Savera Gujarat
Other

જાતે થે જાપાન, પહુંચ ગયે ચીન જેવી હાલત થઇ!!!

આ દેશના ઉધમીને સલામ કરવી પડે.એના હુન્નરને બિરદાવવો જ રહ્યો .આવા સાહસિકો સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણારૂપ છે. અંધારામાં ટોર્ચ છે. લોકો માટે લાઇટ હાઉસ છે. એ લોકો લઘુ, કુટિર, એસએમઇ હોય છે.
આ સાહસિકો સ્કૂલનું ભણતર પૂરું કર્યું ન હોય. પણ જીવનની પાઠશાળામાંથી વિધાનાચસ્પતિ એટલે કે પીએચડી થયેલ હોય છે.
એ બંદો ઝારખંડના ઝાડ નીચે બેઠો હોય. અંગ્રેજીની એબીસીડી જાણતો ન હોય.પણ સ્વબળે, હુન્નરથી અમેરિકનોને શરમાવે તેવા શાસ્ત્રીય અમેરિકન એસેન્ટવાળું અંગ્રેજી બોલે છે. સામેના છેડે અસલી અમેરિકનને ખબર ન હોય. અમેરિકન સમજે કે તેને ઇન્કમટેકસ કે મ્યુનિસિપાલિટીમાંથી ટેકસ પે કરવા કોલ આવેલ છે અને પેલો બોકડો મુંડાઇ જાય. પેલા સાહસિકના ખાતામાં ડોલર જમા થઇ જાય!!
આ પ્રકારના મહાન સાહસિકો ઉંમરલાયક વ્યકિતને નો યોર કસ્ટમર- કેવાયસી અપડેટ કરવામાં નામે ઓટીપી આપવા મધ જેવા મીઠા અવાજે વિનંતી કરે છે. જેવો ઓટીપી શેર કરે કે બેંક ખાતું પાણીના નળની જેમ ટપકવા માંડે છે!!
આ સાહસિક દસ્તાવેજો બનાવવામાં માહિર હો છે. તમે કહો કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ. એ કહેશે કે ડન. અલબત,પેમેન્ટ કરવું પડશે. તમે કહો કે ડિગ્રી સર્ટિફિકેટ. એ કહેશેકે મો પ્રોબ્લેમ. પછી ભલે તમે કોલેજના પગથિયા ચડ્યા ન હો!!
નોટબંધી પછી રિઝર્વ બેંકે ૧૭ સિકયોરિટી ફિચર ધરાવતી ચલણી નોટો બહાર પાડેલી.?કેટલાક મિડીયા કર્મીને તેમાં ચિપ લગાવેલું તેવું શાલ્મલીના વૃક્ષ નીચે આસનસ્થ થતાં બુધ્ધું જ્ઞાન થયેલું . બધાને બોધિજ્ઞાન થોડું ઉપલબ્ધ થાય છે??બુધ્ધું તો બુધ્ધું. મામા ન હોવા કરતાં કહેણો મામો શું ખોટો? આપણા જ્ન્મજાત ઇન્ટેલિજન્ટેએ ચણા મમરાના રોકાણમાં સોનાચાંદીની ખાણ ખોદી હોય તેમ પચ્ચીસ રૂપિયાના રોકાણમાં અસલી નોટોને ટક્કર મારે તેની પાંચસો, બે હજારની નકલી નોટ છાપી નાંખી. અસલી નોટના ૧૭ માંથી ૧૧ સિકયુરિટી ફિચર પણ જાળવી રાખ્યા. નકલી નોટમાં પણ ઉચ્ચ ગુણવતાના ધોરણોનું સંરક્ષણ, સંવર્ધન અને સંગોપન કર્યું. ધન્ય એ ધરાને. ધન્ય એ નરપુંગવને. આ એક પર્કારનું સ્ટાર્ટઅપ કે ઇનોવેશન છે!! છતાં તેને કોઇ શાબાશી મળતી નથી. કોઇ પીઠ થાબડતું નથી. આ કારીગરો તમે જે નામ બોલો તેનો ફેક ડોકયુમેન્ટ બનાવી દે . પાસપોર્ટ, વિઝા, એલસી, બોર્ડ માર્કશીટ, પ્રમાણપત્ર, નોકરીનો ઓર્ડર ઇત્યાદિ ડોકયુમેન્ટ હાજરમાં મળે અને હાજર ન હોય તો પણ મળે. આ બધી સેવાઓ પેમેન્ટના ધોરણે મળે!! મફતમાં તો લંચ પણ ન મળે તેવી અંગ્રેજી કહેવત છે!!જીવતા માણસનું ડેથ સર્ટિફિકેટ પણ મળે હોં કે!!! કાગળ પર મરવાનો લ્હાવો લેવો છે??
હમણા જબરૂં થયું .એક વિરલાએ એક એરલાઇન્સની ટિકિટ બનાવી- જાલી ટિકિટ!!વીર ટિકિટવાળાને દોહા જવું હતું. અમદાવાદ એરપોર્ટથી બોર્ડિંગ કરવું હતું. તેનું સિકયોરિટી ચેકીંગ થયું. તેની ટિકિટ પર પીએનઆર નંબર દર્શાવેલો .આ ચીનના શાહુકારની ટિકિટ બુક થયેલી જ ન હતી . કડક પૂછપરછના અંતે તે નરમ ઘેંસ જેવો થઇ ગયો!!
કિશોરકુમારે એક ગીત ગાયેલ છે. જાતે થે જાપાન, પહુંચ ગયે ચીન’ની જેમ બિચારો આશાસ્પદ કરાંગુલી કલાકાર દોહાના બદલે સાબરમતી જેલમાં પહોંચી ગયો!!!

કહો

તારામૈત્રક રચાવ્યા,
શું કાંદા કાઢ્યા કહો ?

બગીચામાં રાહ જોઇ?
શું કાંદા કાઢ્યા કહો?

ગિફટનો રાફડા કર્યા,
શું કાંદા કાઢ્યા કહો?

પ્રેમ કરીને શું પામ્યા ?
શું કાંદા કાઢ્યા કહો?

કાક માલપૂઆ લૈ ગ્યો,
શું કાંદા કાઢ્યા કહો?

શું કાંદા કાઢ્યો કહો?
પ્રેમમાં શું ફાંદા કાઢ્યા ??

ભરત વૈષ્ણવ

Related posts

રાજ્યમાં આગામી ૪૮ કલાકમાં લો પ્રેશર સિસ્ટમથી અતિ ભારે વરસાદની આગાહી ઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સ્કૂલ કોલેજાેમાં બંધ

saveragujarat

અણુ વિસ્ફોટના સંકેત આપતાં યુક્રેની નેતા ઝેલેસ્કીઃ અમારી પાસે શક્તિશાળી પ્રહાર કરવાની તાકાત છે

saveragujarat

મિસ ગનથી સ્કૂલમાં ૧૫ વર્ષનાં વિદ્યાર્થીએ ગોળીઓ ચલાવી

saveragujarat

Leave a Comment