર બારોબાર મકાન માલિકના ભળતા નામે બોગસ માલિક ઉભો કરી ,ખોટા દસ્તાવેજના આધારે મકાન વેચી મારી છેતરપિંડી આચરવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ગુનામાં પોલીસે એક મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે મૂળ મકાન માલિકે ઓળખીતા પર વિશ્વાસ મૂકી મકાન ભાડે આપવા ચાવી આપી હતી, જેનો દુરુપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું છે.આ અંગેની વિગત એવી છે કે, મહારાષ્ટ્રના રહેવાસી ૭૦ વર્ષીય સાલન ચીલીયા વણઝારી શહેરના છાણી જકાતનાકા પાસે આવેલ ગીરીરાજ કો. ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડમાં તેમની માલિકીનું મકાન ધરાવે છે.
તેમણે ર્નિમલ ઉર્ફે નરેન્દ્ર પ્રતાપરાવ બોધે (રહે – દીપકિરણ બિલ્ડીંગ, જયુબીલી બાગ તથા હુજરાત પાગા, ફતેપુરા) ઉપર વિશ્વાસ મૂકી ઉપરોક્ત મકાનની ચાવી મકાન ભાડેથી આપવા માટે આપી હતી. દરમ્યાન તેમની મિલકત વેચાણથી આપવા માટેની છાપામાં ખોટી જાહેરાત પ્રસિદ્ધ થતા તેમણે વાંધા અરજી ગુજારી હતી. ત્યારબાદ તેમને જાણવા મળ્યું હતું કે, તેમના મકાનનો વેચાણ દસ્તાવેજ થઈ ગયો છે. તપાસ કરતા સાલન ઉત્તમરાવ વણઝારી (રહે- હુજરાત પાગા, ફતેપુરા ) નામની મહિલા પોતે મકાન માલિક બની અશોક કરસનભાઈ રાઠોડ (રહે -દિવ્યલોકપાર્ક સોસાયટી , છાણી જકાતનાકા / મૂળ રહે- બોટાદ )ના નામે વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેમાં સાક્ષી તરીકે ર્નિમલ બોધેએ સહીઓ કરી હતી. ત્યારબાદ અશોક રાઠોડએ આ મિલકત અન્ય વ્યક્તિઓને પણ વેચી હતી. ફરિયાદના આધારે ફતેગંજ પોલીસે આ ગુનામાં સંડોવાયેલ અશોક, ર્નિમલ, કૃણાલ દિલીપભાઈ પરમાર (રહે – અંતમ રેસીડેન્સી, છાણી કેનાલ રોડ) તથા બોગસ મકાન માલિક બનનાર સાલન વણઝારી વિરુદ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ફરિયાદી વૃદ્ધા હોય મિલકતની દેખરેખ માટે આવી શકતા ન હોવાથી આરોપીઓએ તેનો લાભ ઉઠાવ્યો હતો.

Related posts

આઈફોન 13 અને “આઈફોન 13 પ્રો” સિરીઝ ભારતમાં થઈ લોન્ચ, મળશે 1TB સુધી નું સ્ટોરેજ…

saveragujarat

જાતે થે જાપાન, પહુંચ ગયે ચીન જેવી હાલત થઇ!!!

saveragujarat

અમદાવાદના આંગણે ગાંડી ગીરનો સિંહ લટાર મારતો નજરે ચડ્યો છે,ગામડીયા વિસ્તારમા દહેશતનો માહોલ ફેલાયો છે.

saveragujarat

Leave a Comment